ETV Bharat / state

વલસાડ પાલિકાના ભંગાર કૌભાંડ મામલે ઈજનેર સહિત 4 સામે પોલીસ ફરિયાદ

author img

By

Published : Mar 20, 2021, 9:15 PM IST

વલસાડમાં એક ખાનગી કંપનીના ભંગારને લઈ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં શુક્રવારના રોજ ડ્રેનેજ ઈજનેર સહિત 4 સામે ફરિયાદ નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.

વલસાડ
વલસાડ

  • વારંવાર નોટિસ આપવા છતાં પણ નાણાં જમા ન કરાવ્યા
  • ડ્રેનેજ ઇજનેરે પાલિકામાં આમિર ટ્રેડર્સ તરફથી નાણા જમા કરાવ્યા
  • જૂનું માળખું તોડવા પુણેની કંપનીને કામ અપાયું હતું

વલસાડ: પાલિકાના દ્વારા પરડી સાઢપોર ખાતે આવેલો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન જૂનો થઈ જતા તેને નવો બનાવવા માટે GUDC દ્વારા પ્લાન્ટને મંજૂરી અપાઈ હતી અને તેમાં પડેલો ભંગાર એક પુણેની કંપનીને ઉઠાવવા આપવામાં આવ્યો હતો, પરંતુ તે કંપની દ્વારા સામાન ન ઉઠાવતા ફરી આ ભંગાર ટેન્ડર કરીને વાપીની એક કંપનીને આપવામાં આવ્યો અને તેના દ્વારા ભંગાર લઈ જવા છતાં પાલિકામાં જરૂરી નાણાની રકમ જમા કરાવવામાં આવી નહોતી. તેમજ નાણા જમા ન થતા સભ્યો દ્વારા ઉચાપત થઈ હોવાની બુમો ઉઠતા આખરે આમિર ટ્રેડર્સ તરફથી 2,01,120 રોકડ નાણા પાલિકાની પહોંચ સાથે ડ્રેનેજ ઇજનેરે જમા કરાવતા તેને પ્રાથમિક તપાસ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

વલસાડ

COને પણ કરાઈ હતી જાણ

વલસાડ પાલિકાના પારડી સાંઢપોર સ્થિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જૂનો થઇ જતાં નવો બનાવવા માટે પાલિકામાં GUDC દ્વારા પ્લાન્ટ મંજૂર થયો હતો. જેના બાંધકામ માટે પુણેની એજન્સી HNB એન્જિનીયર્સ pvt નામની કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. આ એજન્સીએ જૂનું માળખુ તોડવા અને લોખંડના સળિયા, પાણીની મોટરો, પાઇપો , STP પ્લાન્ટના સાધનો વગેરે ભંગારનો સામાન કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું. જેને લઇ પ્લાન્ટ તોડીને ભંગારનો સામાન આ જ જગ્યાએ રાખ્યો હતો. તેને ખસેડવા અને નવું બાંધકામ કરવાનું હોવાથી કંપનીના રોહિત મહાજને 30 નવેમ્બર 2017ના રોજ COને પત્ર લખી આ બાબતની જાણ કરી હતી.

આ પણ વાંચો:વલસાડ પાલિકાના સ્ક્રેપ કૌભાંડ મુદ્દે ફરિયાદ માટે કોર્પોરેટરનો ઘંટનાદ, જુઓ વીડિયો

બીજી વાર પણ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું

ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠાડે CO જે.યુ.વસાવાને આ અંગે ભાવો મંગાવવા અને ટેન્ડરિંગ કરી ડ્રેનેજ કમિટિ ઠરાવને 7 ઓક્ટોબર 2019થી કામનું ટેન્ડર જોતા આમીર ટ્રેડર્સ વાપીનું પ્રતિ કિલો 24 રૂપિયા અને એમએ ટ્રેડર્સના પ્રતિ કિલો 23.50 રૂપિયા ભાવ આવતા આમિર ટ્રેડર્સનું ટેન્ડર મંજૂર કરાયું હતું.

પાલિકામાં 7 દિવસમાં નાણાં જમા કરવાની શરતે વર્ક ઓર્ડર અપાયો

તત્કાલિન પ્રમુખ પંકજ આહિર અને CO વસાવાએ આમીર ટ્રેડર્સને ભંગાર લઇ જવા નાણા પાલિકામાં 7 દિવસમાં જમા કરવાની શરતે વર્ક ઓર્ડર અપાયો હતો. આમીર ટ્રેડર્સના 14 જૂન 2019ના ટેન્ડર માટે કરેલી અરજી પરથી તેના પ્રોપાઇટરનો મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરાયો હતો.

સમાન લઈ ગયા બાદ આમિર ટ્રેડર્સે પાલિકામાં ભંગારના નાણા જમા ન કરાવ્યા

બાદમાં ભંગારના નાણા વારંવાર ડ્રેનેજ ઇજનેરની નોટિસ છતાં જમા કરાયા નહોતા. જેના પગલે પાલિકાની સભામાં સભ્યોએ નાણાની ઉચાપતના મુદ્દા ઉઠાવ્યા હતા. જેને લઇ 24 જૂન 2020ના રોજ આમીર ટ્રેડર્સ તરફથી 2,01,120 રોકડ રકમ મળી હોવાથી વલસાડ નગરપાલિકાની સામાન્ય પહોંચ નંબર 4401ની રસીદથી ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડની સહીથી નાણાં મેળવી જે કામ ક્લાર્કએ કરવાનું હોય એ કામ ઇજનેરે કર્યું હતું. જેની તપાસ બાદ ડ્રેનેજ ઈજનેરને સસ્પેન્ડ કરી દીધા હતા અને સિટી ઇજનેરે શનિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

આ શખ્સો વિરુદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ

ડ્રેનેજ ઈજનેર કેયુર રાઠોડ, આમિર ટ્રેડર્સના પ્રોપરાઈટર અને તેનો માણસ રધારામ, પાલિકાના મહિલા સભ્યના પતિ સાજીદ ઉર્ફે શેરું શેખ સામે ભંગાર કૌભાંડ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં ડ્રેનેજ ઈજનેરની અટકાયત કરવામાં આવી છે. આમ છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી સભ્યો અને પાલિકાના હાલના સભ્યો ભંગાર કૌભાંડ મામલે ફરિયાદ થાય તે માટે પાલિકા સભામાં પણ ઉહાપોહ કરી હતી.

આ પણ વાંચો:સુરત નકલી નોટ કૌભાંડ: 1 હજારની નકલી નોટ બજારમાં ફરતી કરવા બદલ 400 કમિશન મળતું હતું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.