ETV Bharat / sukhibhava

ભારતમાં Heart Transplantation ખૂબ ઓછાં થાય છે: નેશનલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે 2021

author img

By

Published : Aug 3, 2021, 6:53 PM IST

જ્યાં સુધી આપણું હૃદય ધબકે છે ત્યાં સુધી આપણે જીવીએ છીએ, પરંતુ હૃદયરોગને કારણે દર વર્ષે ઘણાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. હૃદય પ્રત્યારોપણ ( Heart Transplantation ) તે લોકો માટે આશાના કિરણ તરીકે કામ કરે છે જેઓ હૃદયની બીમારીઓથી પીડાય છે અને જેમનું હૃદય મોટાભાગે કામ નથી કરી રહ્યું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડેની ઉજવણી ભારતમાં દર વર્ષે 3 ઓગસ્ટના દિવસે કરવામાં આવે છે,તેનો હેતુ લોકોમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે જાગૃતિ ફેલાવવાનો તેમજ હૃદય પ્રત્યારોપણના ક્ષેત્રમાં થઈ રહેલી તકનીકી પ્રગતિની છણાવટ કરવાનો હોય છે.

ભારતમાં Heart Transplantation ખૂબ ઓછાં થાય છે: નેશનલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે 2021
ભારતમાં Heart Transplantation ખૂબ ઓછાં થાય છે: નેશનલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે 2021

ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં ઓછો દર

દર વર્ષે 50,000થી વધુ દર્દીઓને જરુર પડે છે નવા હૃદયની

ભારતમાં દર વર્ષે માત્ર 10 થી 15 હૃદય પ્રત્યારોપણ

ન્યૂઝ ડેસ્ક: ભારતમાં પ્રથમ સફળ હૃદય પ્રત્યારોપણ ( Heart Transplantation ) 3 ઓગસ્ટ 1994 ના દિવસે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), નવી દિલ્હી ખાતે પ્રોફેસર પનંગીપલ્લી વેણુગોપાલના વડપણમાં ઓછામાં ઓછા 20 સર્જનોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર ઓપરેશનમાં લગભગ 59 મિનિટનો સમય લાગ્યો હતો અને આ સફળ ઓપરેશન પછી તે દર્દી ઓછામાં ઓછા 15 વર્ષ સુધી જીવિત રહી શક્યો હતો.

7 જુલાઈ, 1994 ના દિવસે તત્કાલીન રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માના હસ્તાક્ષર સાથે માનવ અંગ પ્રત્યારોપણ બિલ પસાર થયા બાદ જ પી. વેણુગોપાલને એ જ વર્ષે 3 ઓગસ્ટના રોજ AIIMS માં ભારતનું પ્રથમ હૃદય પ્રત્યારોપણ ( Heart Transplantation ) સફળતાપૂર્વક કરીને ઇતિહાસ રચ્યો હતો. પ્રો. પી. વેણુગોપાલને 1998 માં ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, 2014 માં એઈમ્સના દીક્ષાંત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાસ સન્માનિત કર્યા હતાં.

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કેવી રીતે થાય છે?

હૃદય પ્રત્યારોપણ ( Heart Transplantation ) એક એવી સર્જિકલ પ્રક્રિયા છે જેનું હૃદય નિષ્ફળ થવાના અંતિમ તબક્કામાં હોય અથવા ગંભીર કોરોનરી ધમની રોગની બીમારી ધરાવતાં હોય તેવા ધરાવતા દર્દી પર કરવામાં આવે છે. આની સૌથી સામાન્ય પદ્ધતિ એ છે કે તાજેતરમાં મૃત વ્યક્તિમાં કામ કરી રહેલું હોય તે વખતે હૃદય તેના શરીરમાંથી કાઢીને દર્દીના શરીરમાં રોપવામાં આવે છે. આ ઓપરેશનમાં ઓર્થોટોપિક પ્રક્રિયા અને હેટ્રોટોપિક પ્રક્રિયાની મદદ લેવામાં આવે છે.

આ પણ વાંચોઃ અન્ય રોગ કરતાં હૃદય રોગના દર્દીઓ પર કોવિડ-19નું જોખમ વધુ હોય છે

ભારતમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કેવી રીતે કરવામાં આવ્યું?

ભારતમાં પ્રથમ વખત કાર્ડિયોમાયોપેથીથી પીડાતા દેવી રામ નામના 40 વર્ષના દર્દીનું હૃદય પ્રત્યારોપણ ( Heart Transplantation ) કરવામાં આવ્યું હતું. તે એક સફળ સર્જરી હતી. વિશ્વમાં પ્રથમ હૃદય પ્રત્યારોપણની વાત કરીએ તો 3 ડિસેમ્બર 1967 ના રોજ કેપટાઉન, દક્ષિણ આફ્રિકામાં સર્જન ક્રિશ્ચિયન બાર્નાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.

ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દર ઓછો છે

આંકડામાં વાત કરીએ તો દર વર્ષે સમગ્ર વિશ્વમાં 3500 જેટલાં હૃદય પ્રત્યારોપણ ( Heart Transplantation ) કરવામાં આવે છે, જ્યારે વાર્ષિક 50,000 લોકોને હૃદયની ગતિ અટકવાથી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ ભારતમાં દર વર્ષે માત્ર 10 થી 15 હૃદય પ્રત્યારોપણ કરવામાં આવે છે.

નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (NOTO) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, 2018 માં ભારતમાં માત્ર 241 હૃદયનું દાન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોનું કહેવું છે કે ભારતમાં દર વર્ષે બે લાખ લોકોને હૃદય પ્રત્યારોપણની ( Heart Transplantation ) જરૂર પડે છે, પરંતુ ખૂબ ઓછા હૃદય તેમના સુધી યોગ્ય સમયે પહોંચે છે. આનું કારણ ધાર્મિક માન્યતા અને જાગૃતિનો અભાવ હોઈ શકે છે.

હૃદય ટ્રાન્સપ્લાન્ટના જોખમ

હૃદય પ્રત્યારોપણના ( Heart Transplantation ) કેટલાક ગંભીર જોખમો પણ હોઈ શકે છે. પ્રથમ સમસ્યા ત્યારે થાય છે જ્યારે નવું હૃદય હવે દર્દીના શરીરમાં કામ કરી શકતું નથી. ટ્રાન્સપ્લાન્ટ પછી પ્રથમ મહિનામાં મૃત્યુનું આ સૌથી સામાન્ય કારણ છે. ટ્રાન્સપ્લાન્ટ પછી સૌથી અગત્યની બાબત એ છે કે તમારું શરીર અને રોગપ્રતિકારક શક્તિ માટે નવા હૃદયને સ્વીકારી લે. સામાન્યપણે ઓપરેશનના છ મહિનાની અંદર શરીર દ્વારા નવા હૃદયને નકારવાની આશંકા રહે છે.

હૃદય પ્રત્યારોપણ ( Heart Transplantation ) પછી વ્યક્તિને તેની રોગપ્રતિકારક શક્તિને દબાવવા અને દર્દીને તેનું શરીર નવા હૃદયને નકારે નહીં તે માટે આજીવન દવાઓ લેવાની જરૂર પડી શકે છે.

આ પણ વાંચોઃ ઝારખંડના યુવકનું હૃદય ગુજરાતના જામખંભાળિયાના યુવાનમાં ધબકતું થયું

આ પણ વાંચોઃ સુરતમાં 46 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના પરિવારે હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.