ETV Bharat / state

Gujarat Weather: કમોસમી વરસાદને કારણે કેરી કઠોળ બાજરી સહિત ઉનાળુ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન

author img

By

Published : Apr 29, 2023, 2:18 PM IST

Updated : Apr 29, 2023, 2:28 PM IST

વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વહેલી સવારે વરસાદ પડ્યો હતો.જેના કારણે ઉનાળુ મગફળી કઠોળ અને ખાસ કરીને કેરીના પાકને ખૂબ મોટું નુકસાન કરી રહ્યો છે. જેને લઈને ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે.

કમોસમી વરસાદને કારણે કેરી કઠોળ બાજરી સહિત ઉનાળુ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન
કમોસમી વરસાદને કારણે કેરી કઠોળ બાજરી સહિત ઉનાળુ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન

કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકશાન

જૂનાગઢ/ સોમનાથ: ભાવ વગરનું ભોજન અને ચોમાસા વગરનો વરસાદ મીઠો ના લાગે. રાજયમાં દરેક જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી દરેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મોટી ચિંતા ખેડૂતોના માથે છે. ઉભા પાકને વરસાદના કારણે બળતા જોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક દિવસો દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી હતી. પરંતુ જે રીતે વરસાદનું આગમન થયું છે. તે બિલકુલ અષાઢ મહિનાની યાદ અપાવી રહ્યું છે. વૈશાખ મહિનામાં આકરો તાપ અને અંગ દજાડતી ગરમીની વચ્ચે જાણે કે, ચોમાસાની ઋતુ શરૂ થઈ હોય તે પ્રકારના ચિંતાજનક દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં જોવા મળે છે. ગત રાત્રિના સમયેથી જ વાતાવરણમાં અચાનક પલટાની સાથે શનિવારે વહેલી સવારે ધોધમાર 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને કારણે ઉનાળુ કૃષિ પાકોને ચોક્કસપણે કમોસમી વરસાદને કારણે નુકસાન થશે જેને લઈને ખેડૂતો પણ હવે ચિંતિત બન્યા છે.

આ પણ વાંચો JUNAGADH NEWS : જૂનાગઢની માંગરોળ સબ જેલમાંથી કેદીઓ પાસેથી મળી આવી પ્રતિબંધિત વસ્તુઓ

ઉનાળુ પાકોને નુકસાન: ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળા દરમિયાન કઠોળ અને ઉનાળુ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. હવે જ્યારે ઉનાળુ પાક અડદ મગ અને બાજરી તેમજ અન્ય કઠોળની સાથે ઉનાળુ મગફળી બિલકુલ તૈયાર થઈ ચૂકી છે. આવા સમયે દોઢ ઇંચ જેટલો વરસાદ ઉનાળુ પાકો માટે અભિશાપરૂપ બની શકે છે. ખેડૂતોના હાથમાં આવેલો કૃષિ પાકનો કોળિયો વરસાદ ને કારણે દૂર ખસી રહ્યો છે. તેની ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી છે. અગાઉ પણ કમોસમી વરસાદને કારણે કૃષિ પાકોને નુકસાનના સર્વેની કામગીરી શરૂ નથી. આવા સમયે ખેડૂતોને પડતા પર પાટુ આજનો વરસાદ મારી રહ્યો છે. જેને કારણે ઉનાળુ પાકો પણ અને ખાસ કરીને કઠોળ બાજરી અને મગફળીને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન

કેસર કેરીની ખેતી: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ગીર ગઢડા ઉના અને તાલાલા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો ફળ પાક તરીકે કેસર કેરીની ખેતી કરી રહ્યા છે. આ સમયે કેસર કેરી બજારમાં આવવાનો બિલકુલ ચોક્કસ સમય છે. તેવા સમયે કમોસમી વરસાદ પડવાને કારણે કેરીના પાકને પણ પુષ્કળ પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા નકારી શકાતી નથી. આવા સમયે કેરીના પાકને ગરમી અને આકરી લૂ અનુકૂળ માનવામાં આવે છે. પરંતુ વાતાવરણમાં આવેલો બદલાવ ભેજ વરસાદ અને ઠંડક ને કારણે કેરીના વિકાસમાં પણ હવે બાધા રૂપ બની શકે છે. જેને કારણે કેરીમાં ભેજ વધવાની સાથે વરસાદી વાતાવરણને કારણે રોગ જીવાતનો ઉપદ્રવ પણ આવી શકે છે. આવી સ્થિતિમાં તૈયાર કેરીનો પાક પણ ખેડૂતોના હાથમાંથી જતો રહેશે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Last Updated : Apr 29, 2023, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.