ETV Bharat / sukhibhava

Remove Blackheads and Whiteheads: જાણો બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સથી છુટકારો મેળવવાના ઉપાયો વિશે

author img

By

Published : Feb 3, 2022, 12:06 PM IST

બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની (Remove Blackheads and Whiteheads) સમસ્યા સ્ત્રીઓ અને પુરુષો બન્નેમાં સામાન્ય છે, પરંતુ જો આ સમસ્યા પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેનાથી ચહેરાની સુંદરતા તો ઓછી થાય છે સાથો સાથ બીજી સમસ્યા ઉદ્ભવે છે. ચાલો જાણીએ કે બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ શા માટે થાય છે (Reasons Of Blackheads and Whiteheads) અને તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો

Remove Blackheads and Whiteheads: જાણો બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સથી છુટકારો મેળવવાના ઉપાયો વિશે
Remove Blackheads and Whiteheads: જાણો બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સથી છુટકારો મેળવવાના ઉપાયો વિશે

ન્યૂઝ ડેસ્ક:બ્લેકહેડ્સ શું હોય છે અને તે કેવા દેખાય છે તે તો મોટાભાગના સારી રીતે જાણે છે, પરંતુ બ્લેકહેડ્સ સિવાય મોટાભાગના લોકો ત્વચા પર દેખાતા નાના સફેદ ડાઘ પર ધ્યાન આપતા નથી. આ નાના સફેદ પિમ્પલ્સ વ્હાઇટહેડ્સ (Remove Blackheads and Whiteheads) કહેવામાં આવે છે. ત્વચા પર ખીલ જેવા દેખાતા આ વ્હાઇટહેડ્સને ક્લોઝ કોમેડોન્સ (Reasons Of Blackheads and Whiteheads) પણ કહેવાય છે.

જાણો ડર્મેટોલોજિસ્ટ ડૉ. નિશા આર્ય શું કહે છે

ચંદીગઢ સ્થિત ડર્મોટોલોજિસ્ટ ડૉ. નિશા આર્ય કહે છે કે, જ્યારે ત્વચામાં હાજર સીબમ, મૃત ત્વચા અને ગંદકી ત્વચાના છિદ્રોને બંધ કરી દે છે. એટલે તે સ્થાનો પર વ્હાઇટહેડ્સ દેખાવા લાગે છે. આ સિવાય મેકઅપને યોગ્ય રીતે સાફ ન કરવા, ત્વચાની યોગ્ય કાળજી ન રાખવી સાથે પ્રદૂષણ અને PCOS જેવી હોર્મોનલ સમસ્યાઓને કારણે ઘણીવાર વ્હાઇટહેડ્સ થાય છે.

એક્સ્ફોલિયેશન વિશે જાણો

ડોક્ટર નિશા જણાવે છે કે, બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ બન્નેનું મુખ્ય કારણ એક જ છે, રોમ છિદ્રોનું બંધ થઇ જવું. તેમાંથી બચવા માટે એક્સ્ફોલિયેશન (Exfoliation of Skin) એ શ્રેષ્ઠ માર્ગ છે. ડૉક્ટર નિશા કહે છે કે, એક્સ્ફોલિયેશન માટે AHA, BHA, અથવા બેંજોયલ પેરોક્સાઇડ યુક્ત સ્ક્રબ અને અન્ય તેના જેવી બીજી વસ્તુઓને ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સાથે નિયમિત એક્સ્ફોલિયેશનમાં ત્વચામાંથી સીબુમ, મૃત ત્વચા અને ગંદકીને ઘણી હદ સુધી દૂર કરવાની ક્ષમતા છે. જે માત્ર બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યાથી જ નહીં, પરંતુ ત્વચા સંબંધિત બીજી સમસ્યાથી પણ રાહત આપે છે.

આ પણ વાંચો: Actor Ramesh Dev death: એક્ટર રમેશ દેવનું નિધન, ત્રણ દિવસ પહેલા ફેન્સએ તેની લાંબી ઉંમર માટે કરી હતી પ્રાર્થના

નિયમિત ત્વચાની સંભાળ રાખવી જરૂરી

આ ઉપરાંત માત્ર એક્સ્ફોલિયેશન જ નહીં, પરંતુ નિયમિત ત્વચાની સંભાળ પણ આ પ્રકારની સમસ્યાથી બચાવે છે. આ સિવાય સૂવાના સમયે માઈસેલર પાણીથી ચહેરો સાફ કરવો અને રાત્રે સૂતા પહેલા રેટિનોલ યુક્ત નાઈટ સીરમનો (Retinol-containing night serum) ઉપયોગ કરવો જોઈએ, પરંતુ જો આ સમસ્યાથી વધારે પરેશાની એટલે કે ચહેરા પર બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ ઝડપથી દેખાવા લાગે, તો સ્કિન તબીબનો સંપર્ક કરવો જરૂરી છે. કારણ કે તે કોઈ રોગ અથવા મોટી સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

  • બ્યુટી એક્સપર્ટ સવિતા શર્મા જણાવે છે કે, જો નિયમિત સ્કિન કેર દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સથી સરળતાથી બચી શકાય છે. જેમાંથી કેટલાક નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આજે આપણે....
  1. ત્વચામાંથી તેલ અને ગંદકી દૂર કરવા માટે, ચહેરાને દિવસમાં ઓછામાં ઓછા બે વાર સ્વચ્છ પાણી અને સાબુ અથવા ફેસ વૉશથી ધોવો જોઇએ.
  2. ત્વચાને નિયમિતપણે એક્સફોલિએટર અને મોઇશ્ચરાઇઝર કરવું જોઈએ.
  3. બહારથી ઘરે પરત ફર્યા બાદ સૂતા પહેલા ચહેરા પર ટોનરનો ઉપયોગ કરવો જોઈએ. એ પણ આલ્કોહોલ ફ્રી ટોનરનો ઉપયોગ કરવો જોઈએ. જો ટોનર ન હોય તો ગુલાબજળ અથવા ખીરાનો રસ વાપરી શકાય.
  4. ઘરની બહાર નીકળતા પહેલા અથવા તડકામાં જતાં પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ અવશ્ય કરવો.
  5. જંક ફૂડ અને વધુ તેલ અને મરચા મસાલાવાળા ખોરાક લેવાનું ટાળો.
  6. પુષ્કળ પાણી પીઓ અને પુષ્કળ ફળ અને શાકભાજીનું સેવન કરો.
  7. મેકઅપ માટે હંમેશા સારી, સલામત અને ત્વચા માટે અનુકૂળ હોય તેવી જ પ્રોડક્ટ પસંદ કરો. ઉપરાંત, હંમેશા યોગ્ય રીતે અને સુરક્ષિત રીતે મેકઅપ કાઢો. ખાસ તકેદારી રાખો કે, જ્યારે પણ તમે મેકઅપ કરો છો, તો તમારે ઘરે આવ્યા પછી તેને કાઢવો જોઈએ.
  8. હંમેશા સારી ગુણવત્તાવાળા મેકઅપ રીમુવરનો ઉપયોગ કરો

આ પણ વાંચો: Actor Ramesh Dev death: એક્ટર રમેશ દેવનું નિધન, ત્રણ દિવસ પહેલા ફેન્સએ તેની લાંબી ઉંમર માટે કરી હતી પ્રાર્થના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.