ETV Bharat / state

વાપીમાં બનશે Pedestrian underpass sub-way, FM કનુ દેસાઈએ કર્યું ખાતમુહૂર્ત

author img

By

Published : Oct 23, 2021, 2:11 PM IST

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્તારને ઇસ્ટ-વેસ્ટમાં જોડતા પેડિસ્ટ્રીયન અન્ડરપાસનું (Padastrian underpass sub-way) ખાતમુહૂર્ત ગુજરાતના નાણાંપ્રધાન કનુ દેસાઈના (FM Kanu Desai) હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુ દેસાઈએ જણાવ્યું હતું કે વાપી ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા છે અને આગામી દિવસોમાં મહાનગરપાલિકા બને તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે.

વાપીમાં બનશે Pedestrian underpass sub-way, FM કનુ દેસાઈએ કર્યું ખાતમુહૂર્ત
વાપીમાં બનશે Pedestrian underpass sub-way, FM કનુ દેસાઈએ કર્યું ખાતમુહૂર્ત

  • નાણાંપ્રધાન કન દેસાઈના હસ્તે પેડિસ્ટ્રીયન અન્ડરપાસનું ખાતમુહૂર્ત
  • વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે
  • વર્ષોથી રેલવે ટ્રેક નીચે પેડિસ્ટ્રીયન અન્ડરપાસ બનાવવાની યોજના હતી
  • અન્ડરપાસ આગામી માર્ચ 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે

વાપી :- વાપીની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા વર્ષોથી રેલવે ટ્રેક નીચે પેડિસ્ટ્રીયન અન્ડરપાસ (Padastrian underpass sub-way) બનાવવાની યોજના હતી. જેની તમામ મંજૂરી મળ્યા બાદ 8.16 કરોડના ખર્ચે 18 ફૂટ પહોળો અને 8 ફૂટ ઉંચો સબ-વે બનાવવાનું ખાતમુહૂર્ત ગુજરાતના નાણાંપ્રધાન કનુ દેસાઈના (FM Kanu Desai) હસ્તે કરવામાં આવ્યું હતું. આ અન્ડરપાસ આગામી માર્ચ 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. કનુ દેસાઈએ આ તબક્કે જણાવ્યું હતું કે વાપી મહાનગરપાલિકા બને તે માટે પણ પ્રયાસો ચાલી રહ્યાં છે.

ગુજરાત રાજ્યના નાણાંપ્રધાન અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુ દેસાઈએ (FM Kanu Desai) વાપીમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા 8.16 લાખના ખર્ચે આકાર પામનાર પેડિસ્ટ્રીયન અન્ડરપાસ (Padastrian underpass sub-way) સબ-વેના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.

નગરજનોને આવાગમન માટે ટ્રાફિકની સમસ્યા હતી

આ પેડિસ્ટ્રીયન અન્ડરપાસ (Padastrian underpass sub-way) સબ વે કેન્દ્ર સરકાર પુરસ્કૃત અમૃત યોજના હેઠળનો પ્રોજેકટ છે. વાપી નગરપાલિકા દિલ્હી-મુંબઈ બ્રોડગેજ રેલવેના કારણે પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેચાયેલ છે. જેના કારણે નગરજનોને આવાગમન માટે ટ્રાફિકની સમસ્યા હતી. જેનું નિરાકરણ લાવવા આ પ્રોજેકટ અમલમાં મુક્યો હતો. જેની તમામ મંજૂરીઓ મેળવી શુક્રવારે કનુ દેસાઈ, વાપી નગરપાલિકા પ્રમુખ, સાંસદ સહિતના મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વાપી નગરપાલિકા ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા છે

18 ફૂટ પહોળો અને 8 ફૂટ ઊંચા આ પેડિસ્ટ્રીયન અન્ડરપાસ (Padastrian underpass sub-way)સબ-વેમાં નગરપાલિકા દ્વારા એક્સકેલેટરની સુવિધા પૂરી પાડવાનું આયોજન છે. નાણાંપ્રધાને (FM Kanu Desai)જણાવ્યું હતું કે આ પ્રોજેકટ પૂર્ણ થયા બાદ સવા લાખ જેટલી વસ્તીને આવાગમન માટે સુગમતા રહેશે. બોક્સ પુશીંગ પદ્ધતિથી આ અન્ડરપાસ રેલવેની લાઇન નીચે બનાવવામાં આવશે. તો, વાપી નગરપાલિકા ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા છે. અને જો આપણે પ્રયત્ન કરીએ તો મહાનગરપાલિકા પણ બની શકે છે. વાપીમાં છેલ્લા ઘણા સમયથી વિકાસના અનેક કામો પ્રક્રિયાઓને કારણે અટકેલા હતાં. જેની એક મહિનામાં પ્રોસેસ પૂરી કરીને આ વિકાસના કામોને આગળ વધારવામાં આવી રહ્યાં છે તેવો વિશ્વાસ નાણાંપ્રધાને વ્યક્ત કર્યો હતો.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ વાપીની મુલાકાત લેશે

આગામી દિવસોમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ વાપીની મુલાકાત લેશે અને વાપીમાં ચાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવાના છે. એ ઉપરાંત અન્ય લોકાર્પણના કાર્યો પણ કરશે. જો નગરજનો ભાજપ પર વિશ્વાસ મુકશે તો ભાજપ વિકાસના કાર્યો કરશે તેથી ભાજપને સમર્થન આપી વિકાસની યાત્રામાં જોડાવા નાણાંપ્રધાન કનુ દેસાઈએ (FM Kanu Desai) આહવાન કર્યું હતું.

8.16 લાખના ખર્ચે બનશે પેડિસ્ટ્રીયન સબ-વે

ઉલ્લેખનીય છે કે અન્ડરપાસ (Padastrian underpass sub-way) સબ-વેના ખાતમુહૂર્ત પ્રસંગે નાણાંપ્રધાન કનુ દેસાઈએ વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને તે માટે વાપી નગરપાલિકા વિસ્તાર, નોટિફાઇડ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારોમાં આગેવાનો, જે તે વિભાગો સાથે સહમતી સધાઈ ગઈ હોવાનું જણાવી વાપી મહાનગરપાલિકા માટેનો રસ્તો પણ હવે મોકળો બન્યો હોવાનો અણસાર આપી દીધો હતો. કનુ દેસાઈએ (FM Kanu Desai)વાપી નગરપાલિકામાં 57 સફાઈ કામદારોને નિમણૂકપત્ર પણ એનાયત કર્યા હતાં.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વીજળી કે કોલસાની જરાય અછત નથી, વાપીમાં નાણા પ્રધાન કનુ દેસાઈનું નિવેદન

આ પણ વાંચોઃ "ગુજરાતના વેપારીઓને ધંધા-રોજગારમાં વધારો કરવા GST સુધારા બીલ લાવવામાં આવ્યુ" : નાણાપ્રધાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.