ETV Bharat / state

વલસાડમાં સગીરાને અશ્લીલ મેસેજ મોકલી ફોટો વાયરલ કરવાની ધમકી આપનારા આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો

author img

By

Published : Jul 6, 2021, 7:30 PM IST

પારડી તાલુકાના એક ગામમાં એક સગીરાને યુવક સોશિયલ મીડિયા ( Social media )ના માધ્યમથી અશ્લીલ મેસેજ કરતો હતો. તેમજ સગીરાનો પીછો કરી તેનો હાથ પકડી જાતીય સતામણી કરતો હતો. જેથી સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડમાં સગીરાને અશ્લીલ મેસેજ મોકલી ફોટો વાયરલ કરવાની ધમકી આપનારા આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો
વલસાડમાં સગીરાને અશ્લીલ મેસેજ મોકલી ફોટો વાયરલ કરવાની ધમકી આપનારા આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો

  • યુવક રાત્રી દરમિયાન એક સગીરાને સોશિયલ મીડિયાના માધ્યમથી અશ્લીલ મેસેજ કરતો હતો
  • સગીરાનો પીછો કરી તેનો હાથ પકડી જાતીય સતામણી કરતો હતો
  • પોલીસ ફરિયાદ થતા પોલીસે યુવકની કરી ધરપકડ

વલસાડઃ સામાન્ય રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ સંદેશા વ્યવહાર કરવા માટે કરવામાં આવે છે, પરંતુ સોશિયલ મીડિયા ( Social media )ના ફાયદા અને ગેરફાયદા બંને જ હાલમાં સમાજમાં બનતા કિસ્સાઓના માધ્યમથી જોવા મળે છે. ત્યારે ગતરોજ પારડી તાલુકાના એક ગામે રહેતો એક યુવક 14 વર્ષીય સગીરાને સોશિયલ મીડિયાના માધ્યમથી અશ્લીલ મેસેજ મોકલી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી સગીરાનો પીછો કરી હાથ પકડી જાતીય સતામણી કરતો હતો. જે અંગે સગીરાના પિતાએ સાયબર ક્રાઇમ પોલીસ ( Cyber Crime Police )ને ફરિયાદ કરતા પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે.

વલસાડમાં સગીરાને અશ્લીલ મેસેજ મોકલી ફોટો વાયરલ કરવાની ધમકી આપનારા આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો
વલસાડમાં સગીરાને અશ્લીલ મેસેજ મોકલી ફોટો વાયરલ કરવાની ધમકી આપનારા આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો

સગીરાના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ કરી

પારડી તાલુકાના એક ગામે રહેતો એક યુવકે તેના જ ગામની સગીરાને રાત્રી દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી અશ્લીલ મેસેજ કરી પરેશાન કરી રહ્યો હતો. તેમજ સગીરા જ્યા પણ જાય ત્યા તેનો પીછો કરી હાથ પકડી તેની સતામણી પણ કરતો હોવાનું સગીરાએ તેના પિતાને જણાવ્યું હતું. જે બાબતની ગંભીરતાને જોતા સગીરાની માનસિક સ્થિતિ તણાવભરી બની રહી હતી. જે અંગે સગીરાના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

વલસાડમાં સગીરાને અશ્લીલ મેસેજ મોકલી ફોટો વાયરલ કરવાની ધમકી આપનારા આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો

આ પણ વાંચોઃ નોકરીના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અંગે જિલ્લા સેવા સદનમાં સેમિનાર યોજાયો

અશ્લીલ મેસેજ કરતો હોવાને લઈ પિતાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી

છેલ્લા કેટલાક સમયથી અનેકવાર સમજાવવા છતાં પણ પોતાની સગીર પુત્રીને આ યુવક રાત્રિના સમયે સોશિયલ મિડિયાના માધ્યમથી અશ્લીલ મેસેજ મોકલતો હતો. જેને જોતા સગીરા રડતા-રડતા પોતાના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. જે અંગે પિતાએ ગંભીરતાથી લઈ આ સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરી સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનો કરવામાં આવ્યો હોય આખરે પિતાએ વલસાડના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડયો છે.

સગીરાને પોતાની સાથે જબરજસ્તી વાતચીત કરવા માટે દબાણ કરતો હતો

યુવક તેના મોબાઇલ ફોનથી સોશિયલ મીડિયાના માધ્યમથી અશ્લીલ મેસેજ મોકલી તેમજ સગીરાને પોતાની સાથે જબરજસ્તીથી વાતચીત કરવા માટે દબાણ કરતો હતો. આ ઉપરાંત સગીરાનો પીછો કરી હથકડી જાતીય સતામણી કરી સગીરા તથા તેની માતાના ફોટો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી ગુનો કરી રહ્યો હતો. જે અંગેની ફરિયાદ સાયબર ક્રાઇમમાં થતા પોલીસે તેની ધરપકડ કરી છે. એક સગીરાને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજો કરી સગીરાના અને તેની માતાના ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપનાર યુવકની વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.