ETV Bharat / state

મિત્ર માટે રાજકોટનું દંપતિ બુટલેગર બન્યું, પોલીસે 1.84 લાખના દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

author img

By

Published : Oct 6, 2020, 4:23 PM IST

વાપી ટાઉન પોલીસ મથક સહિત વાપી ડિવિઝનના કુલ 08 પોલીસ મથકમાં સપ્ટેમ્બર માસમાં 436 દારૂના કેસ નોંધાયા છે. દારૂની હેરાફેરીમાં હવે દંપતીઓ પણ સામેલ હોવાનું વાપી ટાઉનમાં સામે આવ્યું છે. જેમાં અર્ટીગા કારમાં રાજકોટનું એક દંપતી 1.84 લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયું હતું.

liquor sized in Gujarat
રાજકોટનું દંપતિ દારૂમાં પકડાયું

વલસાડઃ વાપી ટાઉન પોલીસે 1.84 લાખના દારૂ સાથે રાજકોટના દંપતીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં DYSP વિષ્ણુ પટેલે આપેલી વિગતો મુજબ વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ દમણ બોર્ડર પર પેટ્રોલિંગમાં હતો. ત્યારે દમણમાંથી આવેલી નંબર પ્લેટ વગરની કારને અટકાવી હતી. કારમાં એક નાના બાળક સાથે પતિ-પત્ની બેસેલા હતા. તેઓની પૂછપરછ કરતાં પુરુષનું નામ જય પ્રકાશ પરમાર અને સાથે તેની પત્ની હતી. જેમની કારમાં પગ રાખવાની જગ્યાએ તેમજ સીટના પાછળના ભાગે તપાસ કરતાં દારૂની બોટલો મળી આવી હતી.

liquor sized in Gujarat
પોલીસે કાર કબ્જે કરી
પોલીસે રાજકોટના આ દંપતીની કારમાંથી કુલ 1.84 લાખનો દારૂ કબ્જે કર્યો હતો. વધુ પૂછપરછ કરતાં આ દારૂ તેમને તેમના મિત્ર પ્રવિણ પટેલ અને દ્રષ્ટિક પટેલે ભરાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હાલ દારૂ-કાર મળી કુલ 9.88 લાખના મુદ્દામાલ સાથે દંપતીની અટક કરી અન્ય બે આરોપીઓને વૉન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસેે દારૂ સાથે રાજકોટના દંપતિની અટકાયત કરી

તમને જણાવી દઇએ કે, દારૂની ખેપ મારતા આવા કિસ્સાઓમાં વલસાડ પોલીસે ગત સપ્ટેમ્બરના એક માસમાં જ 436 કેસ નોંધાયા હતા. જેમાં કુલ 32,16,760 રૂપિયાનો દારૂ, 96 વાહનો, 476 આરોપીઓને પકડી કુલ 2,73,35,945 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

DYSP વી. એન. પટેલના જણાવ્યા મુજબ વાપી ડિવિઝન હસ્તક કુલ 8 પોલીસ મથકો છે. જેની સરહદ દમણ મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીની નજીક આવેલી છે. જ્યાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાય છે. બુટલેગીરીમાં નવી મોડેસ ઓપરેન્ડી મુજબ દારૂની હેરાફેરી માટે કાર જેવા વાહનોમાં સ્ત્રીઓની પણ સામેલગીરી કરવામાં આવે છે. તે ઉપરાંત ભંગાર, રાચરસીલું, કંપનીની મશીનરી તેમજ કાર બાઈકમાં અનેક ચોર ખાના બનાવી દારૂની હેરાફેરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં સપ્ટેમ્બરના એક માસમાં જ પોણા 3 કરોડના દારૂ અને વાહનો ઝડપાતા હોય તો એક વર્ષે કેટલા કરોડનો દારૂ ગુજરાતમાં આવતો હશે તે ગંભીર સવાલ છે. તો એ વાતની અચરજ પણ છે કે, માત્ર 8 પોલીસ મથકમાં જ દૈનિક સરેરાશ 2 દારૂના ગુના નોંધાતા હોય છે તેમજ રોજના 12 વાહનો ઝડપાતા હોય તો કઈ રીતે કહી શકાય કે ગુજરાતમાં દારૂબંધી છે.

આ પણ વાંચોઃ વલસાડના બગવાડા પાસે હેલ્થકેરના સામાનમાં લઈ જવાતો 10.75 લાખનો દારૂ ઝડપાયો

વલસાડઃ કોરોના મહામારીને લઈને વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે, તેવા સંજોગોમાં ખેપિયાઓ કોરોના મહામારીનો હાથો બનાવી દારૂની હેરાફેરી કરવાની યુક્તિ અજમાવતા વલસાડ LCBના હાથે ઝડપાઈ ગયા હતા. વલસાડ LCB ટીમના PSI જી.આઈ.રાઠોડ તથા સ્ટાફે બાતમીના આધારે બગવાડા ટોલ બુથ આગળ વોચ ગોઠવી હતી અને બાતમી વાળો ટેમ્પો નંબર GJ-15-AV-1869 આવતા અટકાવ્યો હતો. પોલીસે બોક્ષ ખોલી જોતા હેલ્થકેરના બોક્ષમાં દારૂ સંતાડી લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું, પોલીસે ટેમ્પોમાંથી 10,75,200નો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટેમ્પો ચાલક દિલીપ પ્રભુરાયની ધરપકડ કરી દારૂ અને ટેમ્પો મળી કુલ્લે રૂ 17,81,700નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

આ પણ વાંચોઃ વાપીમાં કેમિકલ ડ્રમની આડમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે 5ની ધરપકડ

વલસાડ: વાપી ટાઉન પોલીસ મોરાઈ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસે શંકાસ્પદ EICHER ટેમ્પોની તપાસ કરતાં ટેમ્પોની અંદરથી દારૂ અને બિયરના કેન મળી આવ્યાં હતાં. જેથી પોલીસે કેમિકલના ડ્રમની આડમાં લઇ જવાતા દારૂ સાથે 5 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે 59,900 રૂપિયાના દારૂ સાથે કુલ 9,61,400 નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.