Sravana 2022: શિવ ભક્તોનો મહેરામણ મંદિર પરિસરમાં ઉમટ્યો
Published on: Aug 1, 2022, 4:30 PM IST

સોમનાથઃ શ્રાવણ મહિનાના પ્રથમ( Sravana 2022 )સોમવારે દેવાધિ દેવ સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી શિવ ભક્તોનો મહેરામણ મંદિર પરિસરમાં ઉમટી (Somnath Mahadev)પડ્યો છે. આ પ્રકારના દ્રશ્યો ધાર્મિક વાતાવરણને વધુ સુંદર બનાવી રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે આ પ્રકારના ધાર્મિક દ્રશ્યો સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળતા ન હતા. પરંતુ બે વર્ષ બાદ વાતાવરણ અનુકૂળ બનતા શિવ ભક્તોનો મહેરામણ સોમનાથ મહાદેવ તરફ આવી રહ્યો છે. આ દ્રશ્યો મંદિર પરિષદ ફરી એક વખત શિવ ભક્તિથી જીવંત બનાવી રહ્યા છે, જે પ્રકારે શિવ ભક્તો કતાર બંધ હરોળમાં ઊભીને બેઠી દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે જાણે કે તલપાપડ બન્યા હોય તે પ્રકારના ધાર્મિક માહોલની વચ્ચે શિવ ભક્તોએ મહાદેવના દર્શન કરીને પ્રથમ સોમવારે ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરી હતી.
Loading...