ETV Bharat / state

સરકારના નિયંત્રણો હળવા થતા જ વિલસન હિલ ખાતે પર્યટકો ઉમટી પડ્યા

author img

By

Published : Jul 11, 2021, 11:43 PM IST

વલસાડ જિલ્લામાં આવેલા અનેક જોવાલાયક સ્થળો પૈકી 'વિલ્સન હિલ' ખાતે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. તાજેતરમાં જ વરસાદ પડતા વિલ્સન હિલ અને તેની આસપાસના વિસ્તારમાં નદી-નાળાઓ છલકાયા છે અને ઝરણાઓ સ્ફૂરી ઉઠ્યા છે. શનિ-રવિની રજાઓ અને સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટના પગલે રવિવારના રોજ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી.

સરકારના નિયંત્રણો હળવા થતા જ વિલસન હિલ ખાતે પર્યટકો ઉમટી પડ્યા
સરકારના નિયંત્રણો હળવા થતા જ વિલસન હિલ ખાતે પર્યટકો ઉમટી પડ્યા

  • વરસાદ શરૂ થતાની સાથે જ અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે
  • નદી-નાળા અને નાના ઝરણાઓ વહેતા થતા પર્યટકો આકર્ષાયા
  • રવિવારના દિવસે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા

વલસાડ : કોરોનાની ગાઈડલાઈનમાં સરકારે છૂટછાટ આપવાની સાથે જાહેર સ્થળો ખુલ્લા મૂક્યા છે. જેને પગલે હવે દરેક જગ્યા ઉપર લોકો પોતાના પરિવાર સાથે સરળતાથી હરી ફરી શકે છે. આવા સંજોગોમાં હવે વરસાદ શરૂ થતા અનેક લોકો સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિને નિહાળવા ગ્રામ્ય વિસ્તારો તરફ દોડી જાય છે. એમાં પણ ખાસ કરીને સુરતીલાલાઓ મોટી સંખ્યામાં આવા સ્થળોએ ઉમટી પડે છે. જેમાનું એક સ્થળ છે, ધરમપુર ખાતે આવેલું 'વિલ્સન હિલ' જ્યાં શનિ-રવિની રજાઓમાં મોટી સંખ્યામાં સુરતીલાલાઓ ઉમટી પડે છે.

સરકારના નિયંત્રણો હળવા થતા જ વિલસન હિલ ખાતે પર્યટકો ઉમટી પડ્યા

છેલ્લા કેટલાક મહિનાઓથી 'વિલ્સન હિલ' પર પ્રતિબંધ મૂકાયો હતો

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ વધતા જાહેર સ્થળો ઉપર લોકોને જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેમાં 'વિલસન હિલ'નો પણ સમાવેશ થાય છે. જોકે, સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો ખૂલતાની સાથે જ ધરમપુરથી 35 કિલોમીટર દૂર આવેલા 'વિલસન હિલ' પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તેમાં પણ શનિ-રવિવારની રજાઓમાં એટલી હદે લોકો આવી પહોંચ્યા હતા કે, પાર્કિંગની સમસ્યા પણ ઉભી થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.