ETV Bharat / state

વલસાડ: પારડીમાં તસ્કરોએ 1.5 કરોડની કરી લૂંટ

author img

By

Published : Dec 31, 2019, 11:52 PM IST

ETV BHARAT
પારડીમાં તસ્કરોએ 1.5 કરોડની કરી લૂંટ

વલસાડ: પારડી શહેરના પોશ વિસ્તારમાં આવેલી જય જલારામ જવેલર્સના માલિક પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં દર્શન કરવા ગયા હતા. જેનો લાભ લઇને તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ રોકડ રૂપિયા અને દાગીના મળી કુલ અંદાજીત 1.5 કરોડથી વધુના મત્તાની લૂંટ કરી છે. જેથી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડી શહેરમાં તસ્કરોને તંત્રનો ડર રહ્યો નથી. શહેરમાં આવેલી જય જલારામ જવેલર્સ દુકાનને તસ્કરોએ પોતાનું નિશાન બનાવ્યું છે. તસ્કરોએ દુકાનમાં રાખેલી કોડ નંબર વાળી તિજોરી ખોલી રોકડ રૂપિયા તેમજ 5 કિલો 400 ગ્રામ જેટલા સોના-ચાંદીના દાગીના મળી અંદાજે 1.5 કરોડથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરી છે. આ ઉપરાંત તસ્કરોએ CCTVનું DVR પણ ચોરી કર્યું છે. જેથી પોલીસ પણ હરકતમાં આવી છે.

ETV BHARAT
પારડીમાં તસ્કરોએ 1.5 કરોડની કરી લૂંટ

દુકાનના માલિક દિલીપ પારેખ ગત 26 ડિસેમ્બરથી પરિવાર સાથે સૌરાષ્ટ્રના મંદિરે દર્શન કરવા ગયા હતા. મંગળવારે સવારે તેઓ વતન પરત ફર્યા, ત્યારે ચોરી થયાનો ખ્યાલ આવ્યો હતો. દિલીપ પારેખનું ઘર અને દુકાન સાથે હોવાથી તસ્કરોએ ઘરની છત પર આવેલા દરવાજાની ગ્રીલ કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ દિલીપ પારેખના ઘરમાં બેસીને દારૂની મહેફિલ પણ માણી હતી. ઘરની અંદર ત્રણ જેટલા ગ્લાસ અને દારૂની બોટલ પણ મળી આવી હતી.

પારડીમાં તસ્કરોએ 1.5 કરોડની કરી લૂંટ

દુકાન માલિકે અંદાજીત રૂપિયા 1.5 કરોડના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
પારડીમાં તસ્કરોએ 1.5 કરોડની કરી લૂંટ

ઉલ્લેખનીય છે કે, જય જલારામ જવેલર્સને આ અગાઉ પણ કેટલીક બુરખાધારી મહિલાઓએ નિશાન બનાવી હતી. જો કે, બાદમાં પોલીસે આ બુરખાધારી મહિલાઓની ધરપકડ કરી લીધી હતી.

Intro:પારડી શહેર ના પોશ વિસ્તારમાં આવેલા જય જલારામ જવેલર્સમાં માલિક અને પરિવારજનો સૌરાષ્ટ્રમાં દર્શનાર્થે ગયા હોય ત્યારે તસ્કરોએ આ દુકાનને નિશાન બનાવતા દુકાનમાં મૂકેલી કોડ નંબર વાળી તિજોરી ખોલી રોકડ રૂપિયા તેમજ પાંચ કિલો ૪૦૦ ગ્રામ જેટલા સોના-ચાંદીના દાગીના એટલે કે અંદાજીત રૂપિયા દોઢ કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સાથે-સાથે ચોરો તેમની સાથે સીસીટીવી નું ડીવીઆર પણ ઊંચકી રહ્યા હતા જો કે આટલી મોટી માત્રામાં ચોરી થતાં પારડી પોલીસ દોડતી થઇ ગઇ હતીBody:પારડી શહેરના મુખ્ય બજારમાં સરદાર બેંકની બાજુમાં આવેલા જય જલારામ સ્ટેટસ ના માલિક દિલીપભાઈ પારેખ ગત તારીખ ૨૬ ના રોજ થી પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં મંદિરે દર્શનાર્થે ગયા હતા જોકે આજે સવારે તેઓ પરત થયા ત્યારે તેમના ઘરે ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું મહત્વનું છે કે તેઓ નું ઘર અને દુકાન એક જ સ્થળ ઉપર છે જેથી તસ્કરોએ ઘરની છત પર આવેલા દરવાજા ની ગ્રીલ કાપી ઘરમાં પ્રવેશી આ ચોરીને અંજામ આપ્યો હતો દુકાનમાં રાખેલી આંકડા વાળા લોક ધરાવતી તિજોરી ખોલી તેની અંદર મુકવામાં આવેલ સ્ટોક પાંચ કિલો ૪૦૦ ગ્રામ જેટલી સોના ચાંદીની વસ્તુઓ તેમજ રોકડ રકમ આ તસ્કરોએ ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જ્યારે તસ્કરોએ તેમના ઘરમાં બેસીને દારૂની મહેફિલ પણ માણી છે ઘરની અંદર ત્રણ જેટલા ગ્લાસ અને દારૂની બોટલ પણ ટેબલ ઉપર પડેલી મળી આવી હતી મહત્વનું છે કે સોના-ચાંદીની દુકાન હોય એટલે સીસીટીવી કેમેરા પણ લાગેલા હતા પરંતુ તસ્કરો એટલા હોશિયાર હતા કે સીસીટીવીના ડીવીઆર પણ તેઓ પોતાની સાથે ચોરી કરી ગયા હતા જેથી પોલીસને તપાસ કરતી વખતે કોઈપણ વસ્તુઓ હાથ લાગે જોકે હાલ તો દુકાન માલિકે અંદાજીત રૂપિયા દોઢ કરોડની મુદ્દામાલની ચોરી થઇ હોવાની ફરિયાદ માટે પારડી પોલીસ સ્ટેશનમાં તજવીજ હાથ ધરી છે આ ઘટનાની જાણકારી મળતાં વલસાડના ડીવાય.એસ.પી મનોજ સિંહ ચાવડા એલસીબીની ટીમ સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું તેમજ તપાસનો દોર શરૂ કર્યો હતો Conclusion:
અત્રે નોંધનીય છે કે જય જલારામ સ્ટેટસ માં દિલીપભાઈ પારેખ ના ત્યાં આ અગાઉ પણ કેટલીક બુરખાધારી મહિલાઓ નિશાન બનાવી હતી જોકે બાદમાં પોલીસે આ બુરખાધારી મહિલાઓ ને ઝડપી પાડી હતી ત્યારે આજે ફરી દોઢ કરોડ જેટલી જંગી રકમની ઘરફોડ ચોરી થતા જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ છે


બાઈટ _૧ દિલીપ ભાઈ પારેખ (દુકાનદાર)

બાઈટ _૨ મનોજ સિંહ ચાવડા (ડી .વાય એસ. પી.)

Note:-voice over included with video plz check after use
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.