ETV Bharat / state

ખાનગી કંપનીઓ દ્વારા નદીમાં છોડાતા પ્રદૂષિત પાણીના GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ ધરી

author img

By

Published : Jul 25, 2019, 11:26 AM IST

વાપીઃ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની અમુક કંપનીના પ્રદૂષિત પાણી વલસાડ જિલ્લાના ભિલાડની દારોઠા ખાડીમાં છોડવામાં આવ્યા છે. નદીમાં કંપની દ્વારા છોડાયેલા પ્રદુષિત પાણીથી જીવ સૃષ્ટિ નાશ થવાની ભીતિ સેવાતા GPCBએ સેમ્પલ લીધા હતા. GPCBએ નદીના પાણીના નમૂના એકત્ર કરી લેબમાં પરીક્ષણ હેતુ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

નદિમાં છોડાયેલા પ્રદુષિત પાણીના GPCBએ સેમ્પલ લીધા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડને અડીને આવેલી દારોઠા ખાડીમાં સોમવારે કાળા કલરનું પ્રદૂષિત પાણી આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. આ પ્રદુષિત પાણી અંગે ભિલાડના માજી સરપંચ અને હાલે જિલ્લા પંચાયતના સભ્યને જાણ કરતા સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસમાં દારોઠા નદીમાં કંપની દ્વારા છોડાયેલા પ્રદુષિત પાણી દુર્ગંધ યુક્ત અને કાળાશ પડતું નજરે ચડ્યું હતું. જે સંઘપ્રદેશની કોઈ કંપની વરસાદી પાણીનો લાભ લઇ દારોઠા નદીમાં છોડ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી.

Polluted water news
નદિમાં છોડાયેલા પ્રદુષિત પાણીના GPCBએ સેમ્પલ લીધા

ભિલાડમાં પાણીના સ્ત્રોત રૂપે આજીવિકા ગણાતી દારોઠા નદીમાં આ રીતે પ્રદુષિત પાણી છોડાતા મામલાની ગંભીરતા જાણી સરીગામ સ્થિત GPCB કચેરીને જાણ કરવામાં આવી હતી. જે બાદ બે દિવસે GPCBના અધિકારીઓ દારોઠા નદીના કાંઠે આવ્યા હતા. અધિકારીઓએ પાણીના નમૂના એકત્ર કરી તપાસ અર્થે લીધા હતા.

Polluted water news
નદિમાં છોડાયેલા પ્રદુષિત પાણીના GPCBએ સેમ્પલ લીધા

જો કે, નદીમાં કંપની દ્વારા છોડાયેલા પ્રદુષિત પાણી કઈ કંપની દ્વારા છોડવામાં આવ્યું છે અને તે કેટલું પ્રદુષિત છે તેના માપદંડ નક્કી કરવા GPCBએ હાલ તમામ સેમ્પલને લેબમાં મોકલશે તેવું જણાવ્યું હતું. લેબમાંથી તેના રિપોર્ટ આવ્યા બાદ જે તે કંપની સામે કાયદાકીય પગલાં લેવા અંગે ચીમકી ઉચ્ચારી હતી.

Intro:વાપી :- સંઘપ્રદેશ દમણ કે દાદરા નગર હવેલીની કોઈક કંપનીનું પ્રદૂષિત પાણી વલસાડ જિલ્લાના ભિલાડની દારોઠા ખાડીમાં છોડવામાં આવ્યા છે. આ પ્રદુષિત પાણીથી જીવ સૃષ્ટિ નાશ થવાની ભીતિ સેવાતા GBCBએ સ્થળ તપાસ કરી હતી. GPCB એ નદીના પાણીના નમૂના એકત્ર કરી લેબમાં પરીક્ષણ હેતુ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.Body:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડને અડીને આવેલી દારોઠા ખાડીમાં સોમવારે કાળા કલરનું પ્રદૂષિત પાણી આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. આ પ્રદુષિત પાણી અંગે ભિલાડના માજી સરપંચ અને હાલે જિલ્લા પંચાયતના સભ્યને જાણ કરતા સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસમાં દારોઠા નદીનું પાણી દુર્ગંધ યુક્ત અને કાળાશ પડતું  નજરે ચડ્યું હતું. જે સંઘપ્રદેશની કોઈ કંપની વરસાદી પાણીનો લાભ લઇ દારોઠા નદીમાં છોડ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી.


ભિલાડમાં પાણીના સ્ત્રોત રૂપે આજીવિકા ગણાતી દારોઠા નદીમાં આ રીતે પ્રદુષિત પાણી છોડાતા મામલાની ગંભીરતા જાણી સરીગામ સ્થિત GPCB કચેરીને જાણ કરવામાં આવી હતી. જે બાદ બે દિવસે GPCB ના અધિકારીઓ દારોઠા નદીના કાંઠે આવ્યા હતા. અધિકારીઓએ પાણીના નમૂના એકત્ર કરી તપાસ અર્થે લીધા હતા. 


Conclusion:જો કે પાણી કઈ કંપની દ્વારા છોડવામાં આવ્યું છે. અને તે કેટલું પ્રદુષિત છે તેના માપદંડ નક્કી કરવા GPCB એ હાલ તમામ સેમ્પલને લેબમાં મોકલશે તેવું જણાવ્યું હતું. લેબમાંથી તેના રિપોર્ટ આવ્યા બાદ જે તે કંપની સામે કાયદાકીય પગલાં લેવા અંગે ચીમકી ઉચ્ચારી હતી. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.