ETV Bharat / state

વાપી નોટિફાઇડ ફાયર સ્ટેશનને 1.31 કરોડનું Multipurpose Fire Tender મળ્યું

author img

By

Published : Jul 7, 2021, 12:57 PM IST

વાપી નોટિફાઇડ વિસ્તારમાં 2 Fire Station કાર્યરત છે. જેમાં 54 કર્મચારીઓનો સ્ટાફ છે. 4 firefighter tender છે. આ ફાયર સ્ટેશનને આધુનિક બનાવવા નોટિફાઇડ એરિયા ઓથોરીટીએ કમર કસી છે. જે અંતર્ગત હાલમાં જ 1.31 કરોડના ખર્ચે આધુનિક મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર વસાવવામાં આવ્યું છે. એ ઉપરાંત વધુ 2 ફાયર ટેન્ડર વસાવવાનો તેમજ નવું ફાયર સ્ટેશન, નવા ફાયર ક્વાટર્સ તૈયાર કરવાની નેમ છે.

યર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર મળ્યું
યર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર મળ્યું

  • વાપી નોટિફાઇડ ફાયર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર
  • જર્જરિત સ્ટેશન અને કવાર્ટરને નવો લુક અપાશે
  • 4.90 કરોડના ખર્ચે ફાયરના સ્ટાફ માટે નવું ફાયર સ્ટેશન અને ફાયર ક્વાટર્સ બનશે

વલસાડ : વાપી GIDCમાં આવેલા એકમોમાં છાશવારે આગના બનાવો બને છે. જેને પહોંચી વળવા વાપી નોટિફાઇડ એરિયા ઓથોરીટીએ હાલમાં જ 1.31 કરોડના ખર્ચે નવું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર વસાવ્યું છે. 4.90 કરોડના ખર્ચે ફાયરના સ્ટાફ માટે નવું ફાયર સ્ટેશન અને ફાયર ક્વાટર્સ બનાવવાનું ટેન્ડર પણ પૂર્ણ કરી લઈ આગામી દિવસોમાં ફાયર સ્ટેશનને નવા અવતાર સાથે સુસજ્જ કરાઈ રહ્યું છે.

યર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર મળ્યું
યર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર મળ્યું

15 ફૂટ ઊંચેથી અજવાળું પાથરી શકે તેવી હાઈ માસ્ક લાઈટની વ્યવસ્થા

વાપી નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર દેવેન્દ્ર સાગરે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ અદ્યતન મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડરમાં 10,000 લિટરની પાણીની ટાંકી, બે હજાર લિટરની ક્ષમતા ધરાવતી ટાંકી ફોમની ટાંકી, 500 KG BPTની વ્યવસ્થા સાથેનું આ અધ્યતન ફાયર ટેન્ડર છે. રાત્રિના સમયે પ્રકાશની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમાં 15 ફૂટ ઊંચેથી અજવાળું પાથરી શકે તેવી હાઈ માસ્ક લાઈટની વ્યવસ્થા છે.

યર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર મળ્યું
યર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર મળ્યું

આ પણ વાંચો : મહેસાણા ફાયર ટીમને છેલ્લા બે મહિનામાં 71 ઇમરજન્સી, 38 આગના કોલ મળ્યા

જનરેટર સાથેની મલ્ટિપર્પઝ મોનિટરિંગ સિસ્ટમ

પાણીનો ફોર્સએ દરેક ફાયર ટેન્ડરમાં મહત્વનું પાસું છે. જેને ધ્યાને રાખીને આ ફાયર ટેન્ડરમાં મલ્ટિપર્પઝ મોનિટરીંગ સિસ્ટમ છે. જે આધારે ફોર્સને રિમોટથી ઓપરેટ કરી શકાય છે. એક ફાયર સ્ટેશનની જેમ આ જાણે મોબાઈલ ફાયર સ્ટેશન હોય તેવી તમામ સુવિધાઓ છે. જેમાં DC જનરેટરની વ્યવસ્થા છે. જેનાથી અન્ય કોઈપણ સ્થળે પાણી ખૂટી ગયા બાદ જનરેટર શરૂ કરીને ફરીથી પાણી ભરી શકાય છે. અન્ય વોટર બ્રાઉઝર કે ટેન્ડરમાં પણ પાણી ભરી શકાય છે.

યર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર મળ્યું
યર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર મળ્યું

ફાયર ટેન્ડરમાં લૉ-પ્રેશર અને મંગુસ ફાયર ગન પ્રકારની અધ્યતન નોઝલનો સમાવેશ

આગની ઘટના સમયે ઊંચી ઇમારત હોય તો અત્યાર સુધીના ફાયર ટેન્ડરમાં 10 મીટરની સીડી આપવામાં આવતી હતી. આ અદ્યતન ફાયર ટેન્ડરમાં 15 મીટર સુધીની સીડીની વ્યવસ્થા છે. જેથી 45 ફૂટ સુધીની ઊંચી ઇમારતો કે ઔદ્યોગિક એકમોમાં કર્મચારી સીડીનો ઉપયોગ કરી શકશે. પાણીના ફોર્સ માટે પણ અલગ-અલગ નોઝલનો સામાવેશ થાય છે. જેમાં વિદેશમાં વપરાતી લો-પ્રેશર નોઝલ અને મંગુસ ફાયર ગન પ્રકારની અધ્યતન નોઝલનો સમાવેશ છે.

યર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર મળ્યું
યર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર મળ્યું

આ પણ વાંચો : ભાવનગર મહાનગરપાલિકાની ફાયર સાધનો પગલે લાલ આંખ: 45 લોકોને નોટિસ ફટકારી

આવનારા દિવસોમાં વધુ 2 મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર વસાવાશેે

ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત આવી જ અદ્યતન સુવિધા ધરાવતી વધુ બે ફાયરની ગાડીઓ લેવાનો નિર્ધાર પણ છે. જેમાં એક મલ્ટિપર્પઝ પરંતુ મીની ફાયર ટેન્ડર અને બીજું હાઇડ્રોલિક લિફ્ટ સાથેની વ્યવસ્થા ધરાવતું હોય તેવું ફાયર ટેન્ડર આગામી દિવસોમાં વસાવવામાં આવશે.

યર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર મળ્યું
યર સ્ટેશનને 1.31 કરોડનું મલ્ટિપર્પઝ ફાયર ટેન્ડર મળ્યું

4.90 કરોડના ખર્ચે નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનશે

નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ ફાયર સ્ટેશનની ગાડીઓ માટે અધ્યતન ફાયર સ્ટેશન ટેન્ડર વસાવ્યું છે. તે જ રીતે આગામી દિવસોમાં અદ્યતન ફાયર સ્ટેશન માટે અને તેમાં કામ કરતા કર્મચારીઓના સ્ટાફ ક્વાટર્સ માટેનું વિશેષ આયોજન હાથ ધર્યું છે. 4.90 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર બનાવવાનું ટેન્ડર પાસ થઈ ચૂક્યું છે. કર્મચારીઓ માટે સુવિધાસજ્જ આવાસ અને સ્ટેશન આગામી દિવસોમાં ફાયરના કર્મચારીઓને મળશે.

ડી. બી. સાગર, ચીફ ઓફિસર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.