ETV Bharat / state

Valsad Rain : વલસાડ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી, જિલ્લામાં 1 ઇંચથી 10 ઇંચ વરસાદ

author img

By

Published : Jun 26, 2023, 4:00 PM IST

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 28 કલાકમાં સરેરાશ 1 ઇંચથી 10 ઇંચ જેટલો વરસાદ જિલ્લામાં નોંધાયો છે. સારા વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વરસાદને કારણે પાણી કાદવ કિચ્ચડને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

Valsad Rain : વલસાડ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી, જિલ્લામાં 1 ઇંચથી 10 ઇંચ વરસાદ
Valsad Rain : વલસાડ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી, જિલ્લામાં 1 ઇંચથી 10 ઇંચ વરસાદ

વલસાડ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી

વાપી : વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમરગામમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં મેઘરાજાએ પોતાનું હેત વરસાવી ઉકળાટભર્યા વાતાવરણથી લોકોને રાહત આપી સર્વત્ર ઠંડક પ્રસરાવી છે. સારા વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે સમગ્ર આસપાસના વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે તેના આંકડા પણ સામે આવ્યા છે.

ઉમરગામમાં અનરાધાર મેઘ : વલસાડ જિલ્લામાં રવિવારથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. પ્રથમ તબક્કાના આ વરસાદમાં સર્વત્ર 1 ઇંચથી 10 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. વલસાડ કન્ટ્રોલ રૂમ તરફથી મળેલા આંકડા મુજબ વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરગામ તાલુકામાં સોમવારે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન 225mm વરસાદ વરસ્યો છે. જ્યારે સોમવારે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે 25mm વરસાદ વરસ્યો છે. સતત ધીમીધારે વરસેલા વરસાદથી ઉમરગામના વિવિધ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. જેને કારણે સોળસુંબા વિસ્તારમાં બની રહેલ ઉમરગામ રેલ્વે ઓવરબ્રિજનો સર્વિસ રોડ વાહન ચાલકો માટે પ્રથમ વરસાદે જ માથાનો દુઃખાવો બન્યો છે.

વરસાદના નોંધાયેલા આંકડા : વલસાડ જિલ્લામાં છેલ્લા 28 કલાકમાં નોંધાયેલા વરસાદની વિગતો જોઈએ તો, કપરાડા તાલુકામાં 60mm, ધરમપુર તાલુકામાં 28mm, પારડી તાલુકામાં 36mm, વલસાડ તાલુકામાં 61mm જ્યારે વાપીમાં 89mm વરસાદ વરસ્યો છે. એ જ રીતે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં સોમવારે સવારે 8 વાગ્યે પુરા થતા 24 કલાકમાં 69.8mm વરસાદ નોંધાયો છે. ખાનવેલમાં 105mm વરસાદ નોંધાયો છે. તો, દમણ માં 96mm વરસાદ નોંધાયો છે.

જનજીવન પ્રભાવિત : સમગ્ર પંથકમાં બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લોકોએ બફારામાંથી મુક્તિ મેળવી છે. સર્વત્ર ઠંડકનો માહોલ પ્રસર્યો છે. જો કે ધીમી ધારે વરસતા વરસાદથી કોઈ મોટી સમસ્યા સર્જાય નથી, પરંતુ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પહેલા વરસાદથી જ પાણી ભરાવાના શરૂ થતાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. પાણી-કાદવ કિચ્ચડને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદને લઈ ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી છે.

  1. Rajkot Rain: રાજકોટ જિલ્લામાં વરસાદી વાતાવરણ, સૌથી વધુ લોધિકામા અને સૌથી ઓછો જસદણમાં વરસાદ
  2. Gujarat Monsoon Update : નવસારી જિલ્લામાં ધીમીધારે વરસાદનું આગમન, કાવેરી બે કાંઠે વહી
  3. Rain News : ડભાસામાં સિઝનનો પહેલો વરસાદ દુઃખ ભર્યો, વીજળી પડતા બે પશુઓના મૃત્યુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.