વરસાદમાં રોડ પર પડેલા ખાડા ખર્ચના ખાડા બન્યા, ટાયર ફાટવાની ઘટનાઓમાં 30 ટકાનો વધારો

author img

By

Published : Jul 20, 2022, 9:29 PM IST

વરસાદમાં રોડ પર પડેલા ખાડા ખર્ચના ખાડા બન્યા, ટાયર ફાટવાની ઘટનાઓમાં 30 ટકાનો વધારો
વરસાદમાં રોડ પર પડેલા ખાડા ખર્ચના ખાડા બન્યા, ટાયર ફાટવાની ઘટનાઓમાં 30 ટકાનો વધારો ()

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના( Rain in Valsad )કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે. વલસાડના રસ્તાના ધોવાણના કારણે વાહનોમાં થતા નુક્સાનમાં 30 ટકા જેટલો વધારો થયો છે. રસ્તા પરના ખાડા જીવલેણ બનવા સાથે ખર્ચના ખાડામાં ઉતારનારા સાબિત થયા છે.

વલસાડ: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ ( Rain in Valsad )વરસ્યો છે. જેને કારણે તમામ ધોરીમાર્ગો અને આંતરિક રસ્તાઓનું ધોવાણ (Rain in Gujarat)થયું છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે રસ્તા પર પડેલા ખાડાઓના કારણે જિલ્લાના વાહનોમાં થતા નુક્સાનમાં 30 ટકા જેટલો વધારો થયો છે. જિલ્લામાં 4,10,313 દ્વિચક્રી વાહનો, 1,20,598 કાર, 35,234 ગૂડ્સ કેરિયર અને અન્ય વાહનો મળી અંદાજિત 6,24,134 RTO રજીસ્ટર્ડ વાહનો છે. જેના માટે વલસાડ જિલ્લાના આંતરિક માર્ગો અને નેશનલ હાઇવે પર વરસાદમાં પડેલા ખાડા ખર્ચના (Tire burst cases increased)ખાડા બન્યા છે.

ટાયર ફાટવાની ઘટના

વાહનોમાં થતા નુક્સાનમાં 20 થી 30 ટકાનો વધારો - વલસાડ જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગો અને નેશનલ હાઇવે ખાડા માર્ગ બન્યા છે. જિલ્લામાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પરના (tyre blowout incident)ખાડા જીવલેણ બનવા સાથે ખર્ચના ખાડામાં ઉતારનારા સાબિત થયા છે. જે અંગે વલસાડ જિલ્લાના કાર, બાઇક, રિક્ષાના ડિલર્સ એવા કુંજલ શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષની તુલનાએ આ વર્ષે રસ્તાઓમાં પડેલા ખાડાઓને કારણે વાહનોમાં થતા નુક્સાનમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે.

વિયર એન્ડ ટીયરના પાર્ટની નુકસાની - નેશનલ હાઇવે અને અન્ય તમામ મુખ્ય માર્ગો ખાડા(Potholes on Valsad National Highway)માર્ગ બન્યા હોય સામાન્ય રીતે વાહનના વ્હીલ ખાડામાં પડવાથી વ્હીલ બેન્ડ થવાના, વ્હીલ બેરિંગ તૂટી જવાના, સ્ટિયરિંગ એસેમ્બલીમાં રોડ બેન્ડ થવાના એવા વિયર એન્ડ ટીયરના પાર્ટની નુકસાની( Tyre burst)અને સર્વિસના કામ વધ્યા છે. આ નુકસાનના ખર્ચમાં મોટેભાગે ઇન્શ્યોરન્સ ક્લેમ પણ થતા ના હોય વાહન ચાલકોને ખર્ચના ખાડામાં ઉતારે છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં રસ્તાઓની દયનીય હાલત, જ્યા જોવો ત્યા ખાડે ખાડા

ખાડાઓએ વાહનચાલકોને ટાયરના વધુ ખર્ચ કરાવ્યા - જિલ્લામાં ભારે વરસાદ બાદ પણ કોઈ વાહનો પાર્ક કર્યા હોય અને ડૂબી ગયા હોય તેવા કિસ્સા નોંધાયા નથી. ધસમસતા પાણીના પ્રવાહમાં એકાદ બે વાહનો ફસાતા તેમના એન્જીનની મરામત તેમજ ઇલેક્ટ્રિક પાર્ટ્સ ડેમેજ થવાના કિસ્સા સામે માર્ગ પરના ખાડાઓએ વાહનચાલકોને ટાયરના વધુ ખર્ચ કરાવ્યા છે. આ અંગે વાહનચાલક આશિષ ચોખાવાલાએ વસવસો ઠાલવતા જણાવ્યું હતું કે, હાઇવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે તેમની કારના 2 ટાયર ફાટી ગયા છે. જે બન્ને આઉટ ઓફ વોરંટી પિરિયડ હોય સીધો 16 હજારનો ખર્ચ થયો છે. તેના જેવા અન્ય અસંખ્ય વાહન માલિકો છે. જેમને માટે આ ખર્ચ અસહ્ય બન્યો છે. એટલે સરકારે આવા ખાડા માર્ગોનું વહેલી તકે સમારકામ કરવું આવશ્યક છે. ટોલ પ્લાઝા વાળા વાહનોનો ટોલ લે છે તો વાહન ચાલકોને સારા રસ્તાની સુવિધા પૂરી પાડવી જોઈએ. રસ્તા પર પડેલા ખાડા ને કારણે પરિવાર સાથે લાંબી મુસાફરી પર નીકળતા વાહનચાલકોએ આવા સમયે હેરાન પરેશાન થવું પડી રહ્યું છે.

વાહનચાલકોને ખૂબ મોટું નુકસાન - દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે એક તરફ ટાયરની ડિમાન્ડ વધી છે. ત્યારે બીજી તરફ સપ્લાય ચેઇન તૂટી છે. તેમ છતાં ટાયરના વેપારીઓએ વાહન ચાલકોને મદદરૂપ થવા રાત્રીના ઉજાગર કર્યા છે. આ અંગે વાપીના ટાયરના વેપારી વિપુલ ભાવસારે જણાવ્યું હતું કે, ખાડા માર્ગોને કારણે વાહનચાલકોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. હાલમાં રોજિંદા 10 ગ્રાહકોમાંથી 6 ગ્રાહકો એવા આવે છે જેમના વાહનોના ટાયર રસ્તા પરના ખાડાઓને કારણે ફાટયા હોય અને તેઓ હેરાન પરેશાન થયા છે.

આ પણ વાંચોઃ VMCએ કરોડો રૂપિયાના ખર્ચે કરેલ પ્રિમોન્સૂન કામગીરી પહેલાં વરસાદમાં ધોવાણી

1200થી 50000 સુધીના મળે છે વાહનના ટાયર - સામાન્ય રીતે વાહનોમાં ટૂ વ્હીલના 1200 રૂપિયાના ટાયરથી મોંઘીદાટ કાર અને ટ્રક ના ટાયર 50000 સુધીની કિંમતના હોય છે. જેમાં ટાયરની કંપનીઓ પણ અમુક નિયમોને આધીન વોરંટી આપતી હોય હાલના કિસ્સાઓમાં મોટેભાગે વાહન માલિકો રસ્તાના ખાડાઓને કારણે જાન ના જોખમથી તો બચી જાય છે. પરંતુ ખર્ચના ખાડામાં ચોક્કસ ઉતરી રહ્યા છે. આશા રાખીએ કે રોડ અને હાઇવે મંત્રાલય આ અંગે ત્વરિત નિર્ણય લઈ હાઇવે ઓથોરિટી પાસે વહેલી તકે ખાડાઓનું પેચવર્ક કરાવે અને તે બાદ રિકાર્પેટિંગ કરી મુખ્ય માર્ગોને ફરી સારા માર્ગો બનાવી વાહનચાલકોને હાઇવેના ખાડા સાથે ખર્ચના ખાડામાંથી પણ બહાર કાઢે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.