ETV Bharat / state

કપરાડાઃ ગેરકાયદે માટી ખનન કરતું એક JCB જંગલ ખાતાએ રેડ કરી કર્યું કબ્જે

author img

By

Published : Nov 28, 2020, 8:56 PM IST

કપરાડા તાલુકાના વારણા ગામે જંગલ વિભાગની ટીમ દ્વારા જંગલની જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરનારા પર રેડ કરવામા આવતા જંગલ ખાતા દ્વારા એક JCB કબ્જે કરાયું હતુ. જેના પગલે ગેરકાયદેસર રીતે માટી ખનન કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કપરાડાઃ ગેરકાયદે માટી ખનન કરતું એક JCB જંગલ ખાતાએ રેડ કરી કર્યું કબ્જે
કપરાડાઃ ગેરકાયદે માટી ખનન કરતું એક JCB જંગલ ખાતાએ રેડ કરી કર્યું કબ્જે

  • વારણા ગામે જંગલમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીની રેડ
  • ગેરકાયદેસર રીતે માટી ખનન કરનારા એક JCB કબ્જે
  • ગેરકાયદેસર રીતે માટી ખનન કરનારા સામે કાયદેસરના કાર્યવાહી

વલસાડઃ કપરાડા તાલુકાના વારણા ગામે જંગલ વિભાગની ટીમ દ્વારા જંગલની જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરનારા પર રેડ કરવામા આવતા જંગલ ખાતા દ્વારા એક JCB કબ્જે કરાયું હતુ. જેના પગલે ગેરકાયદેસર રીતે માટી ખનન કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગેરકાયદે માટી ખનન કરતું એક JCB જંગલ ખાતાએ રેડ કરી કર્યું કબ્જે

ફોરેસ્ટ વિભાગ દ્વારા રેડ

નાનાપોઢા રેન્જ વિસ્તારમાં આવતા વારણા ગામે સવારે 10 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા જંગલ ખાતાની જમીનમાં માટી ખનનની કામગીરી ચાલતી હોવાની બાતમી ફોરેસ્ટ વિભાગના અધિકારી અભિજીતસિંહરાઠોડને મળી હતી. જેના પગલે અભિજીતસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા સ્થળ પર જઈને છાપો મારતા જંગલખાતાની જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હતું.આ સમગ્ર બાબતે જાણકારી મળતાની સાથે જ તેમણે માટી ખનન કરી રહેલા JCB મશીન કબ્જે કરી આગળની કાર્યવાહી શરૂકરી હતી.

સ્થળ ઉપર થી 13,760 ની કિંમતની ખોદી કાઢેલી માટી પણ કબ્જે કરી

જેસીબી મશીન કબ્જે કર્યા બાદ સ્થળ પરથી જંગલની જમીનમાંથી ઉલેચી લેવામાં આવેલી 13,760 રૂપિયાની માટી તેમજ 25 લાખ રૂપિયાનું અંદાજિત JCB મશીન કબ્જે કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે ઈંટ નો ભઠ્ઠો ચલાવતા ઇસમ નું જે સી બી હોવાનું બહાર આવ્યું

JCB મશીન નિલેશભાઈ જીવરાજભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિનું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતુ. તે ઈંટનો ભઠ્ઠો ચાલતો હતો જેથી માટી ગેરકાયદેસર રીતે ખોદીને લઈ જવામાં આવી રહી હતી.

જંગલ વિભાગ સતર્ક બન્યું

નાનાપોઢા રેન્જના ફોરેસ્ટ ઓફિસર અભિજીતસિંહ રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ગેરકાયદેસર રીતે જંગલ ખાતાની જમીનમાં માટી ઉલેચતા આવા તત્વો સામે આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે. સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ચોરી કરનારાઓ સામે હવે જંગલ વિભાગ સતર્ક બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.