ETV Bharat / state

Vapi Crime : પાંચ લાખ અને ફોર્ચ્યુનર કારની ખંડણી માગનારી કથિત મહિલા પત્રકારોની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી

author img

By

Published : Jul 27, 2023, 3:42 PM IST

વાપીના બલિઠામાં સ્પા સંચાલક પાસે પાંચ લાખની ખંડણી માંગનારા અને એક તબીબ પાસે ફોર્ચ્યુનર કારની ડિમાન્ડ કરી 1.80 લાખ પડાવનારા 3 કહેવાતા પત્રકારો પૈકી 2 કથિત મહિલા પત્રકારોની ધરપકડ કરી છે. સાથે જ આ ટોળકીએ આવા કેટલા લોકો પાસેથી ખંડણી વસૂલી છે તે અંગે વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.

Vapi Crime : પાંચ લાખ અને ફોર્ચ્યુનર કારની ખંડણી માગનારી કથિત મહિલા પત્રકારોની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી
Vapi Crime : પાંચ લાખ અને ફોર્ચ્યુનર કારની ખંડણી માગનારી કથિત મહિલા પત્રકારોની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી

વાપી ટાઉન પોલીસે તપાસ વધુ હાથ ધરી

વાપી : વાપીમાં એક રીક્ષા ચાલકને અપશબ્દ કહેવાય તેવો સવાલ પૂછી રાતોરાત સોશ્યલ મીડિયામાં જાણીતી બનેલી દમણની કથિત મહિલા પત્રકાર સહિત બીજી દાદરા નગર હવેલીની કથિત પત્રકાર અને વાપીના કથિત પત્રકાર વિરુદ્ધ ખંડણી માંગવાની 2 અલગ અલગ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં વાપી ટાઉન પોલીસે ફરાર ત્રણેય કથિત પત્રકારો પૈકી બે કથિત મહિલા પત્રકારોની ધરપકડ કરી છે.

એક પાસે 5 લાખ ની અને બીજા પાસે કારની ડિમાન્ડ : વાપીમાં બલિઠા ખાતે મસાજ પાર્લરના સંચાલક પાસે પાંચ લાખની ખંડણી માંગનારા અને તબીબ પાસે ફોર્ચ્યુનર કારની ડિમાન્ડ કરી 1.80 લાખ પડાવનારા 3 કહેવાતા પત્રકારો પૈકી 2 કથિત મહિલા પત્રકારોની ટાઉન પોલીસે ધરપકડ કરી છે. આ અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવેએ વિગતો આપી હતી કે, આ ટોળકીએ આવા કેટલા લોકો પાસેથી ખંડણી વસૂલી છે. તેમની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે. તે અંગે તપાસ હાથ ધરી છે.

આ ટોળકીએ ક્યાં ક્યાં અને કેટલા પૈસા કેટલા લોકો પાસેથી પડાવ્યા છે. કેટલા લોકોને બ્લેકમેલ કર્યા છે. તે બાબતની તપાસ ટાઉન પોલીસે હાથ ધરી છે. આ ત્રિપુટી વાપી ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થામાં સેક્રેટરી, ટ્રેઝરર અને જોઈન્ટ ટ્રેઝરરના હોદ્દા ધરાવે છે. એટલે અન્ય કોઈ હોદ્દેદારો આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ તે તપાસ કરી તેમની વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે...બી. એન. દવે (ડીવાયએસપી)

2 મહિલા પત્રકારની ધરપકડ, એક ફરાર : ડીવાયએસપી બી. એન. દવેએ જણાવ્યું હતું કે, વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર રામપ્રસાદ પ્રવેશસિંહે ફરિયાદ નોંધાવી હતી કે તે બલિઠા ખાતે ખુશી મસાજ પાર્લર ચલાવે છે. આ મસાજ પાર્લરમાં વાપીના ત્રણ કહેવાતા પત્રકારો જેમાં એક પુરુષ ક્રિષ્ના ઝા, અને 2 મહિલા સોનિયા ઉર્ફે સંધ્યા ચૌહાણ અને સેમ શર્માએ આવી જણાવ્યું હતું કે, તે મસાજ પાર્લરમાં યુવતીઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવે છે. તે ધંધો કરવો હોય તો પાંચ લાખ રૂપિયા વાર્ષિક આપવા પડશે. જો પાંચ લાખ રૂપિયા નહીં આપે તો સમાચારમાં છાપી બદનામ કરશું અને ધંધો બંધ કરવી દઈશું.

તબીબ પાસે 1.80 લાખ પડાવ્યા : કથિત પત્રકારોની આ ધમકીથી ગભરાયેલા જીતેન્દ્રએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે વાપી ટાઉન પોલીસે ફરિયાદ નોંધી હતી. જે સમાચાર માધ્યમોમાં પ્રસારિત થઇ હતી. જેથી અન્ય લોકોને જાણ થતા આ ત્રિપુટીનો ભોગ બનનાર ઉમરગામ તાલુકાના ફણસા ગામના ડોક્ટર રાકેશ દેવકી દાહોએ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ન્યૂઝપેપર અને યૂટ્યૂબ ના આ કથિત પત્રકારોએ તેમની પાસેથી પણ 1.80 લાખ રૂપિયા પડાવ્યા છે.

ટ્રસ્ટમાં હોદ્દો ધરાવતા અન્ય હોદ્દેદારોની સંડોવણી : આ કથિત ત્રિપુટીએ તબીબના ફણસા ખાતે આવેલ ક્લિનિકમાં આવી વિડિઓ શૂટિંગ કર્યું હતું. તે બાદ તબીબ બોગસ ડોક્ટર હોવાનું અને દર્દીઓને ખોટી દવાઓ આપતા હોવાનું સમાચાર માધ્યમોમાં પ્રસારિત કરી બદનામ કરવાની ધમકી આપી હતી. તબીબે આ ત્રિપુટી સામે આજીજી કરતા ત્રિપુટીએ તેમને વાપી ખાતે આવેલ વાપી મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસે બોલાવ્યા હતાં. જ્યાં તબીબ પાસે ન્યુઝ ન ચલાવવા પેટે ફોર્ચ્યુનર કાર માંગી હતી. તબીબની હેસિયત ન હોવાથી આખરે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ આ ત્રિપુટી એ જણાવ્યું હતું કે તેમની સાથે ટ્રસ્ટના અન્ય કુલ 12 જેટલા હોદ્દેદારો હોય 1.80 લાખ રૂપિયા આપવાનું કહેતા તબીબે તે રૂપિયા ચૂકવ્યા હતા. જેની ફરિયાદ પણ વાપી ટાઉન પોલીસમાં દાખલ કરવામાં આવી હતી.

આગોતરા જામીન નામંજૂર થતા બુધવારે શરણે થયા : કહેવાતા કથિત પત્રકારો સામે 2 ફરિયાદ નોંધાતા શરૂઆતમાં ફરાર રહેલા ત્રણેય કહેવાતા પત્રકારો પૈકી બે મહિલા પત્રકાર સોનિયા ચૌહાણ અને સેમ શર્માએ વાપી કોર્ટમાં મુકેલ આગોતરા જામીન નામંજૂર થતા બુધવારે ટાઉન પોલીસ સ્ટેશનને શરણે થયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જાહેર જનતાને અપીલ કરી : ડીવાયએસપી બી. એન. દવેએ વાપીની જાહેર જનતાને અપીલ કરી છે કે આ કથિત પત્રકારોનો કે તેની સાથેના અન્ય કથિત પત્રકારોનો જે કોઈ ભોગ બનેલ હોય, તેમની પાસેથી પૈસા પડાવ્યા હોય તેવા લોકો પણ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં અથવા ડીવાયએસપી ઓફિસે આવી ફરિયાદ નોંધાવશે તો તે ફરિયાદ આધારે તેવા પીડિત લોકોને પણ પોલીસ ન્યાય અપાવશે. ત્યારે હવે આ અપીલ આધારે વધુ લોકો પણ ખંડણી માંગતા અને બ્લેક મેઇલીંગ કરતા આ પત્રકારો વિરુદ્ધ ફરિયાદ કરવા આગળ આવી શકે છે.

  1. Ahmedabad Crime : બોગસ પત્રકાર આશિષ કંજારીયાએ ખંડણીથી મેળવેલી રકમનો આંકડો દોઢ કરોડે પહોંચ્યો, નાણાં ક્યાં વાપર્યાં એ બહાર આવ્યું
  2. Ahmedabad crime news: શાળાના ટ્રસ્ટીઓને ડરાવી ધમકાવી લાખો રૂપિયાની ખંડણી માગનાર બોગસ પત્રકાર ઝડપાયો
  3. Ahmedabad Crime : પોલીસ અને પત્રકારના નામે સ્પામાં રૂપિયા ઉઘરાવતા 3 ઠગબાજો ઝડપાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.