ETV Bharat / state

કલાના વારસાથી લોકોને આત્મનિર્ભર કરવાનો શ્રમયજ્ઞ એટલે હેમક્રાફટ, શું છે આ કલા?

author img

By

Published : Sep 22, 2022, 10:31 PM IST

ધરમપુરથી ઊંડાણના ગામમાં આવેલા હેમ આશ્રમ (Hem Ashram from Dharampur) જે અનાથ બાળકો માટે અંગ્રેજી શિક્ષણનું માધ્યમ (Hem Ashram provides education to tribal children) તેમજ વિધવા મહિલાઓ આત્મનિર્ભર (Employment to widow women by Creating Hem Crafts) કરવા 3 વર્ષથી હેમ ક્રાફટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હીં અભ્યાસ કરતા બાળકો માટે સંચાલકોને દાતાઓ તરફથી સહયોગ મળતો હતો પણ તે પૂરતો ન હતો. જેથી સ્થાનિક કક્ષાએ લોકોમાં રહેલા સંસ્કૃતિનો વારસો જળવાય પહે તે હેતુથી કળા સંસ્કૃતિ રોજગાર હેમ ક્રાફટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કલાના વારસાથી લોકોને આત્મનિર્ભર કરવાનો શ્રમયજ્ઞ એટલે હેમક્રાફટ, શું છે આ કલા?
કલાના વારસાથી લોકોને આત્મનિર્ભર કરવાનો શ્રમયજ્ઞ એટલે હેમક્રાફટ, શું છે આ કલા?

વલસાડ ધરમપુરથી ઊંડાણના ગામમાં આવેલા અને અનાથ બાળકો માટે અંગ્રેજી શિક્ષણનું માધ્યમ હેમ આશ્રમ દ્વારા અપાય છે. 47 વિધવા મહિલાઓ આત્મનિર્ભર કરવા સાથે સ્થાનિક સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા (Hem Ashram preserve the local culture heritage), સ્થાનિક લોકોને ગામમાં જ રોજગારી (Employment to widow women by Creating Hem Crafts) મળે એવા હેતુથી કોરોના કાળથી પાપા પગલી ભરતા આજે 3 વર્ષથી હેમ ક્રાફટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં હાથ બનાવટ રિયુઝેબલ સાડીમાંથી હેન્ડીક્રાફટ વર્ક, હમ્પી બેગ્સ, વારલી પેઇન્ટિંગ (Warli Painting Hem art) સહિતની ચીજો બનાવી વેચાણ કરવામાં આવે છે. જેના દ્વારા થતી રેવન્યુને વિધવા બહેનો અને અનાથ બાળકોને અભ્યાસ અર્થે ઉપયોગમાં લેવામાં આવે છે.

સ્થાનિક સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા સાથે સ્થાનિક લોકોને ગામમાં જ રોજગારી મળે એવા હેતુ થી કોરોના કાળથી પાપા પગલી ભરતા આજે 3 વર્ષ થી હેમ ક્રાફટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સંસ્કૃતિનો વારસો જાળવવા ઉત્તમ પ્રયાસ ધરમપુરથી 35 કિ.મી ઊંડાણમાં આવેલા જાગીરીમાં આદિવાસી સમાજના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ અર્થે હેમ આશ્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં અનાથ બાળકો અને વિધવા માતાના બાળકો પણ અભ્યાસ કરે છે. અહીં અભ્યાસ કરતા બાળકો માટે સંચાલકોને દાતાઓ તરફથી સહયોગ મળતો હતો, પરંતુ તે પૂરતો ન હોય તેમના દ્વારા સ્થાનિક કક્ષાએ લોકોમાં રહેલા સંસ્કૃતિનો વારસો જળવાય અને તેમની કલા વિશ્વસ્તરે ફેલાય એવા હેતુથી કળા, સંસ્કૃતિ, રોજગાર ત્રણેનો સુગમ સમન્વય સાથે હેમ ક્રાફટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

3 વર્ષથી હેમ ક્રાફટનો પ્રારંભ
3 વર્ષથી હેમ ક્રાફટનો પ્રારંભ

ઇકો ફ્રેન્ડલી હેન્ડમેડ ક્રાફ્ટ (કાથા સ્ટીચ) મહિલાઓ કેટલાક સમય ઉપયોગમાં લીધા બાદ સાડી ઓ પરત કરી દેતી હોય છે. આવી વિવિધ રિયુઝેબલ સાડીમાંથી વિશેષ હેન્ડમેડ કાપડ, સાલ, ડ્રેસ મટીરીયલ, દુપટ્ટા,સહિત અનેક ચીજો બનાવવી આવે છે.

વારલી પેઇન્ટિંગ આદિવાસી જાતિ વારલી સમાજના (Tribal Caste Warli Society) લોકો માટે ઉત્સવો, રહેણી કરણી, પ્રસંગોને ચિત્રોમાં ઉતારવાની કળા એટલે વારલી આર્ટ (Warli Art in Dang) જેને વધુ પ્રોત્સાહન મળે અને ગ્રામીણ કક્ષાએથી વિશ્વ સ્તરે જાય તે માટે તેની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

હાથ બનાવટ રિયુઝેબલ સાડીમાંથી હેન્ડીક્રાફટ વર્ક, હમ્પી બેગ્સ, વારલી પેઇન્ટિંગ સહિતની ચીજો બનાવી વેચાણ કરવામાં આવે છે.
હાથ બનાવટ રિયુઝેબલ સાડીમાંથી હેન્ડીક્રાફટ વર્ક, હમ્પી બેગ્સ, વારલી પેઇન્ટિંગ સહિતની ચીજો બનાવી વેચાણ કરવામાં આવે છે.

હમ્પી મેડ બેગ્સ ઉત્તરાખંડ અને ઉત્તર ભારત વિસ્તારમાં મળતી હમ્પી (વનસ્પતિ) જે ઇકો ફ્રેન્ડલી છે .જેના દ્વારા મળતી ઉપજ માંથી બનાવવામાં આવતા સોલ્ડર બેગ ઇકોફ્રેન્ડલી, લેપટોપ બેગ, વિધાર્થીઓ માટેની બેગ વગેરે ઉપલબ્ધ છે.

વાંસની બનાવટની ચીજો ધરમપુર ડાંગના ગ્રામીણ કક્ષાએ વાંસમાંથી અનેક કલાત્મક ચીજો (Many artefacts from bamboo) બનાવવામાં આવે છે. જેને વધુ પ્રોત્સાહન મળે એવા હેતુથી ગ્રામ્ય કક્ષાના કારીગરોને રોજી મળે તેમજ તેમની કલાત્મક ચીજ શહેરમાં વેચાણ થાય એ માટેનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાસની બનાવટની ટ્રે, કિચેઇન, મહિલાઓ માટે એરિંગ, વાસની બનાવટના રમકડા સાથે સાથે થર્મોસ, વોટર બોટલ, ડિટોક્સ વોટર બોટલ, ગ્રીન ટી બોટલ જેવી ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે.

રાગી (નાગલી)બનાવટના પાસ્તા નૂડલ્સ જે રીતે લોકો પોતાની તંદુરસ્તી પ્રત્યે જાગૃત થયા છે, ત્યારે ગ્રામ્ય કક્ષાએ ખૂબ આર્યનથી ભરપૂર ધાન્ય ગણવામાં આવતા રાગીમાંથી પણ વિવિધ ખાદ્ય પ્રોડક્ટ (Various food products from Ragi) બનાવવાનું ભવિષ્યમાં પ્લાન હોવાનું હેમ ક્રાફ્ટના સંચાલન કરતા શીતલ ગાડરે જણાવ્યું હતું કે, પાસ્તા નૂડલ્સ ,તેમજ સ્થાનિક અથાણા પણ બનાવીને વેચાણ અર્થે મુકવામાં આવશે. શીતલ ગાડર અને બાબલ ગાડર દ્વારા શરૂ કરવામાં આવેલ શિક્ષણ યજ્ઞની સાથે આત્મનિર્ભર સ્વાવલંબન અને ઘર આંગણે વિધવા મહિલાને પગભર કરવાનો શ્રમયજ્ઞ હેમ ક્રાફટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.