ETV Bharat / state

પેટા ચૂંટણી મતગણતરી : કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર 3000 મતથી આગળ

author img

By

Published : Nov 10, 2020, 12:18 PM IST

વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મંગળવારના રોજ સરકારી કોલેજ ખાતે મત ગણતરી વહેલી સવારથી પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરીથી મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કલેક્ટરના નેતૃત્વમાં મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં ત્રણ હજાર મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ હોવાને લઈ ભારતીય જનતા પાર્ટીની છાવણીમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

પેટા ચૂંટણીની મત ગણતરી
પેટા ચૂંટણીની મત ગણતરી

વલસાડ : કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે કપરાડા ખાતે આવેલી સરકારી કોલેજ ખાતે વહેલી સવારે સાત કલાકથી તમામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સુરક્ષાના માધ્યમોની સાથે મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 3,000 મતોથી આગળ રહ્યા છે.

બીજો રાઉન્ડમાં ભાજપ આગળ

  1. જીતુ ચૌધરી (BJP) - 3432 મતો
  2. બાબુ વરઠા(કોંગ્રેસ) - 2385 મતો
  3. જ્યેન્દ્ર ગામીત(અપક્ષ) - 52 મતો
  4. પ્રકાશ પટેલ(અપક્ષ) - 182 મતો
  5. નોટામાં કુલ 95 મતો

કુલ બે રાઉન્ડના અંતે

  • જીતુ ચૌધરી(BJP) - કુલ મતો 7406
  • બાબુ વરઠા(કોંગ્રેસ) - 3900 મતો
  • જયેન્દ્ર ગાવીત(અપક્ષ) - 89 મતો
  • પ્રકાશ પટેલ(અપક્ષ) - 334 મતો
  • નોટા 187માં મળ્યા છે
    કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર 3000 મતથી આગળ

આમ હાલ ત્રીજા રાઉન્ડની મત ગણતરી શરૂ થઇ છે. જેમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.