ETV Bharat / sukhibhava

Tips For Extam stress Relief: પરીક્ષાના દબાણ વચ્ચે સકારાત્મકતા સાથે આ રીતે કરો તૈયારી

author img

By

Published : Mar 22, 2022, 12:27 PM IST

આજની આ આધુનિક સદીમાં કઠિન સ્પર્ધા વચ્ચે પરીક્ષાઓ બાળકો પર ઘણાં દબાણ સાથે આવે (How to Deal with exam stress and anxiety) છે, કારણ કે માતા-પિતા અને શિક્ષકો અપેક્ષા રાખે છે કે, તેઓ સારા ગુણ મેળવે, પરંતુ શું વધુ પડતો તણાવ પરીક્ષામાં સારું પ્રદર્શન કરવામાં મદદ કરી શકે છે? વિચાર કરજો. આજે અમે અહીં કેટલીક એવી ટીપ્સ (Tips For Extam stress Relief) લઇને આવ્યાં છીએ જે તમને પરીક્ષાના દબાણને સંચાલિત કરવામાં અને તમારામાં સકારાત્મક વિચારો લાવવામાં મદદ કરશે.

Tips For Extam stress Relief: પરીક્ષાના દબાણ વચ્ચે સકારાત્મકતા સાથે આ રીતે  કરો તૈયારી
Tips For Extam stress Relief: પરીક્ષાના દબાણ વચ્ચે સકારાત્મકતા સાથે આ રીતે કરો તૈયારી

ભારતમાં વિદ્યાર્થીઓ આગામી પરીક્ષા માટે પૂરજાશમાં તૈયારી કરી રહ્યા છે, કારણ કે હવે ફરીથી શાળાઓ ખુલી રહી છે, ત્યારે પ્રી-કોવિડ પ્રવૃત્તિ પણ ફરી શરૂ કરી દેવામાં આવી રહી છે. પરિક્ષાના સમયગાળામાં ઘણા વિધાર્થીઓ તણાવભર્યુ અનુભવતા હોય અથવા તો કોઇપણ પ્રકારનો દબાણનો સામનો કરતા હોય છે. પરિક્ષાના સમયગાળા દરમિયાન માત્ર બાળકો જ નહી, પરંતુ પેરેન્ટસ અને ટિચર પણ આ પ્રેસર હેઠળ હોય છે. આ સંજોગોમાં સારા સમાચાર છે કે આ પરીક્ષાના તણાવને દૂર કરવા (Tips For Extam stress Relief) ના Eirini Petratou, સ્ટેશનરી બ્રાન્ડના વરિષ્ઠ વપરાશકર્તા સંશોધન મેનેજર, પરીક્ષાની ચિંતાને કેવી રીતે સંચાલિત કરવી તે અંગેની કેટલીક ટીપ્સ (How to Deal with exam stress and anxiety) શેર કરે છે.

સૌપ્રથમ સ્ટડી પ્લાન તૈયાર કરો: પરીક્ષાની તૈયારીના સમયને મેનેજ કરવા માટે તમારા પોતાના અન્ય અભ્યાસ શેડ્યૂલને ચાર્ટ કરો. તમે તમારા શેડ્યૂલનું આયોજન તમારી અભ્યાસની આદતોને અનુરૂપ હોય તે રીતે કરો સાથે જ એ વાતની ખાતરી કરજો કે અભ્યાસ દરમિયાન તમે પૂરા ધ્યાન સાથે વાંચશો અને પરિક્ષાની તૈયારી કરશો. ઉપરાંત, નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે તમારા આયોજનમાં તમારા માટે જરૂરી તમામ જરૂરિયાતો અને સામગ્રીનો સમાવેશ થવો જોઈએ.

'વ્રરાઇટ ટુ લર્ન'ની પધ્ધતિનો ઉપયોગ કરવો: પરિક્ષાની તૈયારીના ભાગરૂપે તમારે 'વ્રરાઇટ ટુ લર્ન'ની પધ્ધતિનો ઉપયોગ કરવો જોઇએ. કરાણે કે આ પધ્ધતિથી તમને પરિક્ષાની તૈયારી કરવામાં મદદ અને તમે વાંચેલુ પણ સરળતાથી યાદ રાખી શકશો. આ મેથડ અસરકારક સાબિત પણ થઇ છે. વિદ્યાર્થીઓ ઑફલાઇન શિક્ષણ માટે શાળાએ પાછા જાય છે, ત્યારે તે મહત્વપૂર્ણ છે કે તેઓ લખવાની ટેવ પાડે. જે ફોટોગ્રાફિક મેમરીને સક્રિય કરવામાં મદદ કરે છે. આ સિવાય વિદ્યાર્થીઓ તેમની આંગળીઓ અને કાંડા પર દબાણ આપ્યા વગર લાંબા સમય સુધી લખી શકે તે સુનિશ્ચિત કરવા માટે અમુક કંપનીઓ પેન ડિઝાઇન કરે છે, જે શીખવાનું સરળ અને ઓછું સખત બનાવે છે.

આ પણ વાંચો: writers cramp:રાઈટર્સ ક્રેમ્પમાં ફિઝિયોથેરાપી ખૂબ જ ફાયદાકારક

સારી જીવનશૈલી અપનાવો: સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી તણાવ અને ચિંતાનું સ્તર ઘટાડે છે, મગજના કાર્ય અને પ્રવૃત્તિમાં વધારો થાય છે. બિનઆરોગ્યપ્રદ શરીર એકાગ્રતાના અભાવમાં પરિણમે છે જેના પરિણામ સ્વરૂપ તણાવ સ્તર વધે છે. ખાસ કરીને પરીક્ષાના સમયગાળા દરમિયાન એ વાતની ખાતરી કરો કે, તમે પુષ્કળ પાણી પીઓ છો, તંદુરસ્ત ખોરાક લો છો અને દરરોજ શારીરિક પ્રવૃત્તિ કરો છો. હેન્ડ યોગા પણ સ્નાયુઓને મજબૂક કરી શકે છે અને હાથ પરનો તાણ ઓછો કરી શકે છે અને વ્યકિત સ્વસ્થ અને હળવા શરીર તરફ યોગદાન આપે છે

ઊંઘની યોગ્ય પેટર્નને અનુસરો: ઊંઘનો અભાવ અનિદ્રા કરતાં વધુ ખરાબ છે. ઊંઘનો અભાવ મગજ પર અસર કરે છે. મગજ અને શરીરને પૂરતો આરામ મળે તેની ખાતરી કરવા માટે ઓછામાં ઓછી આઠથી નવ કલાકની ઊંઘ આવશ્યક છે. આ સંજોગોમાં સૂતા પહેલા લાંબા સમય સુધી ગેજેટ્સ પર રહેવાથી મગજની માહિતી વાંચવાની, જાળવી રાખવાની અને યાદ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. પ્રતિદિન માટે વ્યકિતએ સુવાનો ટાઇમ એક નક્કી કરવો જોઇએ. જેનુ મુખ્ય કારણ છે આ તીવ્ર મગજ કાર્યને સુનિશ્ચિત કરે છે.

સકારાત્મક માનસિકતા અપનાવો: પરીક્ષાના સમયગાળા દરમિયાન સકારાત્મક માનસિકતા (Positive mindset during the exam period) અને અભિગમ જાળવવાથી ઉચ્ચ સ્તરની એકાગ્રતા સુનિશ્ચિત થાય છે અને સમસ્યાઓને અસરકારક રીતે ઉકેલવા, સર્જનાત્મક રીતે વિચારવાની અને પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવાની માનસિક ક્ષમતાઓમાં વધારો (Mental health tips) થાય છે.

જાણો પરિક્ષા સમયે તણાવમુક્ત રહેવાના ફાયદા વિશે: પરીક્ષા સમયે તણાવમુક્ત રહેવાનો ફાયદો છે, તે શિસ્ત વિકસાવવામાં, મગજની પ્રવૃત્તિને તીક્ષ્ણ કરવામાં, યાદશક્તિમાં સુધારો કરવામાં, તંદુરસ્ત સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપવા અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. આ વર્ષના પરીક્ષાના સમયગાળામાં સકારાત્મક વલણ સાથે સંપર્ક કરવાનું યાદ રાખો અને તમે તેમને પાર પાડો તેની ખાતરી કરવા માટે શાંત રહો!

આ પણ વાંચો: વાયુ પ્રદૂષણથી કિશોરોમાં ડિપ્રેશનનું જોખમ: સંશોઘન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.