ETV Bharat / sukhibhava

curry leaves Benefits: મીઠો લીમડો ફાયદાઓનો ખજાનો છે

author img

By

Published : Mar 23, 2022, 12:04 PM IST

ભારતીય કિચનમાં એવી કોઇ વાનગી નહી હોય કે જે મીઠા લીમડા વગર બનતી હોય. ખાસ કરીને દક્ષિણ ભારતના રસોડામાં. ખરેખર તો મીઠો લીમડો વાનગીઓને અત્યંત સ્વાદિષ્ટ બનાવે છે. આ ઉપરાંત, મીઠા લીમડાનું સેવન સ્વાસ્થ માટે ફાયદાકારક (curry leaves good for health) છે. એવી માન્યતા છે કે જે લોકો નિયમિત મીઠા લીમડાનુ સેવન (health benefits of curry leaves) કરે છે તેઓ ઘણા પ્રકારના ચેપ અને રોગોથી રક્ષણ મેળવે છે. તો ચલો જાણીએ મીઠા લીમડાના અન્ય ફાયદાઓ (curry leaves Benefits) વિશે...

curry leaves Benefits: મીઠો લીમડો ફાયદાઓનો ખજાનો છે
curry leaves Benefits: મીઠો લીમડો ફાયદાઓનો ખજાનો છે

મીઠો લીમડો (curry leaves Benefits) અથવા સામાન્ય રીતે ભારતમાં કળી પતા તરીકે ઓળખાય છે, તે સ્વાસ્થ્યનો ખજાનો છે. લોકો ઘણીવાર તેને દક્ષિણ ભારતીય વાનગીઓ સાથે જોડે છે, પરંતુ આ રાજ્ય સિવાય, તેનો ઉપયોગ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અન્ય રાજ્યોની વાનગીઓમાં પણ થાય છે. આયુર્વેદ પણ તેના ફાયદાઓથી અવગત છે. સાથે જ તેનો ઉપયોગ અનેક રોગોના ઈલાજ માટે દવા (curry leaves good for health) તરીકે પણ કરે છે.

મીઠા લીમડામાં આ પ્રકારના તત્વો સમાયેલા: મીઠા લીમડામાં રહેલા પોષક તત્વો જેવા કે આયર્ન, ફોસ્ફરસ, વિટામિન A, વિટામિન B2, B6, B12, કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને વેનેડિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. નેશનલ સેન્ટર ઓફ બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશન (NCBI) ની વેબસાઈટ પર પ્રકાશિત સંશોધનમાં ઉલ્લેખ છે કે, મીઠા લીમડામાં ડીક્લોરોમેથેન, એથિલ એસીટેટ અને મહાનિમ્બાઈન (એક આલ્કલોઈડ) જેવા તત્વો જોવા મળે છે. આ સિવાય તે એન્ટીઓક્સીડેટીવ, એન્ટી એનિમિયા અને એન્ટી ડાયાબીટીક ગુણ પણ ધરાવે છે.

આ પણ વાંચો: Godfather Shooting: ચિરંજીવી સાથે સલમાન ખાનની તસવીર વાયરલ

જાણો મીઠા લીમડના વિવિધ ફાયદાઓ વિશે?

કર્ણાટકના ન્યુટ્રિશનિસ્ટ મીનાક્ષી ગૌડા જણાવે છે કે આંતરિક વપરાશ સિવાય પાંદડાનો ઉપયોગ બાહ્ય ઉપયોગ માટે પણ થાય છે. અહીં તેના કેટલાક ફાયદા છે.

  • શરીરમાં લોહીની ઉણપની સ્થિતિમાં મીઠા લીમડાનુ સેવન ખૂબ જ ફાયદાકારક છે. આયર્ન સહિત ખનિજ તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીરમાં લોહીનું સ્તર વધારવામાં મદદ કરે છે. જેથી તે એનિમિયાની સમસ્યામાં મદદ કરે છે.
  • લીમડામાં હાઈપોગ્લાયકેમિક ગુણ રહેલો હોય છે, જે શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવાનું કાર્ય કરે છે અને કલી પત્તાનું નિયમિત સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
  • ડૉ. મીનાક્ષી કહે છે કે, લીમડામાં હેપાટોપ્રોટેક્ટીવ ગુણો હોય છે, જે આપણા યકૃતના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે અને હિપેટાઇટિસ અને સિરોસિસ જેવા રોગોની શક્યતા ઘટાડે છે.
  • કળી પત્તાનું સેવન કાર્ડિયોવેસ્ક્યુલર રોગો (CVD) ના જોખમને ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. લીમડામાં એન્ટીઓક્સીડેટીવ ગુણ હોય છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આ સંજોગોમાં તેના એન્ટિઓક્સિડેટીવ ગુણધર્મો શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે, તેથી સીવીડીનું જોખમ ઘટાડે છે.
  • ડૉ. મીનાક્ષી જણાવે છે કે, આયુર્વેદમાં લીમડાનો ઉપયોગ અમુક દવાઓ અને તેલમાં ઘટક તરીકે થાય છે. કારણ કે તેના અનેક સ્વાસ્થ્ય લાભકારી ગુણો છે, જેમાંથી એક બળતરા વિરોધી ગુણો છે.
  • મીઠો લીમડો ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં સ્ત્રીઓમાં ઉલ્ટી અને ઉબકાની સમસ્યામાં પણ અજાયબીઓનું કામ કરે છે.
  • કળી પત્તામાં એન્ટિબાયોટિક અને એન્ટિફંગલ ગુણો પણ જોવા મળે છે જે અનેક ચેપ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. કળી પત્તાનું નિયમિત સેવન વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે.
  • ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોવાને કારણે તે ત્વચાની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. લીમડાના અર્કનો ઉપયોગ બજારમાં ઉપલબ્ધ ઘણી ક્રીમ, ફેસવોશ અને અન્ય સૌંદર્ય ઉત્પાદનોમાં પણ થાય છે.
  • મીઠા લીમડાનું સેવન માત્ર વાળ માટે જ નહીં, પરંતુ હેર પેક, તેલ વગેરે સ્વરૂપે તેનો બાહ્ય ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત, શેમ્પૂમાં મુખ્ય ઘટક તરીકે પણ થાય છે જે વાળની ​​જૂની સમસ્યાની સારવારમાં મદદ કરે છે.
  • ડૉ. મીનાક્ષી કહે છે કે, જો કે મીઠા લીમડાનું સેવન સલામત છે અને તેની સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડતી નથી, તેમ છતાં જો તમે પહેલાથી અસ્તિત્વમાં રહેલી સ્વાસ્થ્ય સ્થિતિથી પીડાતા હોવ અથવા તેનાથી એલર્જી હોય તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: Rajsthan Kota section 144 impliment: 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના સ્ક્રીનિંગને ધ્યાને રાખી રાજસ્થાનના કોટામાં કલમ 144 લાગુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.