ETV Bharat / state

વાપી નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી

author img

By

Published : Jun 15, 2019, 9:02 AM IST

Vapi

વાપીઃ વાપી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખનો અઢી વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ શુક્રવારે આગામી અઢી વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ગત ટર્મના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલને પ્રમુખ અને મુકુંદાબેન પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

વાપી નગરપાલિકામાં શુક્રવારે સાંજે વિશેષ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ શાસિત વાપી નગરપાલિકામાં અઢી વર્ષ માટેનો પ્રમુખ ઉપપ્રમુખનો કાર્યકાળ સમાપ્ત થતો હોવાથી નવા પ્રમુખની વરણી માટે આયોજિત સામાન્ય સભામાં તમામ વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને પ્રાંત અધિકારી વાય. બી. ઝાલાની ઉપસ્થિતિમાં એક બંધ કવર આપી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે કવર ખોલવામાં આવ્યું હતું. જેમાં ગત ટર્મના ઉપપ્રમુખ વિઠ્ઠલ ભાઈ પટેલની પ્રમુખ તરીકે અને મુકુંદાબેન પટેલની ઉપપ્રમુખ તરીકે નામની જાહેરાત કરવામાં આવતા તમામ સભ્યોએ સર્વાનુમત્તે જાહેરાતને વધાવી હતી.

ઉપપ્રમુખના સિરે પ્રમુખનો તાજ

પાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મુકુંદાબેન પટેલની વરણી માટે ભાજપના વલસાડ જિલ્લા પ્રમુખ કનુભાઈ દેસાઈએ પોતાની સહી સાથે મોકલેલ પત્રમાં દરખાસ્ત મનીષા દાયમાએ કરી હતી. જેને મહોમ્મદ ઈશા મકસુદઅલી શેખે ટેકો આપ્યો હતો. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈએ સૂચવેલ નામને બહાલી આપવા પ્રાંત અધિકારીએ સૌને જણાવ્યા બાદ સર્વાનુમત્તે બન્ને નામની જાહેરાત કરવામાં આવી હતી. નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છા આપીને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ઉપપ્રમુખમાંથી પ્રમુખ બનેલા વિઠ્ઠલભાઈએ જણાવ્યું કે, પાર્ટીના અધ્યક્ષ કનુભાઈ દેસાઈ અને શહેર પ્રમુખ મિતેશ દેસાઈએ તેમના પર વિશ્વાસ મુક્યો છે. તેના માટે તેઓનો આભાર માનું છું. આગામી સમયગાળામાં પણ પ્રોજેકટ પાઈપલાઈનમાં છે, તેને આગળ ધપાવવાની અમારી નેમ રહેશે. જેમાં રિંગરોડ, ઓડિટોરિયમ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ પ્લાન્ટ, તળાવનું સૌંદર્યકરણ સહિતના કામો કરી શહેરીજનોને ઉત્તમ સુવિધા આપવામાં આવશે.

તેમજ ડુંગરા, સુલપડ વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે. તેના માટે એક નવો ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવી આ સમસ્યાને હલ કરવામાં આવશે. હાલમાં વાપીની વસ્તી વધી છે. તે મુજબ આગામી આયોજન કરવામાં આવશે.

ઉપપ્રમુખ મુકુંદાબેન પટેલે જણાવ્યું કે, પાર્ટી અને સંગઠને જે વિશ્વાસ મુક્યો છે. તેમાં તમામ સભ્યોને-હોદ્દેદારોને સાથે રાખી આગામી દિવસોમાં વિકાસના કામો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વાપી નાગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની દૌડમાં ત્રણથી ચાર નગરસેવકોએ પોતાનું લોબિંગ કર્યું હતું. પરંતુ, આખરે વલસાડ ભાજપના પ્રમુખે તમામ નામોને બાકાત કરી વિરોધનો સૂર દાબી દેવા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલને પ્રમુખનો તાજ સોંપી દેવાતા છેલ્લા કેટલાક સમયથી ચાલતી અટકળોનો પણ અંત આવ્યો હતો.

Slug :- વાપી નગરપાલિકામાં ઉપપ્રમુખના સિરે પ્રમુખનો તાજ

Location :- વાપી

વાપી :- વાપી નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખના અઢી વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ આજે આગામી અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ગત ટર્મ ના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલને પ્રમુખ અને મુકુંદાબેન પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

વાપી નગરપાલિકામાં શુક્રવારે સાંજે વિશેષ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ શાસિત વાપી નગરપાલિકામાં અઢી વર્ષ માટેનો પ્રમુખ ઉપપ્રમુખનો કાર્યકાળ સમાપ્ત થતો હોય નવા પ્રમુખની વરણી માટે આયોજિત આ સામાન્ય સભામાં તમામ વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં જેઓને પ્રાંત અધિકારી વાય. બી. ઝાલા ની ઉપસ્થિતિમાં એક બંધ કવર આપી પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે કવર ખોલવામાં આવ્યું હતું. જેમાં ગત ટર્મના ઉપપ્રમુખ વિઠ્ઠલ ભાઈ પટેલની પ્રમુખ તરીકે અને મુકુંદાબેન પટેલની ઉપપ્રમુખ તરીકે નામની જાહેરાત કરવામાં આવતા તમામ સભ્યોએ સર્વાનુમત્તે આ જાહેરાતને વધાવી હતી.

પાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મુકુંદાબેન પટેલની વરણી માટે ભાજપના વલસાડ જિલ્લા પ્રમુખ કનુભાઈ દેસાઈએ પોતાની સહી સાથે મોકલેલ પત્રમાં દરખાસ્ત મનીષા દાયમાએ કરી હતી જેને મહોમ્મદ ઈશા મકસુદઅલી શેખે ટેકો આપ્યો હતો. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈએ સૂચવેલ નામને બહાલી આપવા પ્રાંત અધિકારીએ સૌને જણાવ્યા બાદ સર્વાનુમત્તે બંને નામની જાહેરાત કરવામાં આવી હતી. જેઓને તમામ સભ્યોએ વધાવી લીધો હતી. અને બંને નવા પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા

આ પ્રસંગે ઉપપ્રમુખમાંથી પ્રમુખ બનેલા વિઠ્ઠલભાઈએ જણાવ્યું હતું કે પાર્ટીના અધ્યક્ષ કનુભાઈ દેસાઈ અને શહેર પ્રમુખ મિતેશ દેસાઈએ તેમના પર જે વિશ્વાસ મુક્યો છે. તે માટે તેઓનો આભાર. આગામી સમયગાળામાં જે પણ પ્રોજેકટ પાઈપલાઈનમાં છે તેને આગળ ધપાવવાની અમારી નેમ રહેશે. જેમાં રિંગરોડ, ઓડિટોરિયમ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ પ્લાન્ટ, તળાવનું સૌંદર્યકરણ સહિતના કામો કરી શહેરીજનોને ઉત્તમ સુવિધા આપવામાં આવશે. તેમજ ડુંગરા, સુલપડ વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે. તે માટે એક નવો ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવી આ સમસ્યાને હલ કરવામાં આવશે. હાલમાં વાપીની વસ્તી વધી છે તે મુજબ આગામી આયોજન કરવામાં આવશે. જ્યારે ઉપપ્રમુખ મુકુંદાબેન પટેલે જણાવ્યું હતું કે પાર્ટી અને સંગઠને જે વિશ્વાસ મુક્યો છે. તેમાં તમામ સભ્યોને - હોદ્દેદારોને સાથે રાખી આગામી દિવસોમાં વિકાસના કામો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વાપી નાગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની દૌડ માં ત્રણ થી ચાર નગરસેવકોએ પોતાનું લોબિંગ કર્યું હતું. પરંતુ, આખરે વલસાડ ભાજપના પ્રમુખે આ તમામ નામોને બાકાત કરી વિરોધનો સૂર દાબી દેવા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલને પ્રમુખનો તાજ સોંપી દેતા છેલ્લા કેટલાક સમયથી ચાલતી અટકળોનો પણ અંત આવ્યો હતો.

Bite :- વિઠ્ઠલભાઇ પટેલ, પ્રમુખ, વાપી નગરપાલિકા
Bite :- મુકુંદાબેન પટેલ, ઉપપ્રમુખ, વાપી નગરપાલિકા
Video spot send FTP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.