ETV Bharat / state

Valsad news : નુકસાનીનું વળતર માટે વલસાડને બાકાત રાખતા 49 ગામના સરપંચોએ કલેક્ટર આપ્યું આવેદન

author img

By

Published : May 19, 2023, 7:53 PM IST

Valsad news : નુકસાનીનું વળતર માટે વલસાડને બાકાત રાખતા 49 ગામના સરપંચોએ કલેક્ટર આપ્યું આવેદન
Valsad news : નુકસાનીનું વળતર માટે વલસાડને બાકાત રાખતા 49 ગામના સરપંચોએ કલેક્ટર આપ્યું આવેદન

સર્વે બાદ સરકારે વલસાડ જિલ્લાને નુકશાનીના વળતર માટે બાકાત રાખતા ખેડૂતો રોષે ભરાયા છે. કોઈપણ કારણ વગર ખેડૂતોને નુકસાની સર્વેમાં બાકાત રાખતા 49 ગામના સરપંચોએ કલેક્ટર આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે, રાત્રિ દરમિયાન પંચાયત ઓફિસ ખુલ્લી રાખી અરજી ફોર્મ ભર્યા હતા.

નુકસાનીનું વળતર માટે વલસાડને બાકાત રાખતા ખેડૂતોમાં રોષ

વલસાડ : પાક નુકસાની સર્વેમાં ગુજરાત સરકારે 13 જિલ્લા અને 46 તાલુકાને વળતર આપવાની જાહેરાત કરી છે. જેમાં વલસાડ જિલ્લાને બાકાત રાખતા ખેડૂતો સહિત હવે 49 ગામના સરપંચો મેદાને પડ્યા છે. કોઈપણ કારણ વગર ખેડૂતોને નુકસાની સર્વેમાં બાકાત રાખવામાં આવતા વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેકટરને 49 ગામના સરપંચો સહિત ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું. પાક નુકશાની વળતરને લઈને હવે જિલ્લાના ખેડૂતો અને સરપંચોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતો દ્વારા આવેદનપત્ર : સરપંચોના જણાવ્યા મુજબ દિવસ અને રાત્રીમાં ગ્રામ પંચાયત ચાલુ રાખી સર્વે દરમિયાન તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. હાલ જે સરકાર દ્વારા જાહેર કરાયેલા અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાની મળવા પાત્ર છે. જેમાં વલસાડ જિલ્લાને બાકાત રાખવામાં આવતા ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી આવી વલસાડ જિલ્લા અધિક કલેકટર એ.આર. જહાંને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વરસાદનો માર ખેડૂતોને : વલસાડ જિલ્લો આમ તો કેરી માટે સમગ્ર વિશ્વમાં જાણીતો છે અને મોટાભાગના ખેડૂતો અહીં આંબાવાડીની કેરીઓ પર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. વર્ષમાં એકવાર આવતી કેરીઓને લઈને તેઓ સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરે છે, પરંતુ હું આ સમગ્ર ઉત્પાદન કુદરતી વાતાવરણ પર આધારિત છે. જોકે છેલ્લા બે વર્ષથી કેરીના પાકને કુદરતી વાતાવરણ અનુકૂળ ન આવતા કેરીના પાકને નુકસાન થયું છે. આ વર્ષે પણ ફેબ્રુઆરી માર્ચમાં બે બે વાર માવઠું આવતા ફ્લાવરિંગની સિઝન દરમિયાન વરસાદી પાણી પડવાને કારણે મોટાભાગના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.

3500 હેકટરમાં આંબાવાડી વિસ્તાર : વલસાડ જિલ્લાની હાફૂસ કેરી સમગ્ર ગુજરાત નહિ પણ વિશ્વમાં પ્રખ્યાત છે. વલસાડ જિલ્લામાં બાગાયત વિભાગના જણાવ્યા અનુસાર 3500 હેક્ટર વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી કલાઈમેટ ચેન્જની અસરને કારણે કેરીના ઉત્પાદન પર તેની સીધી અસર વર્તાઈ રહી છે. કમોસમી વરસાદને કારણે આ વર્ષે કેરીના પાકને આંબે ફૂલ બેસે એ જ સમયે વરસાદી માહોલ થતા જેટલા પ્રમાણમાં ફૂલો આવવા જોઈએ તે ન આવતા ખેડૂતોને નુકશાન થયું છે.

વલસાડ જિલ્લામાં પડેલા માવઠાના કારણે થયેલા નુકસાનના સમયે સરકારે મોટા ઉપાડે ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી હતી. જેને પગલે સમગ્ર ગ્રામ પંચાયતોમાં ઠેર ઠેર વળતર માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. સાથે જ કેટલીક ગ્રામ પંચાયતોમાં તો દિવસ અને રાત્રિ દરમિયાન પણ લોકોના ફોર્મ લેવા માટે પંચાયત ઓફિસ ખુલ્લી રાખવામાં આવી હતી. અનેક લોકોએ વળતર માટે અરજી ફોર્મ ભર્યા હતા, પરંતુ હાલમાં જ વલસાડ જિલ્લાને વળતરમાંથી બાકાત રાખવાની જાહેરાત થતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનેક ખેડૂતો હવે સરપંચોને સવાલો કરી રહ્યા છે કેસ અરજી ફોર્મ ભર્યા તો વળતર ક્યારે મળશે ? - આશિત દેસાઈ (ડુંગરી ગામના સરપંચ)

નાની કેરીઓ ખરી ગઈ : પવન સાથે પડેલા વરસાદને કારણે આ વર્ષે લખોટી જેટલી સાઈઝની કેરીઓ ખરી જતા ખેડૂતોને જે ઉત્પાદનની આશા હતી તે આશા પર પાણી ફરી વળ્યું છે. ઉત્પાદન પણ ઘટ્યું છે. સમગ્ર વર્ષની જગતના તાતની મહેનત પાણીમાં ફરી વળ્યું છે. ખેડૂતોને રોવાનો વારો આવે એવી દહેશત વર્તાઈ છે.

Kesar Mango : જીવાતો સામે કાગળની થેલી દ્વારા કેસર કેરીનું રક્ષણ, જાણો કેવી રીતે

Kesar Mango: ગીરની કેરીના સોનાના દિવસો, આંતરરાષ્ટ્રીય બજારમાં 3 કિલોના 1400 ભાવ મળતા ખેડૂતોમાં રોનક જોવા મળી

Gujarat Weather: કમોસમી વરસાદને કારણે કેરી કઠોળ બાજરી સહિત ઉનાળુ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.