ETV Bharat / sukhibhava

આયુર્વેદના ઉપચાર જે આપની યાદશક્તિ વધારવામાં કરશે મદદ

author img

By

Published : Mar 19, 2021, 7:53 PM IST

મગજ આપણા શરીરની સૌથી જટીલ સંરચના છે. જે ફક્ત આપણા શરીરનું સંચાલન કરવાનું જ કાર્ય નથી કરતું સાથે જ જરૂરી અને બિનજરૂરી વાતો અને સૂચનાઓને એકઠી કરવાનું કાર્ય પણ કરે છે. અમુક કારણોથી આપણું મગજ બધી જ વાતોને યાદ નથી રાખી શકતું. જેના નિવારણ માટે આયુર્વેદમાં અનેક ઔષધિઓ અને ઉપચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આયુર્વેદના ઉપચાર જે આપની યાદશક્તિ વધારવામાં કરશે મદદ
આયુર્વેદના ઉપચાર જે આપની યાદશક્તિ વધારવામાં કરશે મદદ

  • આયુર્વેદથી યાદશક્તિ વધારો
  • યાદશક્તિ વધારતા ખાદ્યપદાર્થો
  • ભોજનમાં ખાંડનો ઓછો ઉપયોગ યાદશક્તિ માટે જરૂરી

મગજ આપણા શરીરની સૌથી જટીલ સંરચના છે. કલ્પના કરો કે એક નાનકડી જગ્યા જ્યાં શરીરને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે અનેક તંત્ર કામ કરે છે. મગજ ફક્ત આપણા શરીરનું સંચાલન કરવાનું જ કાર્ય નથી કરતું સાથે જ જરૂરી અને બિનજરૂરી વાતો અને સૂચનાઓને એકઠી કરવાનું કાર્ય પણ કરે છે. આપણે જ્યારે જે પણ કાર્ય કરીએ છીએ તે આપણા મગજમાં રેકોર્ડ થાય છે. મગજ પણ એક મશિન છે તેના કામમાં પણ ક્યારેક ક્યારેક ગડબડ થઇ શકે છે. જેમકે ઘણી વખત વધતી ઉંમર સાથે આપણું મગજ ઘણા બધા કારણોથી બધી જ વાતોને યાદ નથી રાખી શકતું. યાદશક્તિ સંબંધિત આ નાની-મોટી સમસ્યાઓના નિવારણ માટે આયુર્વેદમાં અનેક ઔષધિઓ અને ઉપચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું છે 3 આર ?

આર્યુવેદમાં યાદશક્તિ વધારવા માટેનો સૌથી સરળ ઉપાય અંગે ETV ભારત સુખીભવને વધારે માહિતી આપતા આયુર્વેદાચાર્ય ડૉ. પી.વી. રંગનાયકુલુએ જણાવ્યું હતું કે કેટલાક વિશેષ પ્રકારના ખાદ્યપદાર્થ અને વનસ્પતિનો ઉપયોગ કરવાથી યાદશક્તિ વધારી શકાય છે. યાદશક્તિની પ્રક્રિયાને 3 તબક્કામાં માપવામાં આવે છે જેને અંગ્રેજીમાં 3 આરના નામથી પ્રચલિત છે અને તે છે રિસેપ્શન, રજિસ્ટ્રેશન અને રીકૉલ. રિસેપ્શન એટલે જ્યારે આપણું મગજ શાંત ભાવે કોઇ સૂચના સ્વિકારે છે, રજિસ્ટ્રેશન એટલે આ સૂચના મગજમાં અંકિત થાય છે અને રીકૉલિંગ એટલે આપણે જ્યારે પણ ઇચ્છીએ ત્યારે આ માહિતીને ફરી વખત યાદ કરી શકીએ છીએ. ડૉક્ટર રંગનાયકુલુ આ અંગે જણાવે છે કે સારી યાદશક્તિ એ જ છે કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણ માહિતીને યાદ કરી શકીએ પરંતુ વિચલિત માનસિક પરિસ્થિતિમાં અને માહિતીના અનુક્રમના અભાવના કારણે માહિતી યાદ રાખવી અઘરી છે. આ સ્થિતિમાં મેળવેલી માહિતી લાંબા સમય સુધી યાદ રહેતી નથી.

યાદશક્તિ વધારતા ખાદ્યપદાર્થો:

યાદશક્તિને અસર કરનારા ભોજન અંગે ડૉ. રંગનાયકુલુએ જણાવ્યું કે ફ્કત ઔષધિઓ જ નહીં પણ કેટલાક વિશેષ પ્રકારના ખોરાકથી આપણે યાદશક્તિને વધારે સારી શકાય છે. જેમકે ઘી, તેમાં પણ ખાસ કરીને ગાયનું ઘી જેને 'મેધયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને યાદશક્તિ વધારનાર ખોરાક તરીકે પણ ઓળખાય છે. ઘીનો ઉપયોગ ભારતીય ઘરમાં દાળ, રોટલી, શાક, ખિચડી તમામ ખોરાક સાથે કરવામાં આવે છે. વિશેષ રૂપે બાળકોના ખોરાકમાં વધારે માત્રામાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ વ્યવસ્થિત રીતે થાય.

ઘી ઉપરાંત બ્રાહ્મી, શંખપુષ્પી તથા માલકંગાની જેવી ઔષધીઓનો ઉપયોગ યાદશક્તિ વધારવા માટે કરવામાં આવે છે. વચાને પણ યાદશક્તિ વધારતી ઔષધિઓની યાદીમાં ઉમેરવામાં આવી છે. વચાના નિયમિત ઉપયોગ કરવાથી વાંચન એટલે કે બોલવા સંબંધિત સમસ્યાઓની પણ સારવાર કરી શકાય છે.

આ ઉપરાંત એવા પણ ખાદ્યપદાર્થો છે જેનાથી શરીરનું વજન વધારે અને યાદશક્તિ યોગ્ય રાખવામાં ઉપયોગી છે. કેટલાક જાણકારોનું માનવું છે કે હળદર પણ યાદશક્તિ વધારવામાં ઉપયોગી છે પણ આ અંગે કોઇ સાબિતી અથવા લેખિત પુરાવા મળ્યા નથી. યાદશક્તિ વધારવા માટે કેટલીક ટિપ્સ, કેટલીક ખાસ આદતો અને ભોજને પોતાની દિનચર્યામાં ઉમેરી શકાય જે ઘણી હદ સુધી યાદશક્તિ સારી રાખવામાં મદદરૂપ થઇ શકે છે.

વધુ વાંચો: 14 નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે, ડાયાબિટીસને કાબૂમાં રાખવા શું કરશો?

  • યાદશક્તિને સારી કરવા માટેના નુસખા:

ભોજનમાં ખાંડનો ઓછો ઉપયોગ

યાદશક્તિને સારી કરવા માટેના કેટલાક નુસખા આ પ્રકારે છે. ભોજનમાં વધારે પડતો શર્કરા અથવા ખાંડનો ઉપયોગ યાદશક્તિ ઘટાડે છે અને મગજની કાર્ય કરવાની ક્ષમતા ઘટાડે છે. જેના કારણે અલ્ઝાઇમ જેવા રોગ થવાની શક્યતા રહે છે. આથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમારા દૈનિક આહારમાં ખાંડનો ઓછામાં ઓછો ઉપયોગ કરો.

પૂરતી ઉંઘ

આપણું મગજ વ્યવસ્થિત રીતે કાર્ય કરે તે માટે સારી ઉંઘ પણ જરૂરી છે. ડૉક્ટર અથવા જાણકારોનું માનવું છે કે સારી યાદશક્તિ માટે ઓછામાં ઓછી 7 થી 9 ક્લાકની ઉંઘ જરૂરી છે. આ અંગે કરવામાં આવેલા અનેક પ્રયોગોમાં આ વાત સાબિત થઇ ચુકી છે.

નિયમિત વ્યાયામ

આપણા માનસિક સ્વાસ્થ્યને યોગ્ય રાખવામાં વ્યાયામ ખૂબ જ ઉપયોગી છે. નિયમિત રૂપે કરવામાં આવતી કસરત ભવિષ્યમાં ડિમેંશિયા જેવા રોગની શક્યતા ખૂબ જ ઓછી કરી દે છે.

આહારમાં એન્ટિઑક્સિડન્ટનું યોગ્ય પ્રમાણ

રોજીંદા આહારમાં એન્ટિઑક્સિડન્ટનું પ્રમાણ વધારવામાં આવે તો વધતી ઉંમર સાથે યાદશક્તિ ઘટવાની સમસ્યાને ઘટાડી શકાય છે. ભોજનમાં એવા ફળ અને શાકભાજીની માત્રા વધારવી જોઇએ જેથી એન્ટિઑક્સિડન્ટ વધારે પ્રમાણમાં હોય. આથી યાદશક્તિ ઓછી થવાની સમસ્યા અનેક હદ સુધી નિવારી શકાય છે.

નિયમિત યોગાભ્યાસ

મેડિટેશન એટલે કે ધ્યાન પણ આપણા શરીર અને મગજ પર ઘણી સકારાત્મક અસર પાડે છે. નિયમિત રૂપે ધ્યાન કરવાથી આપણું મગજ શાંત રહે છે અને તણાવ ઓછો થાય છે અને યાદશક્તિ વધારે સારી થાય છે.

વધુ વાંચો: આયુર્વેદ: કોરોના વાઈરસને નાથી શકે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.