ETV Bharat / state

વાપી GIDCમાં વેસ્ટ એસિડના નિકાલનો પર્દાફાશ, GPCBએ નોટિસ ફટકારી

author img

By

Published : Jan 24, 2020, 5:30 PM IST

વાપી GIDCમાં કેમિકલ માફિયાઓ દ્વારા પર્યાવરણને નુકસાનકારક કેમિકલ બનાવી તેનો ગેરકાયદે ધંધો કરતા હોવાનું બહાર આવ્યું છે. એક બંધ ફેકટરીમાં વેસ્ટ કેમિકલને જમીનમાં ખાડો ખોદી નિકાલ કરવાની ઘટના સામે આવતા GPCBએ ફેક્ટરીના માલિકને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

vapi
વાપી

વાપી: વાપી GIDCના ફેઈઝ ત્રણમાં આવેલી એક ફેક્ટરીના કમ્પાઉન્ડમાં અંબિકા ઈન્ડસ્ટ્રીઝ નામની કંપની જે સોડિયમ ક્લોરાઈડ બનાવતી અને છેલ્લા કેટલાક સમયથી ઉત્પાદન બંધ કરી ચૂકેલી કંપનીના માલિક અમૃતલાલ પટેલે GPCBમાં ફરિયાદ કરી હતી કે, તેમની ફેક્ટરી જે કમ્પાઉન્ડમાં છે તેના માલિક અને સી.એચ. ઈન્ટરનેશનલ ટ્રેડિંગ કંપનીના નામે કેમિકલ પ્રોડક્ટનું ટ્રેડિંગ કરતાં હસમુખ પટેલ તેની ફેક્ટરીની ખુલ્લી જગ્યામાં ખાડો કરી તેમાં વેસ્ટ કેમિકલ એસિડના ડ્રમ ખાલી કરી રહ્યા છે.

વાપી GIDCમાં ઝડપાયું વેસ્ટ એસિડના નિકાલનું કારસ્તાન

આ માહિતી બાદ GPCBએ ઘટના સ્થળે જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નોટિસ ઓફ એન્ટ્રી બજાવી જે એસિડ ખાલી કર્યું છે, તે એસિડ ક્યાંથી લવાયું હતું અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તે અંગે માહિતી માંગી છે.

Intro:Location :- વાપી


વાપી :- વાપી GIDC માં કેમિકલ માફિયાઓ દ્વારા પર્યાવરણને નુકસાન કારક કેમિકલ બનાવીને કે અન્ય કેમિકલ ફેક્ટરીઓમાંથી લાવીને તેનો ગેરકાયદેસર ધંધો કરતા હોવાનું અવારનવાર બહાર આવ્યું છે. ત્યારે આવી જ એક બંધ ફેકટરીમાં વેસ્ટ કેમિકલને જમીનમાં ખાડો ખોદી નિકાલ કરવાની ઘટના સામે આવતા GPCB એ ફેકટરીના માલિકને નોટિસ પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

Body:વાપી GIDC ના 3rd ફેઈઝમાં આવેલ એક ફેકટરીના કમ્પાઉન્ડમાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝ ના નામે સોડિયમ ક્લોરાઇડ બનાવતા અને છેલ્લા કેટલાક સમયથી પ્રોડક્શન બંધ કરી ચૂકેલા અમૃતલાલ પટેલે ગુરુવારે GPCB માં ફરિયાદ કરી હતી કે તેમની ફેક્ટરી જે કમ્પાઉન્ડમાં છે તેના માલિક અને સી. એચ. ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કંપનીના નામે આગળના ભાગે કેમિકલ પ્રોડકટનું ટ્રેડિગ કરતા હસમુખ પટેલ ફેક્ટરીની ખુલ્લી જગ્યામાં ખાડો ખોદી તેમાં વેસ્ટ કેમિકલ એસિડના ડ્રમ ખાલી કરી રહ્યા છે. આ માહિતી બાદ GPCB એ ઘટના સ્થળે જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નોટિસ ઓફ એન્ટ્રી બજાવી જે એસિડ ખાલી કર્યું છે તે અંગે એસિડ ક્યાંથી લવાયું હતું. કેટલા સમયથી આ પ્રવૃત્તિ કરે છે તે અંગે માહિતી માંગી છે.


જો કે આ સમગ્ર ઘટનામાં ફેકટરીના મૂળ માલિક હસમુખ પટેલે આ એક કારસ્તાન હોય અને તે અમૃત પટેલે જ કર્યું હોવાનું જણાવી બંનેએ એકબીજા સામે ગાળાગાળી કરી બબાલ કરી હતી. જેમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે તેઓની જમીનમાં તેમણે પાછળના ભાગે અમૃત પટેલને જગ્યા ભાડે આપી છે. જેનું ભાડું પણ તે આપતો નથી અને મશીનરી સહિત જમીન વેંચવા કાઢી છે. જે જમીન મારી છે. જેથી કોઈ ખરીદવા આવતું નથી. જેનો ખાર રાખી JCB કે માણસોની મદદથી ખાડો ખોદી કેમિકલના ડ્રમ ખાલી કરી નાખ્યા છે. જે કેમિકલ ખાલી કર્યું છે તે હસમુખ પટેલનું પોતાનું હોવાનું જણાવી અમૃત પટેલ તેમને બ્લેકમેઇલ કરતો હોવાનું જણાવ્યું હતું.


જ્યારે સમગ્ર મામલે અમૃત પટેલે જણાવ્યું હતું કે જગ્યા હસમુખ પટેલની છે. જેમાં આગળના ભાગે તેઓ સી.એચ. ઇન્ટરનેશનલ ટ્રેડિંગના નામે ખાનગીમાં કેમિકલ મેન્યુફેક્ચરિંગ કરે છે. જે પોલ્યુટેડ ધંધો છે. હસમુખ પટેલે ક્યારેય સારો ધંધો નથી કર્યો ફેરી ક્લોરાઇડ જેવા નુકસાન કારક કેમિકલ બનાવી બ્લેકના ધંધા કરે છે. અને વેસ્ટ એસિડ પ્લોટમાં જ ખાડા ખોદી દાટી દે છે અથવા તો ચોમાસામાં વરસાદી પાણી સાથે તેનો નિકાલ કરે છે.


પોતે અહીં પાછળના ભાગે GPCB ની મંજૂરી મેળવી અંબિકા ઈન્ડસ્ટ્રીઝ ના નામે સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. હાલમાં ધંધો બંધ છે. મશીનરી વેંચવા કાઢી છે. પરંતુ હસમુખ પટેલના ગોરખધંધાને કારણે GPCB એ તેમને ચેતવણી આપી હતી. એટલે તેણે આ અંગે GPCB ને જાણ કરી છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે મળેલી હકીકત મુજબ GPCB એ જે કંપનીમાંથી કેમિકલ નિકાલ કરવાનું કારસ્તાન પકડયું છે. તે કંપનીમાં કોઈપણ બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. અને કંપનીમાં અંદરના ભાગે શેડમાં લોક લગાવી ગેરકાયદેસર કેમિકલ વેસ્ટનો ધીકતો ધંધો કરવામાં આવતો હતો. હાલ GPCB એ ફેક્ટરી માલિક હસમુખ પટેલને નોટિસ પાઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


Bite :- હસમુખ પટેલ, માલિક, સી. એચ. ઇન્ટરનેશનલ ટ્રેડિંગ, વાપી

Bite :- અમૃતલાલ પટેલ, માલિક, અંબિકા ઈન્ડસ્ટ્રીઝ, વાપી


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.