ETV Bharat / state

વલસાડ જિલ્લામાં કોરોનાથી થયેલા મૃત્યુના સરકારી આંકડામાં ગોટાળા

author img

By

Published : Oct 5, 2020, 7:41 AM IST

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવેલા કોરોના મહામારીમાં સરકાર આંકડા છુપાવતી હોવાના આક્ષેપો અવાર નવાર થતા આવ્યાં છે. ત્યારે આ અંગે ETV ભારતે વલસાડ જિલ્લાના સરકારી કોરોનાના મોતનો આંકડો અને સ્મશાન-કબ્રસ્તાનમાં આવેલા કોરોનાના મૃતદેહો અંગે વિગતો મેળવતા ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમાં જિલ્લામાં સરકારી આંકડા મુજબ કુલ કોરોનાના 131 કેસ સામે માત્ર વાપી, પારડી અને ઉમરગામ તાલુકામાં 177 કોરોનાના મૃતદેહોનો આંકડો સામે આવ્યો છે.

valsad
htવલસાડ જિલ્લામાં કોરોના મોતના સરકારી આંકડામાં ગરબડ ગોટાળાtp://10.10.50.85:6060/finalout4/gujarat-nle/thumbnail/05-October-2020/9051575_thumbnail_3x2_vdzz.jpg

વલસાડ : વૈશ્વિક મહામારી કોરોનામાં સરકાર આંકડા છુપાવતી હોવાનું સામે આવ્યું છે. વલસાડ જિલ્લામાં કોરોના કાળમાં સરકારી આંકડા મુજબ કુલ 131 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જેમાં માત્ર 9 જ કોરોનાથી અને બાકીના 122 દર્દીઓ અન્ય કારણોસર મૃત્યુને ભેટ્યા છે. જ્યારે આ અંગે ETV ભારતે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના અને પારડી, ઉમરગામ તાલુકાના સ્મશાન-કબ્રસ્તાનમાં આવેલા કોરોના મૃતદેહનો આંકડો તપાસ્યો તો સરકારની પોલ ખુલી પડી ગઈ છે. વલસાડ જિલ્લામાં સરકારના કુલ 131 મોતના આંકડા સામે વાપીના એક જ સ્મશાનગૃહમાં 110 કોરોના મૃતદેહો અને પારડી તાલુકાના સ્મશાન ગૃહના 28 કોરોના મૃતદેહો મળી 132 મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપ્યા હોવાની વિગતો સામે આવી છે.

વલસાડ જિલ્લામાં કોરોનાથી થયેલા મૃત્યુના સરકારી આંકડામાં ગોટાળા
હિંદુ સ્મશાન ઉપરાંત મુસ્લિમ, ખોજા, વ્હોરા અને ખ્રિસ્તી કબ્રસ્તાનમાં કોરોના હતભાગીઓને દફનાવવામાં આવ્યાં છે. જે અંગે મુસ્લિમ સમાજમાં મૃતદેહોને દફનાવવાની સેવા કરતી સંસ્થાના જણાવ્યા મુજબ વાપીમાં કુલ 4 મુસ્લિમ કબ્રસ્તાન છે. જેમાં વાપીના મુખ્ય કહેવાતા જામાં મસ્જિદ કબ્રસ્તાન અને અન્ય કબ્રસ્તાનમાં 32 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને દફનાવવામાં આવ્યાં છે. એ જ રીતે સંજાણ કબ્રસ્તાનમાં 2, જિલ્લાના ખોજા કબ્રસ્તાનમાં 12 જેટલા, વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં 1 અને ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાનમાં 2 કોરોના મૃતદેહોને દફનાવવામાં આવ્યાં છે. જે જોતા ઉમરગામ પારડી અને વાપીમાં જ કબ્રસ્તાન કે સ્મશાનમાં અંદાજિત 177 કોરોના પોઝિટિવ દર્દીઓની અંતિમવિધિ થઈ છે.

વલસાડ જિલ્લાના તાલુકા મુજબ કોરોના કાળમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો સરકારી રેકોર્ડ જોઈએ તો વલસાડ તાલુકામાં 44, પારડી તાલુકામાં 20, વાપીમાં 51, ઉમરગામમાં 11, ધરમપુર માં 3 અને કપરડામાં 1 દર્દીનું મોત મળી કુલ 131 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યાં છે. જો કે તેની સામે ત્રણ તાલુકાના મુખ્ય કોવિડ સ્મશાન અને કબ્રસ્તાનમાં જ કુલ 177 નો આંકડો સામે આવ્યો છે. જ્યારે એ ઉપરાંત વલસાડમાં અને ધરમપુર-કપરાડાના સાચા આંકડા મેળવીએ તો કદાચ આંકડો 200 પાર પહોંચી શકે છે. એ જ રીતે જો ગુજરાતના સાચા આંકડા મેળવવામાં આવે તો કદાચ આઘાતજનક આવી શકે છે.

ETV ભારતની તપાસમાં કોરોના કાળ દરમ્યાન નોર્મલ મૃત્યુમાં પણ વધારો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં વર્ષ 2020ના જાન્યુઆરીથી 30મી સપ્ટેમ્બર સુધીમાં વાપીના મુક્તિધામમાં 669, નામધા સ્મશાનમાં 235, બલિઠા સ્મશાનમાં 112, પારડી સ્મશાનમાં તો, 1 એપ્રિલથી 3 ઓક્ટોબર 2020 સુધીમાં જ 155 નોર્મલ મૃતદેહોને અગ્નિદાહ અપાયો છે. જ્યારે વાપીના ચાર કબ્રસ્તાનમાં પણ અંદાજિત 70 જેટલા નોર્મલ મૃતદેહોને દફનાવવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં દેશમાં અત્યાર સુધીમાં સરકારી મોતનો આંકડો એક લાખને પાર થયો છે. જ્યારે છુપાવેલો આંકડો જાહેર કરે તો કદાચ એ દેશ માટે આઘાતજનક નીવડે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે, હિંદુ સંસ્કૃતિમાં 16 સંસ્કારનું મહત્વ છે. જન્મથી મરણ સુધીના આ 16 સંસ્કારમાં છેલ્લો સંસ્કાર અંતિમ સંસ્કાર છે. જેને કોરોના કાળની થપાટે છીનવી લીધો છે, અને સરકારે એમા પણ આંકડા છુપાવાની રાજરમત રમી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.