ETV Bharat / state

વલસાડના યુવાને ઇન્ડિયા'ઝ ટોપ મોડલમાં મેળવ્યું પ્રથમ સ્થાન

author img

By

Published : Apr 9, 2021, 1:44 PM IST

માત્ર 20 વર્ષની ઉંમર ધરાવતા શહેરના એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ગત અઠવાડિયે મધ્યપ્રદેશ ખાતે યોજાયેલી ઇન્ડિયા'ઝ ટોપ મોડલમાં બેસ્ટ મોડલ તરીકે સ્થાન પ્રાપ્ત કરીને પરિવાર તેમજ વલસાડનુ નામ રોશન કર્યું છે.

વલસાડના યુવાને ઇન્ડિયા'ઝ ટોપ મોડલમાં મેળવ્યું પ્રથમ સ્થાન
વલસાડના યુવાને ઇન્ડિયા'ઝ ટોપ મોડલમાં મેળવ્યું પ્રથમ સ્થાન

  • માતા પિતાની પ્રેરણાથી સતત પ્રેરાઈને તેણે પોતાની પ્રતિભાના ઓજસ પાથર્યા છે
  • એન્જિનિયરિંગની સાથે-સાથે મોડલિંગ ક્ષેત્રે પણ આગળ વધવાની ધરાવે છે ઈચ્છા
  • બે મહિના અગાઉ દક્ષિણ ગુજરાત ટોપ મોડલમાં બેસ્ટ પર્ફોમન્સમાં મેળવ્યું હતું સ્થાન


વલસાડ: વલસાડની પ્રમુખ ગ્રીન સોસાયટીમાં રહેતા 20 વર્ષની ઉંમર ધરાવતા આર્યન્ક જય મંગલ સિંગે વલસાડ શહેરનું નામ રોશન કર્યું છે. આર્યન્કે મધ્યપ્રદેશના સૌ પૂર ખાતે ગત અઠવાડિયે યોજાયેલી ઇન્ડિયા'ઝ ટોપ મોડલમાં બેસ્ટ મોડલ તરીકે સ્થાન પ્રાપ્ત કરીને પરિવાર તેમજ વલસાડનું ગૌરવ વધાર્યું છે.

આ પણ વાંચો: પંચમહાલની દિવ્યાંગ ક્રિકેટ ટીમે સ્પેશિયલ ખેલમહાકુંભમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

બે મહિના અગાઉ બેસ્ટ પર્ફોમન્સનો ખિતાબ મેળવ્યો હતો

આર્યન્ક સિંગે બે મહિના અગાઉ યોજાયેલી સાઉથ ગુજરાત ટોપ મોડલમાં બેસ્ટ પર્ફોમન્સનો ખિતાબ મેળવ્યો હતો. તે સમયે પણ તેના પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

વલસાડના યુવાને ઇન્ડિયા'ઝ ટોપ મોડલમાં મેળવ્યું પ્રથમ સ્થાન

માતા-પિતાની મળતી પ્રેરણાથી પ્રતિભાના ઓજસ પાથરતો પુત્ર

આર્યન્કના પિતા જય મંગલ સિંગ અને માતા જિગીષાબેન તેને આગળ વધવાની સતત પ્રેરણા આપતા આવ્યા છે. પોતાનો પુત્ર માત્ર ગુજરાત અને ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરે એવા હેતુથી માતા-પિતા તેને સતત પ્રોત્સાહન આપતા આવ્યા છે. જેને લઈને તેમનો પુત્ર સફળતાના શિખરો સર કરી રહ્યો છે.

આ પણ વાંચો: ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર અંડર-21 સિંગલ્સ કેટેગરીમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક પર

એન્જિનિયરિંગના બીજા વર્ષમાં કરે છે અભ્યાસ

આર્યન્ક હાલમાં એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસની સાથે સાથે મોડલિંગ પર પણ ધ્યાન આપી રહ્યો છે. ત્યારે આર્યન્કે જણાવ્યું હતું કે, બીજા રાજ્યોની સાથે સાથે હું ઇન્ડિયાનાં બેસ્ટ મોડેલ તરીકે સ્થાન પ્રાપ્ત કરું તેવું મારું સ્વપ્ન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.