ETV Bharat / state

વિદ્યાર્થીની સાથેના ફોટા વાયરલ કરનાર શિક્ષકની તેના જ લગ્નમંડપમાંથી ધરપકડ

author img

By

Published : Feb 9, 2021, 12:57 PM IST

વલસાડ
વલસાડ

વલસાડનાં બીલીમોરામાં શાળાના શિક્ષકે 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અંગત પળોના ફોટા વાયરલ કર્યો હતાં. શિક્ષકના પોતાનાં જ લગ્નમાંથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

  • લગ્નની લાલચ આપી વિદ્યાર્થીનીને બનાવી વાસનનો શિકાર
  • પીડિતાનાં પરિવારજનોએ શિક્ષકના ધરે જઈ માર્યો માર
  • શિક્ષકની તેના લગ્નમંડપમાંથી કરાઈ ધરપકડ

વલસાડ: બીલીમોરા પંથકમાં આવેલી એક શાળામાં સ્ટેટેસ્ટીક અને સંગીત વિષયનો અભ્યાસ કરાવતા અને વલસાડ ગંજખાના, નવકાર એપાર્ટમેન્ટ, છીપવાડમાં રહેતા મયુર રાણાએ વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેને છેતરીને કામલીલાઓ કરી હતી. જેમાં 2017માં ધોરણ-11માં ભણતી એક વિદ્યાર્થીનીને શિક્ષક મયુરે પ્રેમમાં પાડી હતી.

શિક્ષકની લગ્નમંડપમાંથી ધરપકડ
શિક્ષકની લગ્નમંડપમાંથી ધરપકડ
શૈક્ષણિક કાર્ય દરમ્યાન 4 વાર અલગ અલગ જગ્યાએ શારિરીક સંબધો બનાવ્યા હતાં

અભ્યાસ દરમિયાન આ શિક્ષકે વિદ્યાર્થિનીને 4 અલગ-અલગ જગ્યાએ તેની વાસનાનો શિકાર બનાવી હતી. જેમાં પ્રથમ લગ્નની લાલચ આપી ફોસલાવીને તેણીના ઘરે એકલતાનો લાભ લઇ શરીરસંબંધ બાંધ્યા હતા. જે બાદ શિક્ષકે વિદ્યાર્થિનીને ભોગવી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તે અન્ય યુવતી સાથે લગ્ન કરી રહ્યો હોવાની વાત આ ભોગ બનનાર યુવતીને જાણ થઈ હતી. તેણીએ મયુર રાણા સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટના સંદર્ભે વલસાડ પોલીસ દ્વારા મયુરની તેના ઘરે લગ્ન મંડપમાંથી અટક કરવામાં આવી હતી. તેમજ યુવતીના સંબંધીઓ સામે પણ અટકાયતી પગલાં લેવાયા હતા. હાલ બીલીમોરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શિક્ષકની લગ્નમંડપમાંથી ધરપકડ
શિક્ષકની લગ્નમંડપમાંથી ધરપકડ
અંગત પળોની તસવીરો સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી


મયુરે વર્ષ 2017-18 માં લગ્નની લાલચ આપી વિદ્યાર્થીની સાથે સંબંધ બાંધ્યો હતો અને તે વખતે મોબાઈલના અંગત પળોનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. તે ફોટો બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં વહેતા થયા હતાં. આ અંગેની જાણ ભોગ બનનાર યુવતીના પરિવારજનોને થતાં તેમણે વલસાડ રહેતા શિક્ષક મયુર રાણાને તેના લગ્નના બે દિવસ અગાઉ તેના ઘરે જઈ માર માર્યો હતો.

શિક્ષકની લગ્નમંડપમાંથી ધરપકડ
શિક્ષકની લગ્નમંડપમાંથી ધરપકડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.