Lakhimpur Kheri : ETV BHARAT પર બોલ્યા અખિલેશ યાદવ - હિટલરના શાસનમાં પણ આટલી સરમુખત્યારશાહી નહોતી

By

Published : Oct 4, 2021, 5:43 PM IST

thumbnail

લખનઉ, ઉત્તરપ્રદેશ : પૂર્વ મુખ્યપ્રધાન અને સપા પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) લખીમપુર ઘટના (Lakhimpur Kheri) અંગે ETV Bharat સાથે ખાસ વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભાજપના ગૃહ રાજ્યપ્રધાનના પુત્રએ ખેડૂતોને કચડી નાખ્યા અને મારી નાખ્યા છે. હિટલરના શાસન દરમિયાન પણ આવી કોઈ સરમુખત્યારશાહી નહોતી. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, સપાની માંગ છે કે મૃતક ખેડૂતોના પરિવારને 2 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે. આ પ્રસંગે તેમણે પોલીસ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, પોલીસે ખેડૂતોની છબી ખરાબ કરવા માટે વાહનો સળગાવી દીધા હશે. આ તકે પોલીસ દ્વારા અખિલેશ યાદવની અટકાયત કરવામાં આવી છે અને ઈકો ગાર્ડનમાં રાખવામાં આવ્યા છે. તેની અટકાયત અંગે પૂછતાં અખિલેશ યાદવે કહ્યું કે, પોલીસ તેને ઈકો ગાર્ડન છોડીને જાતે જ ચાલી ગઈ હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.