ETV Bharat / state

વાપીમાં બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો શિક્ષક વંદના કાર્યક્રમ, સમાજના 84 શિક્ષકોને અપાયો બ્રહ્મતેજ એવોર્ડ

author img

By

Published : Sep 5, 2021, 4:26 PM IST

Gujarat News
Gujarat News

દેશભરમાં 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા સમાજના 84 શિક્ષકોની વંદના કરી બ્રહ્મતેજ એવોર્ડ એનાયત કર્યો હતો. કાર્યક્રમમાં રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકર, કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુ ચૌધરી, સ્વામિનારાયણ સંસ્થાના મહંત સહિત સમાજના આગેવાનોએ આ પ્રસંગે સમાજમાં શિક્ષકની મહત્વતા સમજાવી હતી.

  • વાપીમાં બ્રહ્મસમાજ દ્વારા કરાઈ શિક્ષક વંદના
  • સમાજના 84 શિક્ષકોને બ્રહ્મતેજ એવોર્ડ એનાયત કર્યો
  • શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજે કર્યું આયોજન

વલસાડ: વાપીમાં સિલ્વર લીફ હોટેલ ખાતે શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા શિક્ષક વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના 84 શિક્ષક ભાઈ-બહેનોને બ્રહ્મતેજ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

વાપીમાં બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો શિક્ષક વંદના કાર્યક્રમ

શિક્ષકોનું સન્માન કરવું એ સમાજનું ઉત્તરદાયિત્વ છે: મહેશ પંડ્યા

શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ વાપીમાં સિલ્વર લીફ હોટેલ ખાતે શિક્ષકોની વંદના કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ તરફથી યોજાયો હતો. રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકર, કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુ ચૌધરી, સ્વામિનારાયણ સંસ્થા સલવાવના મહંત પુરાણી સ્વામી સહિત બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી શિક્ષક વંદના કાર્યક્રમના ઉદેશ્ય અંગે સમાજના ટ્રસ્ટી મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, જે શિક્ષકો સમાજને પ્રેરણા પુરી પાડતા હોય, શિક્ષણ દ્વારા બાળકોમાં સંસ્કારોનું જ્ઞાનનું સિંચન કરતા હોય, ત્યારે તેવા શિક્ષકોનું સન્માન કરવું એ સમાજનું ઉત્તરદાયિત્વ છે.

વાપીમાં બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો શિક્ષક વંદના કાર્યક્રમ
વાપીમાં બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો શિક્ષક વંદના કાર્યક્રમ

અન્ય સમાજ પણ આવી પહેલ કરે

જે દાયિત્વનું બીડું શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીએ ઝડપ્યું છે અને સમાજના 84 જેટલા શિક્ષક ભાઈ-બહેનોની શિક્ષક વંદના કરી બ્રહ્મ તેજ એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. આવી પહેલ અન્ય સમાજના લોકો પણ કરે તો દરેક સમાજ અને સમાજ થકી રાષ્ટ્ર ઉચ્ચ સંસ્કારોથી સમૃદ્ધ બનશે.

વાપીમાં બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો શિક્ષક વંદના કાર્યક્રમ
વાપીમાં બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો શિક્ષક વંદના કાર્યક્રમ

શિક્ષક દિનની શુભકામના પાઠવી

શિક્ષક વંદના કાર્યક્રમમાં રમણલાલ પાટકરે, ધારાસભ્ય જીતુ ચૌધરીએ તેમજ મહંત પુરાણી સ્વામીએ પણ સમાજના ઘડતરમાં શિક્ષણની અલખ જગાવનાર શિક્ષકોની મહત્વતા સમજાવી એવોર્ડ એનાયત કરી વંદન કર્યા હતાં. કાર્યક્રમમાં સમાજના પ્રમુખ, સભ્યો, ટ્રસ્ટી અને આગેવાનોએ તમામ શિક્ષક ભાઈ- બહેનોને શિક્ષક દિનની શુભકામના પાઠવી હતી.

વાપીમાં બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો શિક્ષક વંદના કાર્યક્રમ
વાપીમાં બ્રહ્મ સમાજ દ્વારા યોજાયો શિક્ષક વંદના કાર્યક્રમ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.