ETV Bharat / state

વલસાડ: કપરાડા કુંભ ઘાટમાં વધુ એક અકસ્માત, ડ્રાઈવરનો બચાવ

author img

By

Published : Nov 28, 2019, 10:06 PM IST

One more accident in Caprada Kumbh Ghat, driver's rescue
કપરાડા કુંભ ઘાટમાં વધુ એક અકસ્માત, ડ્રાઈવરનો બચાવ

વલસાડ: નાનાપોઢા કપરાડા માર્ગ ઉપર કુંભ ઘાટ પાસે વધુ એક ટ્રક પલ્ટી જવાની ઘટના સામે આવી છે. જેમાં ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ થયો છે.

ગુજરાત નાશિકને જોડનાર હાઇવે નંબર 848 નાનાપોઢા કપરાડા માર્ગ છેલ્લા કેટલાક સમયથી બિસમાર બન્યો છે. જેને, કારણે માર્ગમાં અનેક નાનામોટા અકસ્માતો સર્જાય રહ્યાં છે. કપરાડા કુંભ ઘાટમાં ગત એક માસમાં સતત ત્રીજી અકસ્માત સર્જાયો છે.

કપરાડા કુંભ ઘાટમાં વધુ એક અકસ્માત, ડ્રાઈવરનો બચાવ

નાશિકથી દમણની કંપનીમાં રંગના બેરલ ભરીને લાવનાર ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઇ હતી. જેમાં ડ્રાઈવરનો ચમત્કારીક બચાવ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ગત એક માસમાં આ સ્થળે સતત ત્રીજો અકસ્માત સર્જાયો છે.

Intro:નાનાપોઢા કપરાડા માર્ગ ઉપર કુંભ ઘાટ નજીક વધુ એક ટ્રક પલ્ટી જતા ચાલકનો ચમત્કારિક બચાવ થયો જોકે છેલ્લા એક મહિના ના આ એકજ સ્થળે ત્રીજો બનાવ નોંધાયો છે


Body:ગુજરાત નાશિક ને જોડતો હાઇવે નમ્બર 848 નાનાપોઢા કપરાડા માર્ગ છેલ્લા કેટલાક સમય થી ખૂબ બિસમાર બન્યો છે જેને કારણે ઘાટ માર્ગ માં અનેક નાનામોટા અકસ્માતો નોંધાઇ રહ્યા છે એમાં પણ કપરાડા કુંભ ઘાટ માં છેલ્લા એક માસ માં સતત ત્રીજી અકસ્માત ની ઘટના નોંધાઇ છે નાસિક થી દમણ ની કંપની માં રંગ ના બેરલ ભરી જે આવતી ટ્રક ના ચાલકે ઘાટ સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા ટ્રક વળાંક માં જમીન ની ભેખડ માં ભટકાયા બાદ પલ્ટી થઈ ગઈ હતી જોકે ઘટના માં ચાલક નો ચમત્કારિક બચાવ થયો હતો


Conclusion:નોંધનીય છે કે છેલ્લા એક માસ માં આજ સ્થળે સતત ત્રીજો બનાવ નોંધાયો છે થોડા દિવસ પૂર્વે આજ સ્થળે એક ટેન્કર ચાલક રોડ ની નીચે ઉતરી પલ્ટી ગઈ હતી જ્યારે અન્ય એક કન્ટેનર પણ આજ સ્થળે પલ્ટી ગયું હતું આમ ઘાટ માર્ગ માં રોડ બિસમાર બનતા અકસ્માતો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.