ETV Bharat / state

વલસાડમાં ખાનગી હોસ્પિટલ કરતા સરકારી હોસ્પિટલમમાં પ્રસૂતિનો આંકડો વધ્યો

author img

By

Published : May 13, 2021, 8:32 AM IST

Updated : May 13, 2021, 9:26 AM IST

સામાન્ય રીતે કોઈપણ ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપે એટલે એ મહિલનો પણ એ એક પુનર્જન્મ કહી શકાય. મહિલાની પ્રસૂતિ સમયે જો તેને યોગ્ય સારવાર કે સારસંભાળ ન મળે તો બાળક અને મહિલા બન્નેનું મોત થઈ શકે છે. ત્યારે કોરોનાની મહામારીના સમયમાં પણ સરકારી હોસ્પિટલોમાં ખૂબ કાળજીપૂર્વક પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે. ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં પ્રસુતિ માટે મહિલાઓની પ્રથમ પસંદગી સરકારી હોસ્પિટલ છે. આ વર્ષે મહામારી દરમિયાન પણ ખાનગી હોસ્પિટલોના પ્રસુતિના આંકડામાં ઘટાડો થયો છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં આંકડા પણ સામાન્ય જોવા મળી રહ્યા છે.

ખાનગી હોસ્પિટલ કરતા સરકારી હોસ્પિટલમમાં પ્રસૂતિનો આંકડો વધ્યો
ખાનગી હોસ્પિટલ કરતા સરકારી હોસ્પિટલમમાં પ્રસૂતિનો આંકડો વધ્યો

  • અનુભવી તબીબો, નર્સો અને અનુભવી દાયણઓ દ્વારા પ્રસૂતિ કરવામાં આવે
  • અનેક મહિલાઓ સરકારી હોસ્પિટલ પર વધુ વિશ્વાસ ધરાવે
  • ગ્રામીણ મહિલાઓ ખાનગી હોસ્પિટલમાં જવાનું ટાળી રહી

વલસાડ : આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું કે, સરકારી હોસ્પિટલોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનુભવી તબીબો, નર્સો અને અનુભવી દાયણઓ દ્વારા પ્રસૂતિ કરાવવા માટે અનેક મહિલાઓ સરકારી હોસ્પિટલ પર વધુ વિશ્વાસ ધરાવે છે. એમાં પણ ગ્રામીણ મહિલાઓ ખાનગી હોસ્પિટલમાં જવાનું ટાળી રહી છે.

સરકારી હોસ્પિટલમાં ખર્ચ ઓછો અને સરકારી લાભ મળે

મહામારીના સમયે પણ ખાનગી હોસ્પિટલોમાં પ્રસુતિ માટે જવું અનેક મહિલાઓ અને પરિવારો યોગ્ય માનતા નથી. જેથી કરીને પ્રસૂતિ માટે ખાનગી હોસ્પિટલો પર તેઓ પ્રથમ પસંદગી પર ઉતારતા હોય છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં ખર્ચ ઓછો અને સરકારી લાભ પણ પ્રસૂતા મહિલાને મળી રહે છે.

ખાનગી હોસ્પિટલમાં 16,824 જેટલી પ્રસુતિ કરાવવામાં આવી
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર, એપ્રિલ 2019થી માર્ચ 2020 સુધીમાં કુલ 26,208 જેટલી પ્રસુતિ નોંધાઇ છે. જેમાં ખાનગી હોસ્પિટલમાં 16,824 જેટલી પ્રસુતિ કરાવવામાં આવી છે. સરકારી હોસ્પિટલના આંકડા જોઈએ તો ગત વર્ષમાં ઉમરગામમાં કુલ 5073 પ્રસુતિ નોંધાઈ છે. જેમાં 3,351 ખાનગીમાં નોંધાઈ છે.

વાપીમાં કુલ 5,878 પ્રસૂતિમાંથી 5,096 પ્રસૂતિ ખાનગી હોસ્પિટલમાં થઇ

કપરાડા તાલુકામાં કુલ 5,593 પ્રસુતિ થઈ જેમાં 2,033 ખાનગીમાં નોંધાઈ, ધરમપુરમાં કુલ 3,292 પ્રસુતિ થઇ જેમાં કુલ 927 ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ નોંધાઈ ,પારડીમાં કુલ 2,154 પ્રસુતિ થઇ જેમાં 1,646 ખાનગી હોસ્પિટલમાં નોંધાઈ, વલસાડમાં કુલ 4,218 પ્રસુતિ થઈ જેમાં 3,771 ખાનગીમાં નોંધાઈ હતી. આમ, વાપીમાં કુલ 5,878 ડિલિવરી થઈ છે. જેમાં 5,096 ખાનગી હોસ્પિટલમાં નોંધાઈ હતી. આમ, સરકારી હોસ્પિટલમાં લોકોનો વિશ્વાસ વધુ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : એલજી હોસ્પિટલમાં 20 કોરોના પોઝિટિવ મહિલાઓની પ્રસૂતિ કરવામાં આવી

વલસાડ સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવતી મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આવા સમયમાં સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવતી મહિલાઓ માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી કરીને પ્રસૂતિ પછી બાળક અને તેની માતાને કોઈપણ પ્રકારનું સંક્રમણ ન લાગી શકે. તેમજ બાળક અને માતા બન્ને તંદુરસ્ત રહે તેમની સારસંભાળ માટે પણ વિશેષ વ્યવસ્થાઓ સિવિલ હોસ્પીટલમાં ઊભી કરવામાં આવી છે.
ખાનગી કરતા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિનો આંકડો વધારે
એપ્રિલ 2020થી માર્ચ 2021 સુધીમાં સરકારી હોસ્પિટલમાં પ્રસુતિની સંખ્યાના આંકડાઓ પર નજર કરીએ તો ઉમરગામમાં ખાનગી હોસ્પિટલ કરતા સરકારી હોસ્પિટલમાં 1,805 પ્રસુતિ નોંધાઇ છે. જ્યારે કપરાડામાં 4,109 પ્રસુતિ નોંધાઇ છે, ધરમપુરમાં 2,616 પ્રસુતિ નોંધાઇ છે.

આ પણ વાંચો : કોરોના કાળમાં 1800થી વધુ સગર્ભાઓની સલામત પ્રસૂતિ, જટિલ ગણાતી 100થી વધુ ગાયનેક સર્જરી પણ કરાઈ

પારડીમાં સરકારી હોસ્પિટલમાં સૌથી ઓછી 406 પ્રસૂતિ નોંધાઈ

પારડીમાં સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ સૌથી ઓછી 406 જેટલી નોંધાઈ છે .વલસાડમાં 445 જેટલી પ્રસુતિ સરકારી હોસ્પિટલમાં નોંધાઇ છે. જ્યારે વાપીની વાત કરીએ તો વાપીની સરકારી હોસ્પિટલો મળી 1,234 જેટલી પ્રસૂતિ થાય છે. ગત વર્ષે સરકારી હોસ્પિટલમાં 9,384 જેટલી પ્રસુતિ થઈ હતી. જેની સામે આ વર્ષે 1,0615 જેટલી પ્રસુતિ નોંધાઈ છે. એટલે કે, ગત વર્ષના આંકડા સરખાવ્યા હતા. આ વર્ષે 1,231 મહિલાઓએ સરકારી હોસ્પિટલમાં પોતાની પ્રસૂતિ કરાવવા માટે વિશ્વાસ મૂક્યો છે.

અંતરિયાળ વિસ્તારના લોકો પ્રસૂતિ માટે સરકારી હોસ્પિટલની પ્રથમ પસંદગી કરે

ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકો પોતાની મહિલાને પ્રસૂતિ માટે સરકારી હોસ્પિટલ ઉપર વધુ દારોમદાર રાખે છે. સાથે જ મહામારીના સમયમાં પણ આવી મહિલાઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકારી આરોગ્ય તંત્ર પણ વિશે સુવિધાઓથી સજ્જ છે. જોકે, અત્યારે કોરોના મહામારી હોવાને કારણે પ્રસૂતા મહિલાઓ હોસ્પિટલ સુધી આવી શકતી નથી. પરંતુ આ મહિલાઓની કાળજી માટે આંગણવાડીની બહેનો અને સ્થાનિક આરોગ્ય વિભાગની નર્સ દ્વારા સમય અંતરે તેમની ખબરઅંતર લેવામાં આવે છે.

Last Updated :May 13, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.