તોફાની યુવકો દોરડા હલાવી રહ્યા હતા, દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિની આપવીતિ
Published on: Oct 31, 2022, 5:47 PM IST

મોરબી: ગુજરાતના મોરબી બ્રિજની દુર્ઘટનામાંથી બચી ગયેલા એક વ્યક્તિએ (Morbi bridge tragedy survivor statement) સોમવારે દુઃખદ ક્ષણનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે, કેટલાક તોફાની યુવકો પુલ નીચે આવતા પહેલા તેના દોરડા હલાવી રહ્યા હતા. "આ લગભગ 6.30 વાગ્યાની આસપાસ થયું હતું. લગભગ 15-20 તોફાની નાના બાળકો પુલના દોરડા હલાવી રહ્યા હતા. તે તૂટી પડતા પહેલા તેમાંથી ત્રણ વખત અવાજ આવ્યો. એક બચી ગયેલા અશ્વિન મહેરાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તે આ દુર્ઘટનામાં કેવી રીતે બચી ગયો, તો તેણે કહ્યું, "મેં નજીકના ઝાડની ડાળીઓ પકડી રાખી હતી અને આખરે બચી છૂટ્યો હતો. મારી સાથે મારો મિત્ર પ્રકાશ હતો અને તે પણ બચી ગયો હતો." તેને પગ અને પીઠમાં ઈજાઓ થઈ હતી. તેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનામાં બચી ગયેલા તમામ ઈજાગ્રસ્તોને GMERS જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Loading...