Congress Protest in Ahmedabad: અમરાઈવાડીમાં ​​​​​​​મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે રોડરસ્તા કર્યા બંધ, જગદીશ ઠાકોર શું બોલ્યા, જૂઓ

By

Published : Apr 1, 2022, 1:22 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

thumbnail

અમદાવાદમાં અમરાઈવાડી ચાર રસ્તા પાસે રોડ પર બેનરો અને સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસે મોંઘવારીના વિરોધમાં (Congress Protest in Ahmedabad) પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ બક્ષી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો (Congress President Jagdish Thakor on BJP) હતો. સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનું પૂતળાદહન પણ કર્યું હતું. આ સિવાય કોંગ્રેસે રોડ રસ્તા પર બેસીને રસ્તો બંધ કરી (Congress closes roads in Amraiwadi) દીધો હતો. મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ પોલીસની ગાડી પર ચડીને વિરોધ કરતી જોવા મળી (Congress Protest in Ahmedabad) હતી. જોકે, પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ગઈકાલે પણ કોંગ્રેસે આવો જ વિરોધ કર્યો હતો. ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ સાથે ઝપાઝપી (Congress Protest in Ahmedabad) થઈ હતી. તે સમયે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, પોલીસે બપોરથી જ કોંગ્રેસ કાર્યલયમાં આવી સર્ચ ઓપરેશન કર્યું હતું.

Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.