ETV Bharat / state

Valsad crime news: પોલીસ તરીકે ઓળખ આપી છેતરપીંડી કરતી આંતર રાજય ઇરાની ગેંગના બે સભ્યોની ધરપકડ

author img

By

Published : Apr 23, 2023, 8:23 PM IST

વલસાડ જિલ્લા સહિત દમણ, મહારાષ્ટ્રમાં નકલી પોલીસ બની વૃદ્ધ મહિલાઓના દાગીના ઉતારી પલાયન થતી ગેંગના 2 સભ્યોને વલસાડ પોલીસે દબોચી લીધા છે. જ્યારે 4 લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓએ વલસાડ જિલ્લામાં આવા 6 જેટલા ગુના આચર્યા છે.

two-members-of-an-inter-state-iranian-gang-who-impersonated-the-police-were-arrested
two-members-of-an-inter-state-iranian-gang-who-impersonated-the-police-were-arrested

આંતર રાજય ઇરાની ગેંગના બે સભ્યોની ધરપકડ

વાપી: વલસાડ જિલ્લાના વલસાડ અને વાપીમાં પોલીસની ઓળખ આપી વૃદ્ધ સ્ત્રી-પુરુષોને લૂંટતી ગેંગના 2 સભ્યોને વલસાડ LCB ની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પકડાયેલ બંને આરોપીઓ વૃદ્ધ છે અને તેમના પરિવારજનો સાથે મળી પોલીસની ખોટી ઓળખ આપી લોકોના દાગીના લૂંટી ફરાર થઈ જતા હતાં. આ ગેંગ પર મહારાષ્ટ્રમાં મકોકા સહિત અનેક ગુનો નોંધાયેલા છે.

કેવી રીતે કરતા હતા લૂંટ: વલસાડના તિથલ રોડ પર ગત 23મી માર્ચના 65 વર્ષીય મધુબેન વિનોદભાઇ મિસ્ત્રી ચાલતા જતા હતા ત્યારે બાઇક પર આવેલ 2 ઈસમોએ પોલીસની ઓળખ આપી આગળ કોઇએ એક બેનના દાગીના કાઢી લીધેલ છે. આગળ પોલીસ ઉભી છે તેવુ જણાવી સોનાના દાગીના કાઢીને થેલીમાં મુકી દેવાનું કહી તે વખતે બીજો ઇસમ ત્યાં આવી તેને પણ દાગીના કાઢીને ખીસામાં મુકી દીધેલ છે. તેવું જણાવી ખીસામાંથી દાગીના કાઢી બતાવી વિશ્વાસ ભરોસો આપી ફરીયાદી પાસે તેણે પહેરેલ સોનાના દાગીનાઓ કઢાવી ફરીયાદીની થેલીમાં મુકાવી તે વખતે નજર ચુકવી ફરીયાદીની સોનાની બંગડીઓ તથા ગળામાં પહેરેલ સોનાની ચેઇન મળી કુલ 99, 000 નો મુદામાલ લઇ નાસી ગયા હતાં.

LCB ની ટીમે 2 વ્યક્તિની ધરપકડ કરી: આ ઘટના બાદ ફરી 1 એપ્રિલના વાપીના કચીગામ રોડ પર રિક્ષાની રાહ જોતા 55 વર્ષીય નિર્મલાબેન ચંદુલાલ ભાનુશાળીને પણ પોલીસ ઓફીસર તરીકેની ઓળખ આપી આગળ મર્ડર થઇ ગયેલ છે તેમ જણાવી 50 હાજરની કિંમતની સોનાની બંગડી કઢાવી ફરાર થઈ ગયા હતાં. ચારેક દિવસ પહેલા વાપી GIDC વિસ્તારમાં પણ એક વૃદ્ધના હાથમાંથી સોનાની વીંટી ઉતારવી ફરાર થઈ ગયા હતા. વલસાડ જીલ્લામાં છેલ્લા બે માસ દરમ્યાન બનેલી આ ઘટના બાદ વલસાડ LCB ની ટીમે 2 વૃદ્ધ આરોપીઓની ધરપકડ કરી ગુનો ડિટેકટ કર્યા છે.

'પકડાયેલ આરોપીઓ વલસાડ અને વાપીમાં જાહેર રસ્તા પર પસાર થતા સીનીયર સીટીઝનને પોલીસની ઓળખ આપતા હતાં. આરોપીઓ આગળ કોઇ વ્યકિતનું મર્ડર થયેલ છે. જેથી સોનાના દાગીના પહેરવા સુરક્ષિત નથી તથા ચોરી-લૂંટના બનાવ બનેલ છે જેથી સોનાના દાગીના પહેરવા નહીં અને સોનાના દાગીના પહેરેલ હશે તો પોલીસ દંડ કરશે તેવી વાત કરી સોનાના દાગીના ઉતરાવી નજર ચુકવી સોનાના દાગીના લઇ નાસી જતા હતાં.' -ડૉ. રાજદીપસિંહ ઝાલા, વલસાડ જિલ્લા પોલીસવડા

ઈરાની ગેંગ તરીકે ઓળખાય છે: પોલીસની ઓળખ આપી દાગીના લૂંટતી આ ઇરાની ગેંગના બે સાગરીતો એવા કમ્બરઅલી ઉર્ફે અખ્તર ઉર્ફે ખમ્મર અનવર અલી જાફરી તથા નાદરઅલી નૌસીરઅલી જાફરી તથા આરોપી કમ્બરઅલીનો પુત્ર તબરેઝ તથા આરોપી નાદીરઅલીનો પુત્ર અસદુલ્લા સાથે મળી આ ગુન્હાઓ આચરતા હતાં. જે પૈકી કમ્બર અલી અને નાદર અલીની ધરપકડ કરી લેવામાં આવેલ છે.

'પકડાયેલ આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓ અલગ અલગ મોટર સાયકલ લઇને વહેલી સવારના પાંચેક વાગ્યાના સુમારે ભીંવડી, મહારાષ્ટ્રથી નીકળી વલસાડ જિલ્લામાં આવતા હતા અને સોસાયટી, માર્કેટ મંદિર વાળા વિસ્તારમાં જયા સીનીયર સીટીઝન મહીલાઓની અવરજવર રહેતી હોય તેવા વિસ્તારમાં ઉભા રહી વોચ કરતા હતા અને સોનાના દાગીના પહેરેલ સીનીયર સીટીઝન એકલા જતા હોય તેઓને રસ્તામાં રોકીને પોલીસ તરીકેની ઓળખ આપી આગળ કોઇ વ્યકિતનું ખૂન થયેલ છે જેથી સોનાના દાગીના પહેરવા સુરક્ષિત નથી તેમ જણાવી દાગીના ઉતારી બેગમાં મુકાવતા હતાં જે બાદ નજર ચૂકવી દાગીના લઇ નાસી જતા હતા.' -ડૉ. રાજદીપસિંહ ઝાલા, વલસાડ જિલ્લા પોલીસવડા

બાપ ઝબ્બે પુત્ર-પુત્રવધુ વોન્ટેડ: પકડાયેલ આરોપીઓએ વલસાડ જિલ્લામાં આવા 6 જેટલા ગુના આચર્યા છે. પકડાયેલ આરોપી કમ્બરઅલી ઉર્ફે અખ્તર ઉર્ફે ખમ્મરઅનવર ખલી જાફરી 76 વર્ષનો છે. નાદરઅલી નોસીરઅલી જાફરી 58 વર્ષનો છે. તેઓ મૂળ આંધ્રપ્રદેશના છે. અને હાલમાં પુત્રો અને તેની પત્નીઓ સાથે મહારાષ્ટ્રના ભીંવડી માં રહે છે. પોલીસે તે બંનેની અટક કરી તેમના પુત્રો તબરેઝ જાફરી, અસદુલ્લા જાફરી, તબરેઝની પત્ની બની ઝાફરી, અસદુલ્લા ની પત્ની મહેંદીને વોન્ટેડ જાહેર કરી તેમને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો Bharuch crime news: ભરૂચમાં વેપારી પર થયેલા ફાયરિંગના બનાવમાં ચોંકાવનારો ખુલાસો, પુત્રએ જ પિતાની હત્યા માટે સોપારી આપી હતી

નકલી પોલીસ બની દાગીના લૂંટતી ગેંગનો પર્દાફાશ: પકડાયેલ આરોપી નાદીરઅલી નૌસરઅલી જાફરી સામે પણ મહારાષ્ટ્રમાં 4 ગુના નોંધાયેલ છે. તેમજ 4 વર્ષ જેલવાસ ભોગવી આવ્યો છે. વોન્ટેડ અસદુલ્લા સામે વલસાડ, સુરત, દમણના 7 ગુન્હા જ્યારે તબરેઝ સામે એક ગુનો નોંધાયેલ છે. આમ વલસાડ પોલીસે ઈરાની ગેંગના 2 સભ્યોને ઝડપી પાડી નકલી પોલીસ બની દાગીના લૂંટતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો Gold Smuggling: જયપુર એરપોર્ટ પરથી 46 લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.