ETV Bharat / state

Floating Jetty : ગુજરાતની પ્રથમ ફ્લોટિંગ જેટી ઉમરસાડી માછીવાડમાં, લોકાર્પણની તારીખ કરાઈ જાહેર

author img

By

Published : Apr 15, 2023, 1:25 PM IST

Floating Jetty : ગુજરાતની પ્રથમ ફ્લોટિંગ જેટી ઉમરસાડી માછીવાડમાં, લોકાર્પણની તારીખ કરાઈ જાહેર
Floating Jetty : ગુજરાતની પ્રથમ ફ્લોટિંગ જેટી ઉમરસાડી માછીવાડમાં, લોકાર્પણની તારીખ કરાઈ જાહેર

વલસાડના ઉમરસાડી ગામે 8 કરોડના ખર્ચ ગુજરાતની પ્રથમ ફ્લોટિંગ જેટી તૈયાર થવા જઈ રહી છે. જેટી પહેલા ન હોવાના કારણે માછીમારોન મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે હવે આગામી સમયમાં ફ્લોટિંગ જેટીની લોકાર્પણની જાહેરાત કરતા ખુશીનો માહોલ છવાયો છે.

ફ્લોટિંગ જેટીના કામગીરીને લઈને પ્રધાનોનું સ્થળ નિરીક્ષણ

વલસાડ : પારડી તાલુકાના ઉમરસાડી ગામે 8 કરોડના ખર્ચે બની રહેલા ફ્લોટિંગ જેટીની પ્રગતિમાં માછીમારોને હોડી લાંગરવા માટે મોટો ફાયદો થશે. આ અગાઉ જેટી ન હોવાથી માછીમારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ફ્લોટિંગ જેટીના કામની પ્રગતિ કેટલે પહોંચી તે માટે રાજ્યના ફિશરીઝ વિભાગના પ્રધાન રાઘવજી પટેલ અને નાણાપ્રધાન કનુ દેસાઈ એ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ લોકાર્પણની પણ જાહેરાત કરી હતી.

ઉમરસાડીના માછીમારોને પડતી હતી મુશ્કેલી : નાણાપ્રધાન કનુ દેસાઈના ગામ ઉમરસાડી ખાતે આવેલા માછીવાડમાં માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા મોટાભાગના પરિવારોને પોતાની હોડીઓ લાંગરવા માટે કોઈ પ્રકારની જેટી ન હોવાને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અગાઉ પાર નદીમાં જ્યાં જેટી બનાવવામાં આવી હતી. એ જેટી ભરતીના કારણે પાળાઓ ધોવાઈ જવાથી જર્જરીત હાલતમાં થઈ ગઈ હતી. જેના કારણે સ્થાનિકોને દરિયામાંથી મચ્છી લઈને આવતી બોટો લાંગરવા માટે નદીના બીજા કાંઠે જવું પડે છે.

8 કરોડના ખર્ચે ફ્લોટિંગ જેટી : સ્થાનિક અગ્રણીઓએ તૂટેલી જેટીને સમારકામ માટે મત્સ્ય વિભાગના પ્રધાન અને નાણાપ્રધાન કનુ દેસાઈ સમક્ષ માછીમારોના વિવિધ મંડળો દ્વારા તૂટેલી જેટીને સમારકામ માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કનુ દેસાઈ દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજી સાથેની નવીનતમ જેટી માછીમારોને મળે એ માટે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મુકવા માટે ગુજરાતમાં પ્રથમ ઉમરસાડી માછીવાડ પર પસંદગી ઉતારવામાં આવી હતી. જે માટે રૂપિયા 8 કરોડ જેટલી જંગી રકમની ફાળવણી કરાઈ હતી.

કઈ ડિઝાઇનની જેટી બનશે : ઉમરસાડી માછીવાડ ખાતે તૈયાર થઈ રહેલી ફ્લોટિંગ જેટી અદ્યતન ડિઝાઇન સાથે IITની માન્યતા પ્રાપ્ત ડિઝાઇનની બનાવવામાં આવી રહી છે. આ માટે વિશેષ ઈજનેર ટીમો કામ કરી રહી છે. જે જેટી દરિયાની ભરતી ઓટ બન્ને સમયે પાણીની સપાટી સાથે ઉપર નીચે થાય એ રીતની પાણી ઉપર ફ્લોટિંગ તરતી રહેશે. જેથી ભરતી ઓટ સમયે તેને કોઈ અસર થશે નહીં.

આ પણ વાંચો : Fishermen Jailed : સજા પૂરી થઈ ગઈ હોવા છતાં માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી કરાયા નથી મુક્ત

કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા : માછીમારી દરિયેથી આવતી બોટમાં ઝીંગા, પમ્પલેટ, બૂમલા જેવી અનેક જાણીતી અને ઊંચી માંગ ધરાવતી માછલીઓ લાવે છે. આ તમામ માછલીઓ અનેક શહેરોમાં એક્સપોર્ટ થઈ શકે એ માટે અહીં કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે. જે માટે ત્રણથી વધુ ડોમ બનાવવામાં આવ્યા છે. જ્યાં માછીમારી કરીને લાવવામાં આવતી માછલીઓને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો : Valsad News : દરિયા કાંઠેથી લાકડું મળ્યું! લાકડામાંથી આબેહૂબ બ્લેક પર્લ જહાજ કંડારતા મિત્રોએ પ્રચાર કરતા થ્યો પગભર

મત્સ્યપ્રધાન રાઘવજી પટેલ દ્વારા લોકાર્પણ : ઉમરસાડી માછીવાડ ખાતે અંદાજે 8 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલી ફ્લોટિંગ જેટીની 90 ટકા કામગીરી પૂર્ણતાને આરે છે, ત્યારે મત્સ્ય વિભાગના પ્રધાન રાઘવજી પટેલ અને નાણાપ્રધાન કનુ દેસાઈએ ઉમરસાડી માછીવાડ વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. અને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સ્થળ પર કામ કરી રહેલા અનેક ઇજનેરો સાથે કામગીરી કેટલે પહોંચી તે અંગેની ચર્ચાઓ કરી અને સલાહ સૂચનો આપ્યા હતા. સાથે જ એક માસમાં આ કામગીરી પૂર્ણ થતા 15 મે ના રોજ લોકાર્પણ કરશે જેની જાહેરાત પણ કરી હતી. આમ, આ પાયલોટ પ્રોજેકટ ગુજરાતમાં હાલ બે જગ્યા પર સૌરાષ્ટ્રના ચોરવાડ અને પારડીના ઉમરસાડી ખાતે અમલમાં મુકવામાં આવ્યો છે. કે 15 મેં ના રોજ બનીને તૈયાર થઈ જતા લોકાર્પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.