ETV Bharat / state

'આરંભ એક પહેલ અપને જરૂરત કી..' કાર્યક્રમને એશિયા બુક ઓફ રેકૉર્ડમાં સ્થાન, વાંચો સંપૂર્ણ અહેવાલ..

author img

By

Published : Sep 20, 2019, 5:21 AM IST

વલસાડઃ જિલ્લાના આંતરિયાળ ગામમાં JCI સંસ્થા દ્વારા માસિક ધર્મ વિશે જાગ્રત કરવાની પહેલ કરવામાં આવી હતી. 'આરંભ એક પહેલ અપને જરૂરત કી..' નામના કાર્યક્રમ દ્વારા 30 હજાર સેનેટરી પેડ વેહચી શાળા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને તેની માહિતી આપવામાં આવી હતી. સંસ્થાના આ ઉમદા કાર્યને  એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

JCI સંસ્થાએ માસિક ધર્મની જાગ્રતા માટે કરેલા કાર્યને એશિયા બુક ઓફ રેકોર્ડ સ્થાન મળ્યું

પારડીમાં સામાજિક કાર્ય કરતી સંસ્થા JCI દ્વારા સૌ પ્રથમવાર 3 વર્ષ સુધી ચાલે એ રીતે અનોખા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતી 12 વર્ષથી લઈને 16 વર્ષ સુધીની વિધાર્થીનીઓને સેનેટરી હાઇજિન શું છે, મહિલાઓ માટે તે કેમ જરૂરી છે, સેનેટરી પેડ શું છે? વિગેરની માહિતી આપવામાં આવી હતી. આમ, જિલ્લામાં સવારથી 30 હજાર જેટલા સેનેટરી પેડ વિદ્યાર્થીનીઓને વહેંચવામાં આવ્યા હતા.

JCI સંસ્થાએ માસિક ધર્મની જાગ્રતા માટે કરેલા કાર્યને એશિયા બુક ઓફ રેકોર્ડ સ્થાન મળ્યું

જિલ્લામાં સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વલસાડમાં 10 હજાર, ધરમપુરમાં 5 હજાર, પારડીમાં 10 હજાર, ઉદવાડા વાઘછીપા 3 હજાર, કપરાડા અને સુથારપાડા જેવા વિસ્તારોમાં 2 હજાર જેટલા સેનેટરી નેપકીન બાળકીઓને વહેંચવામાં આવ્યાં હતા.

JCI સંસ્થા સંસ્થાના આ કાર્યએ કિશોરીઓના હિત જાળવવાની સાથે એશિયા બુક ઓફ રેકોર્ડમાં અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ વિશે વાત કરતાં JCI પ્રમુખ સાઈમાં પઠાણે જણાવ્યું કે, "અંતરિયાળ વિસ્તારમાં આજે પણ અનેક વિસ્તાર એવા છે જ્યાં કિશોરીઓ હાઇજિન અંગેની ચર્ચા કરવામાં પણ સંકોચ અનુભવે છે. હજી કેટલાક ગામો તો એવા છે જ્યાં હજુ સુધી કિશોરીઓને સેનેટરી નેપકીન શું હોય એનો ઉપયોગ કેવી રીતે કરવો, તે અંગે પણ જાણતી નથી. જેથી આ પ્રોજેકટ દ્વારા મુગ્ધવસ્થામાં પ્રવેશતી કિશોરીઓ માટે માસિક ધર્મ અને તે દરમિયાન ધ્યાનમાં લેવાતી કાળજી અંગે જાણકારી આપવામાં આવી હતી."

Intro:વલસાડ જિલ્લાના આંતરિયાળ એવા ધરમપુર અને કપરાડા જેવા ગામોમાં જ્યારે કિશોરી ઓ માસિક ધર્મ માં આવે છે ત્યારે આવા સમયે સ્વચ્છતા સાથે પોતાની તંદુરસ્તી નો ખ્યાલ કેવી રીતે રાખવો તે અંગે જાગૃતતા લાવવા માટે પારડી જે સી આઈ સંસ્થા દ્વારા એક બીડું ઉપાડવામાં આવ્યું છે જેનું નામ છે આરંભ એક પહેલ અપને જરૂરત કી.. જે અંતર્ગત આજે એક જ દિવસ માં 30 હજાર જેટલા સેનેટરી નેપકીન્સ વલસાડ જિલ્લામાં સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓ જે સમજણ આપી વહેંચમાં આવતા આ કાર્ય ને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે


Body:વલસાડ જિલ્લાના પારડી ખાતે સમજીક કાર્ય કરતી સંસ્થા જે સી આઈ દ્વારા સૌ પ્રથમ વાર 3 વર્ષ ચાલે એ રીતે એક અનોખો અને મહત્વ પૂર્ણ પ્રોજેક્ટ આજ થી પ્રારંભ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો માં આવેલી શાળા ઓ માં અભ્યાસ કરતી 12 વર્ષ થી લાઇ ને 16 વર્ષ સુધી ની વિધાર્થીની ઓ માટે સેનેટરી હાઇજિન શુ છે મહિલાઓ માટે તે કેમ જરૂરી છે સેનેટરી પેડ શુ છે એ તમામ અંગે વિધાર્થીની ઓ ને જાગૃત કરી ને આજે વલસાડ જિલ્લામાં સવાર થી 30 હજાર જેટલા સેનેટરી પેડ વિદ્યાર્થીનીઓ ને વહેંચવામાં આવ્યા હતા વલસાડ જિલ્લામાં સવારે 8 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધીમાં વલસાડ માં 10 હજાર ,ધરમપુર માં 5 હજાર,પારડી માં 10 હજાર,ઉદવાડા વાઘછીપા 3 હજાર,કપરાડા જેવા સુથારપાડા જેવા વિસ્તાર માં 2 હજાર જેટલા સેનેટરી નેપકીન બાળકીઓને વહેંચવામાં આવ્યા હતા


Conclusion:વલસાડ જિલ્લામાં એકજ દિવસ માં એક સાથે 30 હજાર સેનેટરી નેપકીન વહેંચવાની સાથે દરેક સ્કૂલોમાં હાઇજિન અંગે સમજણ આપવામાં આવી હતી જે જોતા આ પ્રોજેક્ટ ને એશિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું છે તો સાથે સાથે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં પણ આ વિક્રમ નોંધાયો છે

જે સી આઇ પારડી ના પ્રમુખ સાઈમાં પઠાણે જણાવ્યું કે અંતરિયાળ વિસ્તાર માં આજે પણ અનેક વિસ્તાર એવા છે જ્યાં કિશોરી ઓ હાઇજિન અંગે ની ચર્ચા કરવા માં પણ સંકોચ અનુભવે છે હજી કેટલાક ગામો તો એવા છે જ્યાં હજુ સુધી
કિશોરીઓ એ સેનેટરી નેપકીન શુ હોય એનો પ્રયોગ કેવી રીતે કરવો તે અંગે પણ અજ્ઞાનતા છે ત્યારે સ્વચ્છતા અંગે ની તો વાત જ શુ હોય જોકે આ પ્રોજેકટ ખરેખર મુગ્ધવસ્થા માં પ્રવેશી રહેલ કિશોરીઓ માટે ખૂબ ઉપયોગી રહેશે

બાઈટ 1 સાઈમાં પઠાણ પ્રમુખ જે સી આઈ પારડી


નોંધ:- સ્ટોરી એપ્રુવ બાય વિહાર સર ..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.