ETV Bharat / state

તૌકેત વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ

author img

By

Published : May 15, 2021, 10:53 PM IST

તૌકતે નામનું વાવાઝોડું તારીખ 16થી 18 મે દરમિયાન અરબી સમુદ્ર માંથી પસાર થનાર છે. આથી, વલસાડ જિલ્લાને પણ અસર કરી શકે છે. ત્યારે, આ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ તેમજ કેટલાક વિસ્તારમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે, જ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વધી છે. તેવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર શરૂ થયેલા ડિસ્ટ્રિક્ટ એરોગન્ટ યુનિટ પ્રોજેક્ટના કૃષિ હવામાન વિષય નિષ્ણાંતે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે, ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત સ્થળ ઉપર રાખવા માટેની સલાહ પણ આપી છે.

તૌકેત વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ
તૌકેત વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ

  • તારીખ 16થી 18 મે દરમિયાન જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદના શક્યતા
  • વાવાઝોડાને કારણે પવનની ગતિમાં વધારો થવાની થશે
  • આંબાવાડીમાં કેરી ધરાવતા ખેડૂતો માટે વાવાઝોડું ચિંતાનો વિષય

વલસાડ: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા હાલમાં જ શરૂ કરવામાં આવેલા ડિસ્ટ્રિક્ટ એરોગન્ટ યુનિટ પ્રોજેક્ટ દ્વારા જિલ્લાના હવામાન અંગેની જાણકારી ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી કે ખેડૂતના આઈ-પોર્ટલ (iportal) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી સાથે જોડાયેલા વોટ્સએપ (whatsapp) ગ્રુપ દ્વારા આપવામાં આવે છે. ત્યારે, હાલમાં આવી રહેલા વાવાઝોડાને પગલે ખેડૂતોએ કેવા પ્રકારની તકેદારી રાખવી તે અંગેની જાણકારી આપતાં વિષય નિષ્ણાંતે જણાવ્યું કે, જિલ્લામાં વાવાઝોડાના સમય દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેમ છે. જેને પગલે ખેડૂતોએ સતર્ક રહેવું તેમજ પોતાના પાકને સુરક્ષિત સ્થળે રાખવો જોઈએ.

તૌકેત વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ

આ પણ વાંચો: ગુજરાત પર તોળાતા વાવાઝોડા 'તૌકતે'ના જોખમને અનુલક્ષીને તંત્ર સજ્જ, તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

પવનની ગતિ તેજ થવાને પગલે આંબાવાડીના ખેડૂતો માટે ચિંતાનો વિષય

હાલ આંબાવાડી ધરાવતા ખેડૂતોમાં કેરીનો પાક તૈયાર થઇ ચૂક્યો છે. એક અઠવાડિયા બાદ કેરીના પાકને ઉતારવાની સિઝન શરૂ થશે. પરંતુ, આ દરમિયાન, આવી રહેલા આ વાવાઝોડાને પગલે કેરીનો પાક જમીનદોસ્ત થઈ જાય એવી દહેશત વર્તાઈ રહી છે. વાવાઝોડાની ચેતવણીઓ શરૂ થતાની સાથે જ આંબાવાડી ધરાવતા ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું છે. જોકે, કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો કેરીનો પાક તૈયાર થઇ ચૂક્યો હોય તો ખેડૂતોએ તૈયાર પાકને ઉતારી લઈ સુરક્ષિત સ્થળે મૂકી દેવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે, જ કાપણી, લણણી કે દવા છંટકાવ જેવી પ્રક્રિયાઓ પણ ખેડૂતોએ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

તૌકેત વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ
તૌકેત વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડા બાબતે રાજ્ય સરકારની કેવી છે તૈયારીઓ જુઓ અમારો આ અહેવાલ

અમરેલી ડિસ્ટ્રિક્ટ એરોગન્ટ યુનિટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો

સરકાર દ્વારા ખેડૂતોને સમયાંતરે હવામાન અંગેની જાણકારી મળી રહે તેવા ઉમદા હેતુસર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી ખાતે ડિસ્ટ્રિક્ટ એરોગન્ટ યુનિટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેના થકી જિલ્લામાં કૃષિ હવામાન અંગેની તમામ પ્રકારની જાણકારી મેળવી શકાય છે. દર 20થી 25 મિનિટમાં યુનિટ દ્વારા હવામાં ભેજ, ગરમી, જમીનનો ભેજ તેમજ વરસાદની તમામ પ્રકારની હિલચાલ હવાની ગતિ જેવી તમામ પ્રકારની જાણકારીઓ ઉપલબ્ધ બની રહે છે. ત્યારે, વાવાઝોડા અંગેની પણ માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ હવામાન વિષય નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે અને જિલ્લા મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.