ETV Bharat / state

વલસાડમાં યુવક-યુવતીને પ્રિ-મિલિટરી ટ્રેનિંગ આપી સજ્જ કરતા ભારત માતાના સપૂત

author img

By

Published : Aug 15, 2021, 8:01 PM IST

Dharampur
Dharampur

દેશીની સેવા કરી નિવૃત થયેલા સેવા નિવૃત આર્મી જવાનો (Retired Army personnel) નિવૃત થયા બાદ પણ યુવક-યુવતીઓમાં દેશભક્તિની ભાવના જગાવીને સૈન્યમાં પોતાની કારકિર્દી બનાવવા આપી રહ્યા છે પ્રિ- મિલિટરી ટ્રેનિંગ. જેમાં તમામ યુવક- યુવતીઓને શારીરિક રીતે તેમજ માનસિક રીતે સજ્જ કરવામાં આવી રહ્યા છે. આજે રવિવારે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા 75 મા સ્વાતંત્ર્ય પર્વ (75th Independence Day) ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રશિક્ષાર્થીઓએ દેશભક્તિ ગીતો ઉપર કૃતિ રજૂ કરી હતી.

  • આદિવાસી વિસ્તારમાં રહેતા યુવક-યુવતીઓને સૈન્યમાં જવા માર્ગદર્શન શારીરિક તાલીમ આપી રહ્યા છે માજી સૈનિક
  • અત્યાર સુધીમાં 5000 થી વધુ યુવક-યુવતીઓ મેળવી ચુક્યા છે ટ્રેનિંગ
  • માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ચલાવવામાં આવે છે પ્રિ-મિલિટરી ટ્રેનિંગ કૅમ્પ
  • આદિવાસી યુવક- યુવતીને દેશ સેવા માટે સરહદે જવા માટે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન કરાવી રહ્યું છે તમામ તૈયારી

વલસાડ: દેશસેવા માટે દેશની સરહદ ઉપર દિવસ- રાત કે કોઈપણ ઋતુની પરવા કર્યા વિના દેશના વીર જવાનો સતત ખડે પગે સેવા બજાવે છે. આજે સમગ્ર ભારત 75 મા સ્વાતંત્ર્ય પર્વ (75th Independence Day) ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશની સેવા કાજે સરહદ ઉપર જવા સૈન્યમાં પોતાની કારકિર્દી બનાવવા માટે વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના આદિવાસી યુવાનો પણ થનગની રહ્યા છે. આવા યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ અને જાણકારીનો અભાવ હોવાને કારણે તેઓ દેશ સેવા કાજે જઈ શકતા નથી. આવા સમયે આવા યુવક- યુવતીઓ માટે વિશેષ જાણકારી અને શારીરિક અને માનસિક પ્રશિક્ષણ આપીને યુવક-યુવતીઓને તૈયાર કરવા માટે દેશની સેવામાંથી ફરજ મુક્ત થયેલા અને નિવૃત્ત થયેલા માજી સૈનિકો (Retired Army personnel) દ્વારા વિશેષ પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. જેના દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ યુવક-યુવતીઓને પ્રિ-મિલેટ્રી ટ્રેનિંગ આપવામાં આવી છે.

વલસાડમાં યુવક-યુવતીને પ્રિ-મિલિટરી ટ્રેનિંગ આપી સજ્જ કરતા ભારત માતાના સપૂત

સેનામાં રહી પાંચ જેટલા મેડલ મેળવનારા ઉત્તમ કુંવર દ્વારા આપવામાં આવી રહી છે તાલીમ

માજી સૈનિક ઉત્તમ કુંવરે etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તેઓ 1988 માં ઇન્ડિયન આર્મી (Indian Army) માં જોડાયા હતા. અત્યાર સુધીમાં તેમણે સાઉથ આફ્રિકાના એંગોલા ખાતે થયેલા આ રમખાણમાં UN ની શાંતિ સેનામાં રહીને સેવાકીય કામગીરી બજાવી હતી. જે બદલ તેમને વિશેષ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે પંજાબમાં આતંકવાદ શરૂ થયો તે સમયથી તેમણે ત્યાં ફરજ બજાવી હતી. તે બદલ પણ તેમની ફરજ નિષ્ઠાને ધ્યાને રાખી મેડલ આપવામાં આવ્યો હતો. કારગિલના યુદ્ધ દરમિયાન રાજસ્થાનમાં તેમણે સૈન્યમાં રહી ફરજ બજાવી હતી. આમ 2005 માં તેઓ તેમાંથી નિવૃત્ત થયા હતા, ત્યારે તેમની પાસે ૫ થી ૭ જેટલા મેડલો હતા. તેમના દ્વારા હાલ યુવક- યુવતીઓને સેના માટે તૈયાર કરવાની તાલીમ આપવામાં આવી રહી છે.

વલસાડમાં યુવક-યુવતીને પ્રિ-મિલિટરી ટ્રેનિંગ આપી સજ્જ કરતા ભારત માતાના સપૂત
વલસાડમાં યુવક-યુવતીને પ્રિ-મિલિટરી ટ્રેનિંગ આપી સજ્જ કરતા ભારત માતાના સપૂત

આ પણ વાંચો: દેશ સેવાની અનોખી સુવાસ, પાલનપુર મોટા ગામે દરેક ઘરમાં છે એક જવાન

ધરમપુર અને કપરાડા વિસ્તારમાં પ્રિ- મિલેટ્રી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે

માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ધરમપુર અને કપરાડા જેવા આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા યુવાનો જેઓ સૈન્યમાં પોતાની કારકિર્દી બનાવવા થનગની રહ્યા છે. તેવા તમામ યુવાનોને યોગ્ય માર્ગદર્શન તેમજ શારીરિક અને માનસિક તાલીમ આપીને વિવિધ કસોટીઓમાંથી આસાનીથી પસાર થાય અને તેઓ આર્મીની વિવિધ પરીક્ષાઓમાં પાસ થઈ સિલેક્ટ થાય એવા હેતુથી ફ્રી મિલેટ્રી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ જોડાઇ રહ્યા છે. કપરાડા તાલુકાના માંડવા ગામે આવેલા કાલુ નગરીમાં મેદાન ઉપર માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા આજે ૭૫ મા સ્વાતંત્ર્ય પર્વ (75th Independence Day) ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રશિક્ષણ મેળવી રહેલા યુવક- યુવતીઓ દ્વારા દેશભક્તિના ગીતો ઉપર વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વિશેષ મહેમાનો તેમજ માજી સૈનિકોએ હાજરી આપી હતી.

વલસાડમાં યુવક-યુવતીને પ્રિ-મિલિટરી ટ્રેનિંગ આપી સજ્જ કરતા ભારત માતાના સપૂત
વલસાડમાં યુવક-યુવતીને પ્રિ-મિલિટરી ટ્રેનિંગ આપી સજ્જ કરતા ભારત માતાના સપૂત

સૈન્યમાં કારકિર્દી બનાવવા માટે આદિવાસી વિસ્તારમાં યુવક-યુવતીઓમાં ભારે ઉત્સાહ

કપરાડા અને ધરમપુર તાલુકાના વિવિધ અંતરિયાળ ગામોમાં આજે પણ ૯૦ થી વધુ યુવક-યુવતીઓ સેનાની વિવિધ પાંખોમાં સેવા બજાવી રહ્યા છે. તેમજ વર્તમાન સમયમાં પણ અનેક યુવક-યુવતીઓ સેનામાં જોડાવા માટે ભારે ઉત્સાહિત છે. તે માટે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી રહેલી તાલીમમાં તેઓ વહેલી સવારથી જોડાઈ જાય છે. બે માસથી સતત ચાલતી શારીરિક અને માનસિક રીતે આકરી તાલીમ તેઓ મેળવી રહ્યા છે. તેમ છતાંપણ તેઓનો જુસ્સો અને ઉત્સાહ સૈન્યમાં જોવા માટે બરકરાર છે. આમ દેશની સરહદ પર ફરજ બજાવી નિવૃત થયા બાદ પણ દેશ સેવા માટે યુવક-યુવતીઓને સજ્જ કરવા માટે માજી સૈનિકો વિશેષ તાલિમ આપી રહ્યા છે.

વલસાડમાં યુવક-યુવતીને પ્રિ-મિલિટરી ટ્રેનિંગ આપી સજ્જ કરતા ભારત માતાના સપૂત
વલસાડમાં યુવક-યુવતીને પ્રિ-મિલિટરી ટ્રેનિંગ આપી સજ્જ કરતા ભારત માતાના સપૂત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.