ETV Bharat / state

પારડી પોલીસને પોકેટ કોપ મોબાઇલ એપ થઇ મદદરૂપ, ચોરાયેલી 3 મોટરસાયકલ સાથે 1 યુવકની કરી ધરપકડ

author img

By

Published : Dec 18, 2019, 6:37 AM IST

The thief was arrested by PocketCop Mobile App
પોકેટ કોપ મોબાઇલ એપ દ્વારા ચોરની ધરપકડ કરવામાં આવી

વલસાડ: પારડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના બનાવોમાં વધારો નોંધાયો હતો. જેના આરોપીની ધરપકડ કરવામાં પોલીસને પોકેટ કોપ મોબાઇલ એપ આશિર્વાદ રૂપ સાબિત થઇ છે. પારડી પોલીસે સોમવારના રોજ દમણી ઝાપા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. જેની પૂછપરછ કરતાં યુવકે મોટરસાઈકલ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.

પારડીના દમણી ઝાપા વિસ્તારમાં સોમવારે મોડી સાંજે પોલીસ વાહન ચેકિંગ દરમિયાન વાસુદેવ સિંગ નામનો એક યુવક livo મોટરસાયકલ નંબર GJ 15 BL 9023 લઇને પસાર થઇ રહ્યો હતો. જેથી પોલીસે તેની અટકાત કરીને બાઈકના દસ્તાવેજ માગ્યા હતા. પરંતુ યુવક પાસે દસ્તાવેજ ન મળવાથી, પોલીસે પોકેટ કોપ મોબાઇલ એપમાં મોટરસાઈકલનો નંબર નાખ્યો હતો. જેમાં મોટરસાઈકલ ચોરીની હોવાનું જાણવા મળ્યું હતું.

પોકેટ કોપ મોબાઇલ એપ દ્વારા ચોરની ધરપકડ કરવામાં આવી

પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, આરોપીએ કુલ 3 મોટરસાઈકલની ચોરી કરી છે. જેથી પોલીસે આરોપી વાસુદેવની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, પોકેટ કોપ મોબાઇલ એપમાં ચોરાયેલા વાહનોના તમામ નંબરો એડ કરવામાં આવતાં હોય છે. એપની અંદર ચોરાયેલા વાહનનો નંબર નાખવાથી તે વાહન અંગેની તમામ માહિતી એપમાં આવી જતી હોય છે.

Intro:પારડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના બનાવો અવારનવાર બન્યા હતા જેને લઇને પોલીસ આ વાહનચોરને શોધવા માટે તપાસ હાથ ધરી હતી જોકે ગઈ કાલે પારડીના દમણી ઝાપા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન એક યુવકને હીરો હોન્ડા લીવો મોટરસાયકલ સાથે કોઈપણ પ્રકારના દસ્તાવેજ વિના ઝડપી લીધો હતો જેને વધુ પૂછપરછ કરતાં આ મોટરસાયકલ ચોરીની હોવાનું બહાર આવ્યું હતું અને તેની પાસે વધુ અન્ય બે મોટરસાઈકલ ચોરી કરેલી પોલીસે કબજે કરી હતીBody:પારડીના દમણી ઝાપા વિસ્તારમાં ગઇકાલે મોડી સાંજે પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન વાસુદેવ સિંગ નામનો એક યુવક livo મોટરસાયકલ નંબર જીજે ૧૫ બી એલ ૯૦૨૩ લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે પોલીસે તેને અટકાવી તેની પાસે બાઈક ના દસ્તાવેજ અને કાગળ વિશે પૂછતાં તેણે આનાકાની કરી હતી જે વાત પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપમાં આ બાઈક નો નંબર નાખતા આ બાઈક ચોરી હોવાનું પોલીસને માલુમ પડ્યું હતું અને જે બાદ આ યુવકને અટક કરી તેની સઘન પૂછપરછ કરતાં પારડી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા પારડીના મોદી સ્ટ્રીટમાંથી એક હીરો હોન્ડા ગ્લેમર મોટરસાયકલ નંબર જીજે ૧૫ એન એન ૧૧૯૧ તેમજ ઓરવાડ સાઈ મંદીર પાસેથી એ પ્લેઝર મોપેડ નંબર ડી એન ૦૯ એફ ૪૪૦૪ આમ કુલ ત્રણ જેટલી ચોરીના ભેદ પોલીસે ઉકેલી કાઢી આ યુવકની ધરપકડ કરી છેConclusion:નોંધનીય છે કે પોકેટ કોપ મોબાઈલ એપમાં ચોરાયેલા વાહનોના તમામ નંબરો એડ કરવામાં આવ્યા હોય છે જ્યારે પણ પોલીસને શંકા જાય ત્યારે આ એપ ની અંદર નાખતા જ આ વાહન ની આખી કુંડળી પોલીસ સમક્ષ આવી જતી હોય છે અને આ એપ ચોરી કરનારાઓ માટે ખૂબ જ ભારે પડી શકે એમ છે હાલ તો પોલીસે ચોરાયેલા અંદાજીત રૂપિયા 50 હજારમાં આ ત્રણ વાહનો કબજે કર્યા છે અને યુવકની સામે ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.