ETV Bharat / state

Marriage Season: યુવાને આદિવાસી પરંપરા મુજબ લગ્ન કર્યા, બળદગાડામાં બેસી દુલ્હન લેવા પહોંચ્યા વરરાજા

author img

By

Published : Mar 12, 2023, 11:36 AM IST

ધરમપુરમાં આદિવાસી યુવકે બળદગાડામાં વરયાત્રા કાઢી અને આદિવાસી રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા બળદગાડા માં નીકળેલી વરયાત્રા ને જોતા જ માર્ગમાં આવતા જતા અનેક લોકો કુતુહલ વશ થોડીવાર માટે જોવા માટે થંભી ગયા હતા

Marriage Season: યુવાને આદિવાસી પરંપરા મુજબ લગ્ન કર્યા, બળદગાડામાં બેસી દુલ્હન લેવા પહોંચ્યા વરરાજા
Marriage Season: યુવાને આદિવાસી પરંપરા મુજબ લગ્ન કર્યા, બળદગાડામાં બેસી દુલ્હન લેવા પહોંચ્યા વરરાજા

Marriage Season: યુવાને આદિવાસી પરંપરા મુજબ લગ્ન કર્યા, બળદગાડામાં બેસી દુલ્હન લેવા પહોંચ્યા વરરાજા

ધરમપુર: યુવાનો પોતના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણા પ્રયોગ કરતા હોય છે. કોઈ ડેસ્ટિનેશન વેડિંગ પસંદ કરે છે તો કોઈ થીમ ફોલો કરીને ફેરા ફરે છે. પણ વલસાડ પાસે આવેલા એક યુવાને પોતાની આદિવાસી પરંપરાને જાળવી રાખીને આદિવાસી રીત રીવાજ અનુસાર લગ્ન કર્યા હતા. જેમાં જાનૈયાઓ બળદગાડાની પાછળ ચાલીને મંડપ સુધી પહોંચ્યા હતા. અનેક લોકો તેમની આ બળદગાડામાં નીકળેલી અનોખી વરયાત્રા જોવા માટે બે ઘડી તો થંભી ગયા હતા.

આ પણ વાંચોઃ Ek Vivah Aisa Bhi: કેનેડાનો વર, ઋષિકેશની દુલ્હન... જાણો કેમ ઉત્તરાખંડના આ લગ્ન છે

લોકોમાં કુતુહલતાઃ આ સાથે જ કુતુહલમાં પણ મુકાયા હતા. કારણકે વર્તમાન સમયમાં અન્યની દેખાદેખીમાં મોટાભાગના યુવાનો મોંઘીદાટ ગાડીઓ જેવી કે ઓડી મર્સિડીઝ કે રેન્જ રોવર જેવી કારમાં વરરાજા બનીને બેસી જતા હોય છે. વરયાત્રા લઈને નીકળતા હોય છે. પરંતુ હસમુખ પટેલે પોતાના લગ્ન પ્રસંગે બળદ ગાડામાં વરયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું.

પરંપરા જાળવી રાખીઃ આ અંગે ઇટીવી સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું કે અન્ય યુવાનો પણ એક મેસેજ જાય તેમ જ ખોટા ખર્ચ ન કરી આદિવાસી પરંપરા ને જાળવી રાખી તેને આગળ વધારવા માટે તેમણે આ નિર્ણય લીધો હતો અને તે નિર્ણય તેમણે પૂર્ણ પણ કર્યો છે.

આદિવાસી વાદ્યો દેખાયાઃ ખારવેલ ગામેં આયોજિત કરવામાં આવેલ આ લગ્નમાં યુવકે વર્તમાન સમયના સંગીતના સાધનોને નહિ, પરંતુ આદિવાસી સમાજમાં દરેક પ્રસંગે પરંપરાગત ઉપયોગ કરતા તુર થાળી જેવા વાદ્યોને પ્રધાન્ય આપી તેમને આમંત્રણ આપાયું હતું. વરરાજા હસમુખ પટેલનું માનવું છે કે, આદિવાસીઓના વાદ્યો પણ વિસરાતા જાય છે. જેને પણ તેઓ પ્રધાન્ય અપાય તો અનેક લોકોને રોજગારીનો પૂરતો આવસર મળી શકે એમ છે.

આ પણ વાંચોઃ Marriage Season: ભારતીય સૈન્યના જવાને ઈન્ડોનેશિયાની યુવતી સાથે ફેરા લીધા

મોટું ઉદાહરણઃ આદિવાસી પરંપરા મુજબ યુવકે લગ્ન કરવાનું નકકી કર્યું હોવાથી ઘર આંગણે બાંધવામાં આવેલ મંડપના ગેટ ઉપર પણ જય જોહારનું મોટું બેનર લગાવવામાં આવ્યું હતું. આ સાથે જ મંડપમાં ગેટમાં જ પ્રવેશ કરતા ડાબી તરફ ટેબલ ઉપર ભગવાન બુદ્ધ અને આદિવાસી સમાજમાં પૂજન કરવામાં આવતા બ્રહ્મદેવની તસવીરો મુકવામાં આવી હતી.

રીત-રીવાજઃ આજના યુવાનો તેઓના દેવી દેવતાને ઓળખી શકે તેમજ આદિવાસી રિતરીવાજોને જાણી શકે અને અમલમાં મૂકી તેને જીવંત રાખી શકે તે માટે નોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આમ ખારવેલના યુવાને આદિવાસી પરંપરા મુજબ લગ્નગ્રંથિથી જોડાઈ તેમજ બળદગાડામાં વરયાત્રા કાઢીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.