Eder Angdia robbery: ઇડર આંગડિયા લૂંટનો ભેદ પાટણ પોલીસે ઉકેલ્યો

By

Published : Feb 12, 2022, 5:19 PM IST

Updated : Feb 3, 2023, 8:11 PM IST

thumbnail

ઇડર ખાતે આંગડિયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી રૂપિયા 8,61,500ની લુંટ ચલાવનાર ટોળકીના સભ્યો પૈકી ચાર શખ્શો લૂંટના મુદ્દામાલનો ભાગ પાડવા સિદ્ધપુર બિંદુ સરોવર (Eder Angdia robbery )નજીક નદીના પુલ નીચે એકઠા થયા હતા. જે માહિતીના આધારે પાટણ એલસીબી પોલિસે ત્રાટકી 1,15,900 ના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા એ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ અંગે પત્રકારોને જણાવ્યું હતું કે લૂંટારું ટોળકીએ ઇડર ખાતે આંગડિયા પેઢીના કર્મચારીની રેકી કરી હતી અને ત્યારબાદ તક મળતા લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસની( Patan LCB Police)પ્રાથમિક પૂછપરછમાં આ ચારેય ઈસમોએ ઠાકોર ચેતનજી અને ઠાકોર કલ્પેશજી સાથે ભેગા મળી લૂંટને અંજામ આપ્યો હતો.

Last Updated : Feb 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.