ઓવર સ્પીડથી ફરતા પવનચક્કીના પાંખ્યા તૂટી પડ્યા દૃશ્યો થયા કેમેરામાં કેદ

By

Published : Aug 15, 2022, 10:51 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

thumbnail

દેવભૂમિ દ્વારકા હાલ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા ખૂબ જ તેજ પવન સાથેના Strong winds in Dwarka વરસાદથી ઘણાં લોકોને મુશ્કેલી વેઠવી પડી છે. ખેડૂતોના ઉભા પાકને નુકસાન Damage to the farmer crops થાય અથવા તો વધારે વરસાદથી પાક નિષ્ફળ જતા હોય છે. આ બધાથી અલગ ઘટના સામે આવી છે. તેજ પવનના કારણે પવનચક્કી પાંખિયા તૂટ્યા હતા. તેનો કાટમાળ તુટીને દૂર સુધી ઉડ્યો હતો. દ્વારકા જિલ્લામાં આવેલું લાંબા ગામ પવનચક્કી માટે પ્રખ્યાત છે. એશિયાના સૌથી મોટું વિન્ડફાર્મ Asia largest wind farm વિસ્તાર લાંબા ગામે આ ઘટના Lamba village in Dwarka બની છે. વરસાદી માહોલ વચ્ચે તેજ પવનને કારણે પવનચક્કી ઓવર સ્પીડ સાથે ફરવાની આ ઘટના બની હતી. તેજ પવનના લીધે જોર જોરથી ફરવાના કારણે પવનચક્કીના પાંખીયા તૂટી Over Speeding Windmill blades હવામાં ઉડ્યા હતા. આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી લેવાયા હતા. આસપાસમાં કોઈ હાજર ન હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.