ETV Bharat / state

વલસાડ જિલ્લાના વાપીમાં ધોધમાર વરસાદ

author img

By

Published : Sep 11, 2020, 10:35 PM IST

Heavy rains
વલસાડ જિલ્લાના વાપીમાં ધોધમાર વરસાદ

વલસાડ જિલ્લામાં અસહ્ય ઉકળાટ બાદ 2 દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાપી તાલુકામાં ગુરૂવારે એક કલાક વરસાદ વરસ્યા બાદ શુક્રવારે પણ બપોર બાદ વરસાદ વરસ્યો હતો. જિલ્લાનાં કપરાડા તાલુકામાં 3 ઇંચ જ્યારે વાપીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ

  • કપરાડા તાલુકામાં સૌથી વધુ 73 MM વરસાદ વરસ્યો
  • વાપીમાં 15 MM, ધરમપુરમાં 03 MM, પારડીમાં 1 MM વરસાદ
  • વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મળી રાહત

વલસાડઃ જિલ્લામાં ભાદરવા મહિનામાં ફરી વરસાદી વાતાવરણ સર્જાયું છે. ગુરૂવારે એક કલાક વરસાદ વરસ્યા બાદ શુક્રવારે પણ બપોર સુધી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો હતો, જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

જિલ્લામાં શુક્રવારે વહેલી સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 73 MM વરસાદ વરસ્યો હતો, જ્યારે વાપીમાં 15 MM, ધરમપુરમાં 03 MM, પારડીમાં 1 MM વરસાદ વરસ્યો છે. જોકે, વલસાડ અને ઉમરગામ કોરા રહ્યા હતા.

Heavy rains
વલસાડ જિલ્લાના વાપીમાં ધોધમાર વરસાદ

વાપી પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાએ પધરામણી કરતા સર્વત્ર ઠંડકનું વાતાવરણ પ્રસર્યું હતું. જિલ્લામાં આ વખતે ચોમાસાની સિઝન દરમિયાન કુલ નોંધાયેલ વરસાદની વિગતો જોઈએ તો, સૌથી વધુ 2190 MM વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો છે. જે બાદ વલસાડ તાલુકામાં 2070 MM, કપરાડા તાલુકામાં 1949 MM, ધરમપુરમાં 1852 MM, વાપીમાં 1659 MM જ્યારે પારડીમાં સૌથી ઓછો 1490 MM વરસાદ વરસ્યો છે.

Heavy rains
વલસાડ જિલ્લાના વાપીમાં ધોધમાર વરસાદ

જિલ્લાનો સૌથી મોટો ડેમ મધુબન ડેમમાં પણ નવા નીરની આવક સાથે હાલ જળસપાટી 77.90 મીટરે સ્થિર છે. જેને જાળવવા 4238 ક્યુસેક નવા પાણીની આવક સામે 3666 ક્યુસેક પાણી 1 દરવાજો 0.70 મીટર ખોલી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

વલસાડ જિલ્લાના વાપીમાં ધોધમાર વરસાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.