ETV Bharat / state

fortified Rice Testing: વલસાડમાં FRLની ટીમે ડેમો બતાવી ફોર્ટિફાઈડ ચોખા અંગે લોકોની ગેરસમજ દૂર કરી

author img

By

Published : Jan 10, 2022, 10:47 AM IST

વલસાડમાં ધરમપુરના કાંગવી અને મોટી ઢોલ ડુંગરી ગામમાં સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવતા ચોખામાં પ્લાસ્ટિકના હોવાનો (Misconception about fortified Rice in Valsad) લોકોએ આક્ષેપ કર્યો હતો. જોકે, FRLની ટીમે વલસાડ પહોંચીને ફોર્ટિફાઈડ ચોખા અંગે લોકોની ગેરસમજ દૂર (FRL Team clarify doubt on Fortified Rice) કરી હતી.

Misconception about fortified Rice in Valsad: વલસાડમાં FRLની ટીમે ડેમો બતાવી ફોર્ટિફાઈડ ચોખા અંગે લોકોની ગેરસમજ દૂર કરી
Misconception about fortified Rice in Valsad: વલસાડમાં FRLની ટીમે ડેમો બતાવી ફોર્ટિફાઈડ ચોખા અંગે લોકોની ગેરસમજ દૂર કરી

વલસાડઃ ગુજરાત સરકાર દ્વારા પોષણયુક્ત ધન્ય મળે એવા હેતુથી દરેક જિલ્લામાં આવતા અનાજના જથ્થામાં ફોર્ટિફાઈડ અનાજ (Nutritious Fortified Rise) આપવામાં (Fortified rice in Valsad schools) આવી રહ્યું છે, જેમાં ચોખાના દાણા જેવા જ ચોખામાં વિટામિન મિનરલ્સ ઉંમેરી બનતા ફોર્ટિફાઈડ ચોખા મિક્સ કરીને આપવામાં આવી રહ્યા છે, પરંતુ લોકોમાં આ અંગે જાણકારીનો અભાવ હોવાથી લોકો આ ચોખાના દાણાને પ્લાસ્ટિકના ચોખા સમજી રહ્યા છે.

ફોર્ટિફાઈડ ચોખા પ્લાસ્ટિકના હોવાનો લોકોએ કર્યો હતો આક્ષેપ

ફોર્ટિફાઈડ ચોખા પ્લાસ્ટિકના હોવાનો લોકોએ કર્યો હતો આક્ષેપ

વલસાડમાં ધરમપુરના કાંગવી અને મોડી ઢોલ ડુંગરી ગામમાં પણ લોકોએ ફોર્ટિફાઈડ ચોખા (Nutritious Fortified Rise) પ્લાસ્ટિકના ચોખા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ લોકોએ મામલતદારને આ અંગે આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકોને જાણકારીના અભાવને લઈ સરકારી અનાજની દુકાનમાંથી અપાતા ચોખામાંથી પ્લાસ્ટિકના જણાઈ આવતા ચોખા નીકળી રહ્યા હોવા અંગે ખૂલાસો કરવા ધરમપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં (Application form to Mamlatdar regarding fortified rice) આવ્યું હતું.

આ પણ વાંચો- Clarification of Vadodara Collector: ફર્ટિફાઈડ ચોખા પ્લાસ્ટિકના હોવાની માન્યતા ખોટી

મામલતદારે ફોર્ટિફાઈડ ચોખા અંગે જાણકારી આપવા આપી સૂચના

લોકોમાં જાણકારીના અભાવે જે ચોખાને લોકો પ્લાસ્ટિકના ચોખા માની રહ્યા છે. તે ચોખા ફોર્ટિફાઈડ રાઈસ છે. આ અંગે જાણકારી આપવા ધરમપુર મામલતદારે સસ્તા અનાજની દુકાનદાર સાથે બેઠક યોજી તમામને અલગ જણાઈ આવતા ફોર્ટિફાઈડ રાઈસ અંગે માહિતગાર કરવા સૂચના આપી હતી.

આ પણ વાંચો- Harmful Effects of Plastic on Health: પ્લાસ્ટિકમાં ફૂડ ગરમ કરવું-રાખવું હાનિકારક બની શકે છે

FRL ગાંધીગરની ટીમે કાંગવી ગામના લોકો સમક્ષ ચોખા અંગે પ્રયોગથી ગેરસમજ દૂર કરી

ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમના FRLની ટીમ વલસાડ પહોંચી (FRL team in Valsad) હતી. અહીં ટીમે લોકો જેને પ્લાસ્ટિકના ચોખા માનતા હતા. તે ચોખાને ગરમ પાણીમાં નાખી લોકો સમક્ષ પ્રયોગ કરી વાસ્તવિકતા સમજાવી (FRL Team clarify doubt on Fortified Rice) હતી. ત્યારબાદ લોકોએ પણ માન્યું કે, ચોખા વિટામિન મિનરલયુક્ત છે.

FRL ગાંધીગરની ટીમે કાંગવી ગામના લોકો સમક્ષ ચોખા અંગે પ્રયોગથી ગેરસમજ દૂર કરી
FRL ગાંધીગરની ટીમે કાંગવી ગામના લોકો સમક્ષ ચોખા અંગે પ્રયોગથી ગેરસમજ દૂર કરી

ફોર્ટિફાઈડ ચોખા શું હોય છે?

બાળકોમાં કૂપોષણ દૂર કરવા સરકારે સામાન્ય ચોખા સાથે વિશેષ ચોખા જે ચોખાના લોટમાં વિટામિન ડી9 અને બી12 તેમ જ મિનરલ ઉંમેરી બનાવવામાં આવતો વિશેષ દાણો જે દેખાવમાં ચોખા જેવો (Fortified rice in Valsad schools) જ હોય છે, પરંતુ રંગ અને કદથી થોડો અલગ તરી આવતો હોય છે. વળી એક કિલોમાં 1:1ના રેશિયો મુજબ નાખવામાં આવે છે. એટલે ચોખાના જથ્થામાં થોડા દાણા અલગ તરી આવતા હોય લોકોની ગેરસમજણ વધી રહી છે. ત્યારે આ ચોખાની બનાવટ ચોખા લોટની જ (Nutritious Fortified Rise) હોય છે. તે આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે.

FRLની ટીમે કરેલા પ્રયોગ બાદ લોકોએ માન્યું કે, તેઓને જાણકારીનો અભાવ છે

ગાંધીનગરથી આવેલી FRLની ટીમે સ્થાનિક ગ્રામજનોની આગળ ફોર્ટિફાઈડ ચોખા માટે વિશેષ પ્રયોગ કરી (Fortified rice in Valsad schools) બતાવ્યા હતા. ત્યારબાદ લોકોએ પણ માન્યું કે, જે ચોખાને તેઓ પ્લાસ્ટિકના ચોખા સમજતા હતા. તે ચોખા પ્લાસ્ટિકના નહીં, પરંતુ ફોર્ટિફાઈડ પોષણયુક્ત ચોખા (Nutritious Fortified Rise) છે, જેને લઈને તેઓને જાણકારીના અભાવે ગેરસમજ થઈ (FRL Team clarify doubt on Fortified Rice) હતી. અત્યારે ટીમ દ્વારા પરિક્ષણ બતાવ્યા બાદ લોકોએ માન્યું કે આ ચોખા આરોગ્ય માટે હિતપ્રદ છે. આમ, વલસાડ જિલ્લામાં આંતરિયાળ વિસ્તારમાંથી કેટલાક દિવસથી પ્લાસ્ટિકના ચોખા અંગે લોકોમાં ગેરસમજણ દૂર થઈ (FRL Team clarify doubt on Fortified Rice) હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.