ETV Bharat / state

લકવા ગ્રસ્ત પતિની હત્યા કરનાર પત્નીને આજીવન કેદ

author img

By

Published : Dec 23, 2019, 9:48 PM IST

વલસાડઃ 2015ના ઓગસ્ટ માસમાં પારડી તાલુકાના પરિયા ગામે માહ્યવંશી ફળિયામાં રહેતી એક પત્નીએ તેના લકવાગ્રસ્ત પતિની હત્યા કરી હતી. બાદમાં તેની લાશને કોથળામાં ભરી તેના 2 મિત્રો સાથે સગેવગે કરવાની ફિરાકમાં હતા, તે દરમિયાન ગ્રામજનોને શંકા જતા તેમણે ઘરમાં તપાસ કરતા આ હત્યાનું પ્રકરણ બહાર આવ્યું હતું.

etv bharat
લકવા ગ્રસ્ત પતિની હત્યા કરનાર પત્નીને વલસાડ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

હત્યા કરનાર પત્નીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે હજાર રૂપિયાનો દંડ જ્યારે આ હત્યાના કેસમાં લાશને સગેવગે કરવાના ગુનામાં મદદરૂપ થનાર બે મિત્રોને પણ ત્રણ વર્ષની સાદી સજા અને 500 રૂપિયા દંડ જો દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજા ફટકારી છે.

લકવા ગ્રસ્ત પતિની હત્યા કરનાર પત્નીને આજીવન કેદ

સમગ્ર બાબતની ગ્રામજનોએ પારડી પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી અને હત્યાકેસનો ગુનો આ ત્રણે ઉપર દાખલ કર્યો હતો. જેમાં આ કેસ વલસાડ સેશન્સ જજ પીજી ગોકાણીની કોર્ટમાં ચાલી આવતા લકવાગ્રસ્ત પતિની હત્યા કરવાના ગુનામાં પત્ની મમતાબેન ઇશ્વરભાઇ માહ્યવંશીને દોષિત ઠેરવી હત્યા કરવાના ગુનામાં આઈપીસીની કલમ 302 મુજબ આજીવન કેદની સજા અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો છે.

દંડ ન ભરે તો વધુ 30 દિવસની સજા તેમજ પતિની હત્યા કર્યા બાદ તેની લાશ સગેવગે કરી પુરાવાનો નાશ કરવા બદલ આ ગુનામાં આરોપીની પત્નીને મદદ કરવા માટે આવેલા ઉપેન્દ્ર અંબિકા ગુપ્તા અને સુનીલ મંગલ પ્રસાદ ચૌધરીને આઈપીસીની કલમ 201, 144 મુજબના ગુનામાં 3 વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 500 દંડ અને દંડ ન ભરેતો વધુ 15 દિવસની કેદની સજાનો હુકમ કર્યો છે.

Intro:સની 2015ના ઓગસ્ટ માસમાં પારડી તાલુકાના પરિયા ગામે માહ્યવંશી ફળિયામાં રહેતી એક પત્નીએ તેના લકવાગ્રસ્ત પતિની હત્યા કરી તેની લાશને કોથળામાં ભરી તેના બે મિત્રો સાથે સગેવગે કરવાની ફિરાકમાં હતા તે દરમિયાન ગ્રામજનોને શંકા જતા તેમણે ઘરમાં તપાસ કરતા આ હત્યાનું પ્રકરણ બહાર આવ્યું હતું અને આ કિસ્સામાં આ કેસ આજે વલસાડ કોર્ટમાં ચાલી જતાં વલસાડ કોર્ટે હત્યા કરનાર પત્નીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે સાથે હજાર રૂપિયાનો દંડ જ્યારે આ હત્યાના કેસમાં લાશને સગેવગે કરવાના ગુનામાં મદદરૂપ થનાર બે મિત્રોને પણ ત્રણ વર્ષની સાદી સજા અને 500 રૂપિયા દંડ જો દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસ ની સજા ફટકારી છે


Body:આ સમગ્ર હત્યા કેસની હકીકત અંગે જાણકારી આપતા સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ જણાવ્યું કે વર્ષ 2015ના ઓગસ્ટ માસમાં પારડી તાલુકાના પરિયા ગામે માયાવંશી ફળિયામાં રહેતા ઇશ્વરભાઇ માહ્યાવંશી ના ઘરે તેમની પત્ની મમતાબેન રાત્રિ દરમિયાન તેમના ઘરે એકલા હતા અને બે યુવાનો ઉપેન્દ્ર અંબિકા ગુપ્તા અને સુનીલ મંગલ પ્રસાદ બને તેને મળવા આવ્યા હતા જોકે રાત્રી દરમિયાન આ બંને યુવાનો તેમના ઘરે શું કરે છે અને દરરોજ કેમ મળવા આવે છે તે અંગેની ખાતરી કરવા સ્થાનિક ગ્રામજનોએ તેમના ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો અને તે સમયે ઇશ્વરભાઇ અંગે પૂછપરછ કરતા મમતાબેન ને ગ્રામજનોને એવું જણાવ્યું કે તેઓ દારૂનો નશો કરીને ઊંઘી ગયા છે અને તેઓ જ આવશે નહીં તેમ છતાં પણ ગ્રામજનોએ ઇશ્વરભાઇ ને મળવા અંગે જણાવ્યું હતું અને ઘરમાં તપાસ કરતાં આ બંને યુવાનો સંતાઈ રહ્યાં હતા અને ઘરમાં લોહીના ડાઘા દેખાયા આવતા કંઈ અજુગતું બન્યું હોવાનું જાણવા મળ્યું હતું અને આખરે મમતાબેન ને ગ્રામજનોએ કડકાઈથી પૂછતા મમતાબેન કબૂલ્યું હતું કે તેમણે લકવાગ્રસ્ત પતિ ઈશ્વરભાઈ માયાવંશી ને મોઢાના ભાગે તકિયો મૂકી શ્વાસ રોકાઈ ગઈ તેમની હત્યા કરી હતી અને તેમની લાશના કટકા કરીને એક થેલામાં ભરી ક્લાસને સગેવગે કરવા માટે તેમના ઘરે આ બંને મિત્રો આવ્યા હતા આ સમગ્ર બાબતની ગ્રામજનોએ પારડી પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી અને હત્યાકેસનો ગુનો આ ત્રણે ઉપર દાખલ કર્યો હતો જેમાં આ કેસ આજે વલસાડ સેશન્સ જજ પીજી ગોકાણી ની કોર્ટમાં ચાલી આવતા લકવાગ્રસ્ત પતિની હત્યા કરવાના ગુનામાં પત્ની મમતાબેન ઇશ્વરભાઇ માહ્યવંશી ને દોષિત ઠેરવી હત્યા કરવાના ગુનામાં આઈપીસીની કલમ 302 મુજબ આજીવન કેદની સજા અને રૂપિયા એક હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૩૦ દિવસની સજા તેમજ પતિની હત્યા કર્યા બાદ તેની લાશ સગેવગે કરી પુરાવાનો નાશ કરવા બદલ આ ગુનામાં આરોપીની પત્ની ને મદદ કરવા માટે આવેલા ઉપેન્દ્ર અંબિકા ગુપ્તા અને સુનીલ મંગલ પ્રસાદ ચૌધરીને આઈપીસીની કલમ 201, ૧૧૪ મુજબ ના ગુનામાં ૩ વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 500 દંડ અને દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની કેદની સજા નો હુકમ કર્યો છે


Conclusion:નોંધનીય છે કે 2015માં બનેલી આ ઘટનાએ પારડી તાલુકાના પરિયા ગામ એટલે કે હાલના સાંસદ ના ગામમાં ભારે ચકચાર મચાવી હતી

બાઈટ _01 અનિલ ત્રિપાઠી (સરકારી વકીલ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.