ETV Bharat / state

તિથલ દરિયા કિનારે અચાનક ભરતી આવતા મહિલાનું તણાઇ જવાથી મોત

author img

By

Published : Jul 8, 2019, 5:29 PM IST

વલસાડઃ જિલ્લા પંથકના તિથલ દરિયા કિનારે બેસેલી એક આધેડ વયની મહિલા અચાનક દરિયાની ભરતીમાં તણાઈ જતા તેમનું મોત થયું હતું. મહિલાનો મૃતદેહ દરિયા કિનારે તણાઈ આવતા ગામના સરપંચ સ્થળ પર દોડી આવ્યા હતા. આ મહિલા કોણ છે અને કયાની છે તે અંગેની તપાસ હાથ ધરી હતી.

valsad

વલસાડના તિથલ દરિયા કિનારે બેસેલી એક આધેડ વયની મહિલા અચાનક દરિયાની ભરતીમાં તણાઈ જતા મહિલાનું મોત થયું હતું. તિથલના મહિલા સરપંચના પતિ રાકેશભાઈ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે, વહેલી સવારે તિથલ દરિયા કિનારે આવેલા સ્મશાનની બાજુમાં એક મહિલા જેની ઉંમર આશરે 50 થી 55 વર્ષની છે. જે મહિલા દરિયા કિનારે પગથિયા પર બેઠી હતી. તે દરમિયાન દરિયામાંથી એકાએક મોજા ઉછળતા આ મહિલા તણાઈ ગઈ હતી અને તેનો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો હતો. હાલ આ મહિલા કોણ છે અને ક્યાની છે, તે તપાસ કરવા માટે આસપાસની હોટલો અને રેહણાંક વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી મૃતક મહિલાની ઓળખ થઈ ન હતી અને આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

તિથલ દરિયા કિનારે અચાનક ભરતી આવતા મહિલાનું તણાઇ જવાથી મોત
Intro:વલસાડ ના તીથલ દરિયા કિનારે બેસેલી એક આધેડ વય ની મહિલા અચાનક દરિયા ની ભરતી માં તણાઈ જતા મહિલા નું મોત નીપજ્યું હતું. અને મહિલા ની લાશ દરિયા કિનારે તણાઈ આવતા ગામના સરપંચ સ્થળ પર દોડી આવ્યા હતા. અને આ મહિલા કોણ છે અને કયા ના છે તે અંગે ની તપાસ હાથ ધરી હતી.Body:તીથલ ના મહિલા સરપંચ ના પતિ રાકેશભાઈ પટેલ એ વધુ માહિતી આપતા જણાવ્યું કે, આજે વેહલી સવારે તીથલ દરિયા કિનારે આવેલા સ્મશાન ની બાજુમાં એક મહિલા જેની ઉંમર આશરે ૫૦ થી ૫૫ વર્ષ ની જેણે શરીરે મરૂમ કલર નું ટી શર્ટ અને બ્લેક કલર નું ટ્રેક પેન્ટ પેહરેલ હતું. અને આ મહિલા દરિયા કિનારે પગથિયા પર બેઠી હતી. તે દરમિયાન દરિયા માંથી એકાએક મોજા ઉછળતા આ મહિલા તણાઈ ગઈ હતી. અને તેની લાશ દરિયા કિનારે થી થોડીજ ક્ષણો મળી આવી હતીConclusion:હાલ તો આ મહિલા ક્યાની છે. તે તપાસ કરવા માટે આસપાસ ની હોટલો અને રેહણાંક વિસ્તારો મા તપાસ કરી હતી. પરંતુ હજુસુધી મારનાર મહિલા ની ઓળખ થઈ ન હતી. અને આ અંગે પોલીસ ની પણ જાણ કરી દેવામાં હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.