ETV Bharat / sukhibhava

Benifits Of Banana: દરેક ઋતુમાં જોવા મળતું અને ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરતું કેળું, જાણો તેને ખાવાના ફાયદા

કેળામાં એવા ઘણા ઘટકો હોય છે જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, ઝિંક જેવા પોષક તત્વો હોય છે. પાચનક્રિયા જાળવવા ઉપરાંત તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કેળાથી થાક અને નબળાઈ પણ દૂર થાય છે. જાણો કેળા ખાવાના ફાયદા.

Etv BharatBenifits Of Banana
Etv BharatBenifits Of Banana
author img

By ETV Bharat Gujarati Team

Published : September 14, 2023 at 11:35 AM IST

Choose ETV Bharat

હૈદરાબાદ: એવા ઓછા લોકો હશે જેમને કેળા ખાવાનું પસંદ નહિ હોય. કેળા સ્વાદમાં ઉત્તમ હોવા ઉપરાંત તે અનેક ગુણોથી ભરપૂર છે. આ ઉર્જાથી ભરપૂર ફળ ખાવાથી તમે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકો છો. તેમાં ડાયેટરી ફાઈબર અને મેંગેનીઝ જેવા ઘણા પોષક તત્વો હોય છે. કેળાને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે. જાણો કેળા ખાવાના ફાયદા.

ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે: કેળા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે શરીરના વિકાસમાં મદદરૂપ છે. તેમાં વિટામિન સી પણ પૂરતા પ્રમાણમાં હોય છે જેથી તમે ચેપ અને બીમારીથી બચી શકો. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં કેળા મહત્વની ભૂમિકા ભજવે છે તો તમારા આહારમાં કેળાને અવશ્ય સામેલ કરો.

તણાવ દૂર કરે છેઃ જે લોકો વધુ માનસિક થાક અને તણાવ અનુભવે છે, તેઓએ તેમના રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ. કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે, પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. કેળામાં ટ્રિપ્ટોફન હોય છે, જે તમારા સ્નાયુઓને રિલેક્સ કરવામાં મદદ કરે છે.

આંતરડાના સ્વાસ્થ્ય રાખે છે: તેમાં હાજર પ્રીબાયોટિક ગુણધર્મો આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેળામાં પુષ્કળ પ્રમાણમાં પેક્ટીન હોય છે. જે દ્રાવ્ય ફાઇબર છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારકઃ કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. એક અભ્યાસ અનુસાર, શરીરમાં હાજર પોટેશિયમ હૃદય રોગના જોખમને ઘટાડે છે

વજન ઘટાડવામાં મદદ કરે છે: કેળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેને ખાવાથી પેટ ભરાય છે. વજન ઘટાડવામાં મદદ કરે છે. તે બ્લડ શુગર લેવલને પણ બેલેન્સ કરે છે.

રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે: જેમને એનિમિયાની સમસ્યા હોય તેમના માટે કેળું ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પર્યાપ્ત માત્રામાં આયર્ન હોય છે. જે લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે. તેને રમવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.

આ પણ વાંચોઃ

  1. Pineapple Benefits And Side Effects : જાણો પાઈનેપલ ખાવાના ફાયદા અને ગેરફાયદા વિશે
  2. Soaked Peanuts Benefits: દરરોજ સવારે પલાળેલી મગફળી ખાવાનું શરુ કરી દો, પછી જુઓ તેના ફાયદા