ETV Bharat / state

કપરાડાના મોટી પલસણ ગામમાં માત્ર 1 બેડું પાણી ભરવા મહિલાઓએ 5 કલાક રાહ જોવી પડે છે

author img

By

Published : May 11, 2021, 1:01 PM IST

એક તરફ સરકાર દરેક ગામડામાં હર ઘર નલ સે જલ પહોંચાડવાની મોટી મોટી વાત કરે છે, પરંતુ વલસાડ જિલ્લામાં તો ઉલટું જ ચિત્ર જોવા મળી રહ્યું છે. વલસાડના કપરાડામાં હજી પણ પીવાના પાણી માટે લોકો વલખાં મારે છે. માત્ર 1 ઘડો પાણી ભરવા માટે મહિલાઓએ 3-3 કિલોમીટર દૂર પગપાળા જવું પડે છે. અહીં ખેડી ડુંગર પર આવેલા એક સુકાયેલા કૂવામાંથી મહિલાઓ પાણી ભરવા આવે છે. માત્ર 1 ઘડો પાણી ભરવા માટે જીવના જોખમે મહિલાઓ કૂવામાં ઉતરીને પાણી ભરે છે. મોટી મોટી વાત કરનારી સરકાર માત્ર 400 લોકોની વસતી ધરાવતા કરંજલી ફળિયાને પાણીની સુવિધા પણ નથી પહોંચાડી શકતી તે સ્પષ્ટ જોવા મળે છે.

કપરાડાના મોટી પલસણ ગામમાં માત્ર 1 બેડું પાણી ભરવા મહિલાઓએ 5 કલાક રાહ જોવી પડે છે
કપરાડાના મોટી પલસણ ગામમાં માત્ર 1 બેડું પાણી ભરવા મહિલાઓએ 5 કલાક રાહ જોવી પડે છે

  • મહિલાઓ જીવના જોખમે કૂવામાંથી પાણી ભરે છે
  • કપરાડાના લોકો પાણી માટે મારી રહ્યા છે વલખાં
  • સરકારનો દરેક ઘરે નળથી જળ પહોંચાડવાનો દાવો પોકળ સાબિત થયો
  • મોટી પલસણ ગામમાં કરંજલિ ફળિયામાં આવેલો કૂવો એક માત્ર પાણી મેળવવા માટેની જગ્યા
  • 400 લોકોની વસ્તી ધરાવતા ફળિયાની તમામ મહિલાઓ પાણી ભરવા વહેલી પરોઢિયે 3 વાગ્યે થી કુવા ઉપર જવું પડે છે
  • એક બેડું પાણી ભરવા કુવા પાસે કલાકો સુધી બેસી રહેવાની પડે છે
  • સ્થાનિકોએ ફાળો ઉઘરાવી ડુંગર ઉપર જળસ્રોત દેખાતા કૂવો ખોદાવ્યો પણ જળસ્તર ઉંડો ઉતરી જતા કલાક સુધી બેસવાની પડે છે ફરજ

કપરાડા (મોટી પલસણ): એક તરફ સરકાર દરેક ઘરને નળથી જળ પહોંચાડવાના મોટા મોટા દાવા કરે છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં તો જાણે સરકાર નજર જ નથી નાખતી તેવું લાગી રહ્યું છે. એક તરફ દેશ ડિજિટલ ઈન્ડિયા જેવી કાલ્પનિક દુનિયા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાતનો વલસાડ જિલ્લો તો પાયાની જરૂરિયાત એવા પાણી માટે જ વલખાં મારી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચેરાપુંજી તરીકે ઓળખાતા કપરાડામાં જ મે મહિનો શરૂ થતાં જ પાણીની સમસ્યા સર્જાઈ છે. અહીંના 35થી વધુ ગામમાં પીવાના પાણીની સમસ્યા છે, જેમાં એક ટીપું પાણી મેળવવા માટે મહિલાઓ જીવનું જોખમ ખેડી ડુંગર ઉપર બનેલા એક કૂવામાં દોરડીના સહારે ઉતરી ટીપે ટીપે ભરાતા નાનકડા ખાડામાંથી એક એક બેડું પાણી ભરવાની ફરજ પડે છે.

મોટી પલસણ ગામમાં કરંજલિ ફળિયામાં આવેલો કૂવો એક માત્ર પાણી મેળવવા માટેની જગ્યા
મોટી પલસણ ગામમાં કરંજલિ ફળિયામાં આવેલો કૂવો એક માત્ર પાણી મેળવવા માટેની જગ્યા

આ પણ વાંચોઃ વડોદરા આજવા રોડ પર આવેલી 15 જેટલી સોસાયટીઓમાં પાણીની સમસ્યા

જીવના જોખમે ભરવું પડે છે પીવાનું પાણી મહિલાઓને મોટીપલણ ગામે

કપરાડા તાલુકાના આંતરિયાળ એવા મેટી પલસાણ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉનાળો શરૂ થતાની સાથે જ ઉદ્ભવે છે. સ્થાનિકોએ પોતાનાથી બનતા પૈસા આપી ફાળો એકત્ર કરી ડુંગર ઉપર એક કાચો કૂવો બનાવ્યો હતો. એક કૂવો બનાવ્યા બાદ ધસી પણ ગયો, પરંતુ તેમ છતાં પણ લોકોએ તેને ફરીથી સાફ કરી પાણી ભરવા લાયક યોગ્ય બનાવ્યો અહીં આગળની અંદર પાણીના નાનકડા ઝરણાં છે, જેમાંથી કૂવામાં ટીપું ટીપું પાણી ઝરે છે અને કૂવામાં એક નાનકડું પાણીનું ખાબોચિયું જ સર્જાય છે અને એ ખાબોચિયું પાણીથી ભરાયા બાદ જ મહિલાઓ એક બેડુ પાણી ભરી શકે છે.

મોટી પલસણ ગામમાં કરંજલિ ફળિયામાં આવેલો કૂવો એક માત્ર પાણી મેળવવા માટેની જગ્યા
મોટી પલસણ ગામમાં કરંજલિ ફળિયામાં આવેલો કૂવો એક માત્ર પાણી મેળવવા માટેની જગ્યા

આ પણ વાંચોઃ ભર ઉનાળામાં ભુજ નગરપાલિકાના વોર્ડ નં 1 અને 2 માં પાણીની તંગી

કરંજલી ફળિયામાં આવેલા કૂવામાં મહિલાઓ પાણી ભરવા જીવના જોખમે ઉતરે છે

400 લોકોની વસ્તી ધરાવતા આ ફળિયામાં રહેતી અનેક મહિલાઓ વહેલી પરોઢિયે 3 વાગ્યાથી ડુંગર ઉપર આવેલા આ કૂવા પાસે પહોંચી જાય છે, જેની પાછળનું કારણ એ છે કે કૂવામાં ટીપે-ટીપે પાણી એકત્ર થાય છે અને તે ભરાયા બાદ જ એક બેડું પાણી ભરી શકાય છે. એટલે કે એક બેડું પાણી ભરવા માટે મહિલાઓએ ઓછામાં ઓછા અડધો કલાક જેટલો સમય ત્યાં બેસીને ફાળવવો પડે છે. એટલું જ નહીં આ કૂવામાં દોરી બાંધેલી છે અને કૂવાની અંદર દોરી વડે મહિલાઓએ જીવના જોખમે અંદર ઉતરવું પડે છે જે બાદ જ મહિલાઓ કૂવામાંથી પાણી ભરી શકે છે.

400 લોકોની વસ્તી ધરાવતા ફળિયાની તમામ મહિલાઓ પાણી ભરવા વહેલી પરોઢિયે 3 વાગ્યે થી કુવા ઉપર જવું પડે છે
400 લોકોની વસ્તી ધરાવતા ફળિયાની તમામ મહિલાઓ પાણી ભરવા વહેલી પરોઢિયે 3 વાગ્યે થી કુવા ઉપર જવું પડે છે
રાજકારણીઓને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં સમસ્યા ઠેરની ઠેર છે

વોટ માગવા આવવું હોય ત્યારે રાજકારણીઓને આ જિલ્લો યાદ આવે છે, પરંતુ જ્યારે સુવિધા આપવાનો વારો આવે ત્યારે તેમના મગજમાંથી જાણે વલસાડનું નામ જ ભૂંસાઈ જાય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક કક્ષાએ રહેતા લોકોએ સ્થાનિક રાજકારણીઓ અને રાજ્યકક્ષાના પ્રધાન સુધી લેખિત અને મૌખિક ફરિયાદો દર વર્ષે કરવામાં આવે છે, પરંતુ આ ફરિયાદો રાજકારણીઓના બહેરા કાને અથડાઈને પરત ફરે છે તેમ છતાં પણ સમસ્યા હજુ ઠેરની ઠેર છે. આથી આપણામાં રહેતી મહિલાઓની હાલત ખૂબ જ દયનીય બની જાય છે. મહિલાઓને પીવાનું પાણી લેવા માટે એક તો 3 કિલોમીટર સુધી ચાલી ડુંગર ઉપર જવું પડે છે અને ત્યાં ગયા બાદ પણ તેમને પાણી નસીબ નથી થતું તેમને જીવના જોખમે દોરડા વડે કૂવામાં ઉતરવું પડે છે.

સ્થાનિકોએ ફાળો ઉઘરાવી ડુંગર ઉપર જળસ્રોત દેખાતા કૂવો ખોદાવ્યો પણ જળસ્તર ઉંડો ઉતરી જતા કલાક સુધી બેસવાની પડે છે ફરજ
સ્થાનિકોએ ફાળો ઉઘરાવી ડુંગર ઉપર જળસ્રોત દેખાતા કૂવો ખોદાવ્યો પણ જળસ્તર ઉંડો ઉતરી જતા કલાક સુધી બેસવાની પડે છે ફરજ
દર વર્ષેથી ચાલી આવતી આ સમસ્યાને જોતા આ ગામમાં યુવકોને કોઈ યુવતી લગ્ન કરવા પણ આપવા કોઈ પિતા તૈયાર નથી

વર્ષોથી ચાલી આવતી આ પાણીની સમસ્યા એટલી વિકટ છે કે આ સમસ્યાને પગલે આ ગામના ફળિયામાં રહેતા યુવકોને લગ્ન કરવા માટે કોઈ પણ ગામના પિતા પોતાની દીકરીના લગ્ન આ ગામમાં કરાવવા માગતા નથી, જેના કારણે અહીંના યુવાનો પણ મૂંઝવણમાં છે કારણ કે પીવાનું પાણી લેવા માટે અહીં પરણી તમામ મહિલાઓને વહેલી પરોઢે ઊઠી ત્રણ કિલોમીટર પગપાળા ચાલી પીવાનું પાણી લેવા જવું પડે છે.

586 કરોડ રૂપિયાની અસ્ટોલ ગૃપ પાણી પુરવઠા યોજના કામગીરી ચાલી રહી છે

ધરમપુર અને કપરાડાના 170 જેટલા ગામોને પીવાનું પાણી મળે એવા હેતુથી સરકાર દ્વારા પાણીની સમસ્યા નિવારવા માટે દમણ ગંગા નદીમાંથી અસ્ટોલ ગૃપ પાણી પુરવઠા યોજના 586 કરોડ રૂપિયાની અમલમાં મુકવામાં આવી છે, જેમાં કુલ 10 વિભાગમાં કામગીરી કરવામાં આવશે. આ પૈકી 30 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું સરકારી અધિકારીઓ જણાવી રહ્યા છે, પરંતુ આ યોજનાને પૂર્ણ થતાં 2022નું વર્ષ આવી જશે ત્યાં સુધી કપરાડાના ગામોમાં રહેતા લોકોને પીવાના પાણીની સમસ્યાથી ગ્રસિત રહેવું પડશે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.