પાટણમાં લીંબચ માતાની પોળમાં મા લીંબચની નવ ખંડની પલ્લી ભરાઈ

By

Published : Oct 3, 2022, 11:00 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

પાટણ શહેરના સલવિવાડા વિસ્તારમાં આવેલા લીંબચ માતાની પોળમા મા આદ્યશક્તિની આરાધનાના નવરાત્રી મહોત્સવની ધર્મમય માહોલમાં ઉજવણી થઈ રહી છે. લીંબચ માતા મંદિર પરિસરમા આસો સુદ સાતમની મોડી રાત્રે પરંપરાગત રીતે માતાજીની નવખંડની પલ્લી ભરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પલ્લીના દર્શન કર્યા હતા. પાટણ શહેરના સલવિવાડા વિસ્તારમાં આવેલા લીંબચ માતાની પોળમા લીંબચ માતાનું પ્રાચીન મંદિર છે. જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના સાત દિવસ અહી જૂની પરંપરા મુજબ મહોલ્લાના રહીશો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. નવરાત્રીની સાતમે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ માતાજીના ગરબે ઘૂમી આરાધના કરી હતી. સાતમના દિવસે રાત્રે ચાચરના ગરબાનું તેમજ મહાકાળી ના ગરબા નો વિશેષ આયોજન કરાયું હતું.  ચાચર ચોકના ગરબામાં  યુવતીઓએ એક જ પ્રકારના વસ્ત્રોમાં સજ્જ થઈ માના ચાચર ચોકને વધાવી આરાધના કરી હતી. મહાકાળી માતાનો પરંપરાગત ગરબો પણ યોજાયો હતો. જેમાં યુવતીઓએ કાળકા ભદ્રકાળી અને પતાઈ રાજાના પાત્રો ભજવી તાલબદ્ધ રીતે ગરબાની રંગત જમાવી હતી. Limbach Mata Mandir Patan Salvivada Area Ancient temple Limbach Mata Limbach Mata Pol Garba lovers traditional dress Patai Raja Characters Maa Limbach Nine Khand Palli Organized in Patan

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.