ETV Bharat / state

Vapi Police વાપીમાં હનીટ્રેપમાં ફસાવી 5 લાખની માંગણી કરનાર આધેડને દબોચવામાં પોલીસ સફળ

author img

By

Published : Dec 14, 2021, 6:50 PM IST

વાપી વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય (Construction business Vapi) સાથે સંકળાયેલ યુવક સાથે મિત્રતા કરી બેડરૂમની અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ (Video recording) કરાવી એક મહિલા અને પુરુષે 5 લાખની માંગણી કરી હોવાની વાત સામે આવી છે. સાથે પૈસા નહિ આપે તો વીડિયો વાયરલ (viral Video) કરી બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ફરિયાદ વાપી ટાઉન પોલીસમાં (Vapi Town Police) નોંધાયા બાદ પોલીસે મહિલા સાથે મળેલ પુરુષની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Vapi Police વાપીમાં હનીટ્રેપમાં ફસાવી 5 લાખની માંગણી કરનાર આધેડને દબોચવામાં પોલીસ સફળ
Vapi Police વાપીમાં હનીટ્રેપમાં ફસાવી 5 લાખની માંગણી કરનાર આધેડને દબોચવામાં પોલીસ સફળ

  • વોટ્સએપ પર મિત્રતા કરી મહિલા-પુરુષનો પૈસા પડાવવાનો ખેલ
  • આરોપી લલિત સોની આ પહેલા ચીટિંગ કેસમાં પકડાયો હતો
  • હનીટ્રેપમાં ફસાવી 5 લાખની માંગણી કરવામાં આવી

વાપી: વાપીમાં કન્સ્ટ્રકશનના (Construction business Vapi) વ્યવસાય સાથે સંકળાયેલ પુરુષ સાથે એક મહિલાએ મિત્રતા બાંધી મરજીથી શારીરક સબંધ બાંધ્યા બાદ તેમનો સાથીદાર લલિત સોની નામના ઇસમેં અંગત પળોની વીડિઓ કલીપ બતાવી પતાવટ માટે 5 લાખની માંગણી કરવામાં આવી હતી. જેની ફરિયાદ ટાઉન પોલીસ સ્પૈટેશનમાં નોંધાવી હતી. પોલીસ દ્વારા પૈસાની માંગણી કરનાર લલિત સોનીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

રૂપિયા ન આપે તો પરિવારને વીડિયો બતાવવાની મહિલાની ધમકી
ચકચાર જગાવતી આ ઘટના અંગે વાપી ડિવિઝન વિભાગના DYSP વિરભદ્ર સિંહ જાડેજાએ (DYSP Virbhadra Singh Jadeja of Division) વિગતો આપી હતી કે, વાપીમાં કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલ એક પુરુષે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની એક મહિલા સાથે મિત્રતા થઈ હતી. જે બાદ મહિલાએ તેમનો વિશ્વાસ હાંસિલ કરી તેમની બહેનપણીના ફ્લેટમાં બોલાવી તેમની મરજીથી શરીર સબંધ બાંધ્યો હતો ત્યારબાદ તેના સાથીદાર લલિત સોની નામના ઇસમેં અંગત પળોની વીડિઓ કલીપ બતાવી પતાવટ માટે 5 લાખની માંગણી કરી હતી અને પૈસા નહિ આપે તો વીડિયો સોશ્યલ મીડિયામાં (Social media) વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જે ફરિયાદ આધારે ટાઉન પોલીસે (Vapi Town Police) પૈસાની માંગણી કરનાર લલિત સોનીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Vapi Police વાપીમાં હનીટ્રેપમાં ફસાવી 5 લાખની માંગણી કરનાર આધેડને દબોચવામાં પોલીસ સફળ

વીડિઓ વાયરલ કરવાની ધમકી આપી હતી
આ ઘટના અંગે વધુ મળતી વિગત મુજબ, મહિલાએ સૌપ્રથમ ભોગ બનનાર યુવકના મોબાઈલ પર ફોન કરી ભૂલથી ફોન લાગી ગયો હોવાની કેફિયત રજૂ કરી મિત્રતા કરી હતી અને તે બાદ અવારનવાર ફોન પર બને વાત કરતા હતાં. જેમાં મહિલાએ તેમનું નામ સીમા હોવાનું અને તેમનો પતિ ઓસ્ટ્રેલિયામાં રહેતો હોવાનું સાથે તે વલસાડના પાલિહિલમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. મહિલાએ વાપીમાં હાઇવે નજીક આવેલ એક સોસાયટીમાં તેમની બહેનપણીના ફ્લેટમાં મળવા માટે બોલાવી તેમની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. જેનું રેકોર્ડિંગ કરાવી તે રેકોર્ડીંગ લલિત સોની મારફતે ભોગ બનનારને બતાવી 5 લાખની માંગણી અને જો નહિ આપે તો સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

હનીટ્રેપમાં સંડોવાયેલ લલિતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરાઇ
જો કે હાલમાં પોલીસે ભોગ બનનારની ફરિયાદ આધારે આ હનીટ્રેપમાં સંડોવાયેલ લલિતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં આ પુરુષ અને મહિલાએ અન્ય કેટલાક લોકોને પણ પોતાની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો ખુલશે તેવી ચર્ચા વાપી વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

આ પણ વાંચો: લોકડાઉન વચ્ચે વાપીમાંથી 30 કિલો માંસ ઝડપાયું, ગૌમાંસની શંકાના અધારે પોલીસે 1ની ધરપકડ કરી

આ પણ વાંચો: વાપીમાં 9 લાખના મુદ્દામાલ સાથે 9 પત્તાપ્રેમીઓની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.